રિસર્ચ / અઠવાડિયામાં 3 વખત મશરૂમ ખાવાથી પ્રોસ્ટેટ કેન્સરનું જોખમ 17% ઘટે છે

Eating mushrooms 3 times a week reduces the risk of prostate cancer by 17%

  • અઠવાડિયામાં 1થી 2 વખત મશરૂમનું સેવન કરવાથી પ્રોસ્ટેટ કેન્સરનું જોખમ 8% ઘટી જાય છે
  • 3થી વધારે વખત તેનું સેવન કરવાથી પ્રોસ્ટેટ કેન્સરના જોખમને 17% ઘટાડી શકાય છે
  • મશરૂમમાં વિટામિન D સાથે લૉ કેલરી હોય છે

Divyabhaskar.com

Sep 08, 2019, 09:49 AM IST

હેલ્થ ડેસ્કઃ મશરૂમ એટલેકે એડિબલ ફંગસ ખાવાનું વધુ એક કારણ સામે આવ્યું છે. તાજેતરમાં થયેલા એક રિસર્ચમાં સામે આવ્યું છે કે, મશરૂમ ખાવાથી પ્રોસ્ટેટ કેન્સરના જોખમને ઘટાડી શકાય છે. રિસર્ચમાં એમ પુરવાર થયું છે કે, અઠવાડિયામાં 3 વાર મશરૂમ ખાવાથી પ્રોસ્ટેટ કેન્સર સામે રક્ષણ મળેવી શકાય છે.

રિસર્ચ
‘ઇન્ટરનેશનલ જર્નલ ઓફ કેન્સર’ નામની જર્નલમાં 'મશરૂમ કન્સમ્પ્શન એન્ડ ઇન્સિડન્ટ રિસ્ક ઓફ પ્રોસ્ટેટ કેન્સર ઈન જાપાન' નામથી આ રિસર્ચને પ્રકાશિત કરવામાં આવ્યું છે. તોહોકુ યુનિવર્સિટી દ્વારા કરાયેલા આ રિસર્ચમાં 40થી 79 વર્ષની વયના 36,499 લોકોને સામેલ કરાયા હતા. આ તમામ લોકો પર 13.2 વર્ષ સુધી રિસર્ચ કરવામાં આવ્યું હતું. તેમાંથી 3.3 લોકોને પ્રોસ્ટેટ કેન્સર હતું.

પરિણામ
આ રિસર્ચમાં સામે આવ્યું કે અઠવાડિયામાં 1થી 2 વખત મશરૂમનું સેવન કરવાથી પ્રોસ્ટેટ કેન્સરનું જોખમ 8% ઘટી જાય છે અને 3થી વધારે વખત તેનું સેવન કરવાથી પ્રોસ્ટેટ કેન્સરના જોખમને 17% ઘટાડી શકાય છે. મશરૂમમાં રહેલી બાયોલોજી પ્રોપર્ટીસને કારણે તે પ્રોસ્ટેટ કેન્સરના જોખમને ઘટાડે છે. મશરૂમમાં વિટામિન D સાથે લૉ કેલરી હોય છે.

X
Eating mushrooms 3 times a week reduces the risk of prostate cancer by 17%
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી