હેલ્થ ટિપ્સ:ખાલી પેટે કેરી ખાવાથી રહે છે આ બીમારીનું જોખમ, અડધી પાકેલી કેરી પણ સ્વાસ્થ્ય માટે નુકસાનકારક

22 દિવસ પહેલા
  • કૉપી લિંક

ઉનાળાની ઋતુમાં ઘણા લોકો કેરી પર તૂટી પડે છે. પરંતુ યોગ્ય પ્રમાણમાં કેરી ખાવામાં ન આવે તો સ્વાસ્થ્ય ઉપર પણ અસર પડી શકે છે. કેરી ક્યારે અને કેટલી ખાવી તે ખુબ જ જરૂરી છે.

મેડિકા હોસ્પિટલ રાંચીના ચીફ ડાયટિશિયન ડૉ.વિજયશ્રી પ્રસાદ જણાવે છે કે, કયારે પણ કેરી ખાલી પેટે ન ખાવી જોઈએ. કારણ કે તેનાથી બ્લડ શુગર લેવલ ઝડપથી વધે છે. એક મોટી સાઈઝની કાચી કેરીમાં 22 થી 24 ગ્રામ ખાંડ હોય છે. જો કેરી ખાલી પેટ ખાવામાં આવે તો ડાયાબિટીસનો ખતરો રહે છે. ખાસ કરીને જે લોકો માટે શારીરિક પ્રવૃત્તિ નથી કરતા તે લોકોને ડાયાબિટીસનું જોખમ રહે છે. કેરી ખાવાથી એસિડિટી પણ થઈ શકે છે.

દિવસમાં કેટલી કેરી ખાવી જોઈએ?
મોસમી ફળ હંમેશા ખાવા જોઈએ. કારણ કે તેમાં વિટામિન, ફાઈબર, કેલ્શિયમ વગેરે ભરપૂર પ્રમાણમાં હોય છે. કેરી પણ મોસમી ફળ છે. દરરોજ સરેરાશ 150 ગ્રામ કેરી ખાઈ શકાય છે. જો કોઈ વ્યક્તિ શારીરિક રીતે વધુ એક્ટિવ હોય તો તેના કરતા વધુ કેરી ખાઈ શકે છે. પરંતુ વધુ પડતી કેરી ખાવાથી ઝાડા થઈ શકે છે.