• Home
  • Lifestyle
  • Health
  • Eating more salt has a bad effect on the brain, not only on the memory but also the intellect

રિસર્ચ / વધુ મીઠું ખાવાથી મગજ પર ખરાબ અસર થાય છે, યાદશક્તિ જ નહીં બુદ્ધિ પણ નબળી પડે છે

Eating more salt has a bad effect on the brain, not only on the memory but also the intellect

Divyabhaskar.com

Nov 02, 2019, 03:13 PM IST

હેલ્થ ડેસ્કઃ વધુ મીઠાંનું સેવન કરવાથી મગજમાં લોહીનો પ્રવાહ 25% સુધી ઘટી જાય છે. તાજેતરમાં થયેલા એક સંશોધનથી જાણવા મળ્યું કે મીઠાંની માત્રા વધારે હોય તેવા આહારનું સેવન કરવાથી બુદ્ધિ ઓછી થઈ શકે છે. તાજેતરના એક સંશોધનમાં આ દાવો કરવામાં આવ્યો છે. મગજમાં ટાઉ પ્રોટીનની માત્રા વધવાથી યાદશક્તિ નબળી પડે છે અને બુદ્ધિમાં પણ ઘટાડો થાય છે.

ડિમેન્શિયાનું મુખ્ય કારણ મીઠું
ન્યૂ યોર્ક સ્થિત ફિલ ફેમિલી બ્રેન એન્ડ માઈન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના પ્રોફેસર ડોક્ટર ગિઉસેપ્પે ફર્કો આ સંશોધનનાં મુખ્ય સંશોધક છે. આ સંશોધન નેચર ન્યુરોસાયન્સ ટ્રસ્ટેડ સોર્સિસ જર્નલમાં પ્રકાશિત થયું છે. ડોક્ટર ફર્કોએ જણાવ્યું કે, હંમેશાં મીઠાંનું વધુ પ્રમાણ અને મગજની નબળી કાર્યક્ષમતા વચ્ચે સંબંધ રહ્યો છે અને મીઠું ખાવું એ ડિમેન્શિયાનું મુખ્ય કારણ છે.

કેવી રીતે અભ્યાસ થયો?
આ અભ્યાસ ઉંદરો પર કરવામાં આવ્યો. જેમાં જાણવા મળ્યું કે વધુ મીઠું ખાવાથી ઉંદરોમાં ડિમેનશ્યિના લક્ષણો દેખાવા લાગ્યા. મીઠું એવા અણુઓને વધુ ઝડપથી પેદા કરે છે જેનાથી શરીરમાં સોજો આવે છે. ઇન્ટરલ્યુકિન-17 અણુ મગજના કોષો નાઇટ્રિક ઓક્સાઇડ બનાવવાનું ઓછું કરી દે છે. નાઇટ્રિક ઓક્સાઇડ રુધિરવાહિનીઓને પહોળી કરે છે અને લોહીના પ્રવાહમાં મદદ કરે છે. જો કે, નાઇટ્રિક ઓક્સાઇડની ઊણપ લોહીના પ્રવાહને ઘટાડી શકે છે.

ઉંદર પર હાથ ધરવામાં આવેલા અભ્યાસોએ દર્શાવ્યું કે, વધારે મીઠાંયુક્ત આહાર ખાવાથી IL-17 નું સ્તર વધ્યું છે અને નાઈટ્રિક ઓક્સાઈડનું સ્તર ઘટી ગયું છે, જેનાથી મગજના લોહીનો પ્રવાહ 25% સુધી ઘટી ગયો.

સોડિયમની વધુ માત્રા નુકસાનકારક
સંશોધક ફર્કો અને તેની ટીમનું માનવું હતું કે, સોડિયમનો વધુ પડતો ઉપયોગ મગજમાં લોહીના પ્રવાહમાં વિક્ષેપિત કરીને ડિમેન્શિયાનું જોખમ વધારે છે. પરંતુ, સંશોધન પછી જાણવા મળ્યું કે રક્ત પ્રવાહમાં કોઈ ઘટાડો થયો નથી પરંતુ ટાઉ પ્રોટીનની માત્રામાં વધારો થવાને કારણે યાદશક્તિ નબળી પડી છે.

સંશોધકોએ આઠ અઠવાડિયાં કેટલાક ઉંદરોને સામાન્ય આહાર આપ્યો અને કેટલાકએ સોડિયમયુક્ત આહાર આપ્યો. ઉંદરોને ચારથી 36 અઠવાડિયા સુધી આહાર આપવામાં આવ્યો. ત્યારબાદ, વૈજ્ઞાનિકોએ પરીક્ષણમાં જાણ્યું કે, વધુ મીઠું લેતા ઉંદરોમાં નાઈટ્રિક ઓક્સાઈડનું પ્રમાણ ઓછું હતું, જેનાથી મગજમાં ટાઉ પ્રોટીનની માત્રામાં વધી ગઈ હતી.

ટાઉ પ્રોટીન અલ્ઝાઇમરનું કારણ બને છે
સંશોધન દરમિયાન, વૈજ્ઞનિકોએ વર્તણૂકીય, સેરેબ્રોવેસ્ક્યુલર અને મોલેક્યુલર સ્તરે પરીક્ષણો કર્યાં. તેમાં જાણવા મળ્યું કે, વધુ મીઠું લેતા ઉંદરોમાં નાઈટ્રિક ઓક્સાઈડનું પ્રમાણ ઓછું હોય છે, જે મગજમાં ટાઉ પ્રોટીનની માત્રામાં વધારો કરે છે. ટાઉનું વધુ પડતું સ્તર અલ્ઝાઇમર થવાનું કારણ માનવામાં આવે છે.

X
Eating more salt has a bad effect on the brain, not only on the memory but also the intellect
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી