શિયાળામાં મધ-લસણ ખાવાના છે અઢળક ફાયદા:વજન ઓછું કરશે, રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરશે, ફંગલ ઇન્ફેક્શનથી મળશે છુટકારો, આ રહી મધ અને લસણ ખાવાની સાચી રીત

5 મહિનો પહેલા
  • કૉપી લિંક

શિયાળાની ગુલાબી-ગુલાબી ઠંડીની શરૂઆત થઈ ચૂકી છે. લોકો હેલ્ધી રહેવા માટે અનેક ઉપાયો અજમાવે છે, પરંતુ પૌરાણિક સમયથી એક માન્યતા છે કે લસણ અને મધનું એકસાથે સેવન કરવામાં આવે તો અનેક બીમારીમાંથી છુટકારો મળે છે. જો મધના ગુણો વિશે વાત કરવામાં આવે તો એમાં એન્ટીબાયોટિક્સ અને એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય, જ્યારે લસણમાં એલિસિન અને ફાઇબર હોવાને કારણે આપણને ઘણા પ્રકારનાં પોષકતત્ત્વો મળે છે. જો આ બન્નેને મિક્સ કરવાથી બધા જ ફાયદા એક સાથે મળી જાય છે. આવો... જાણીએ પંચકર્મા હોસ્પિટલના આયુર્વેદાચાર્ય ડો.આર.પી. પરાશર પાસેથી મધમાં ડૂબેલા લસણના ફાયદા...

બીજી તરફ લસણમાં ઔષધીય ગુણ ભરપૂર પ્રમાણમાં હોય છે અને એનો ઉપયોગ લગભગ ઘણીબધી વાનગીઓમાં થાય છે. જોકે હવામાન અને તાપમાનને ધ્યાનમાં રાખીને લસણ ખાવામાં ફેરફાર કરવામાં આવે છે. આપણા દેશમાં કાચા લસણની ચટણીથી માંડીને દાળ-શાકમાં લસણનો ઉપયોગ અલગ-અલગ રીતે કરવામાં આવે છે. લસણનું સેવન મધ સાથે પણ કરવામાં આવે છે. આવો... જાણીએ શિયાળામાં મધમાં પલાળેલા લસણનું સેવન સ્વાસ્થ્યને કેવી રીતે ફાયદો કરે છે અને એનું સેવન કરવાની સાચી રીત શું છે.

મધ-લસણ છે સુપર ફૂડ
મધમાં ડૂબેલું લસણ ખાવાથી અનેક બીમારીઓ દૂર થાય છે. આ એક પ્રકારનું સુપર ફૂડ છે, જે એન્ટીબાયોટિકની જેમ કામ કરે છે અને શરીરને ડિટોક્સિફાઇ કરીને તમામ પ્રકારનાં ઇન્ફેકશન પણ દૂર રાખે છે. એ રોગ પ્રતિકારક શક્તિને પણ મજબૂત બનાવે છે. જો તમે સતત એક અઠવાડિયા સુધી મધમાં ડૂબેલું લસણ ખાશો તો એની અસર તમારા શરીર પર અસર જોવા મળે છે.

મધમાં ડૂબેલું લસણ ખાવાના અઢળક ફાયદા
મધ અને લસણ સાથે ખાવાથી સ્થૂળતાથી છુટકારો મળે છે. મધ અને લસણમાં પુષ્કળ તત્ત્વો હોય છે, જે શરીરમાં ગરમાવો લાવે છે અને શરદી-ઉધરસ જેવી સમસ્યાઓથી રાહત આપે છે. મધમાં ડૂબેલું લસણ ખાવાથી શરદી અને ઠંડી સાથે સાઇનસની સમસ્યા પણ ઓછી થઈ જાય છે. આ સિવાય એમાં એન્ટીઇન્ફ્લેમેટરી ગુણ જોવા મળે છે, જે ગળાના દુખાવા અને સોજામાં રાહત આપે છે. અસ્થમાના દર્દીઓ માટે લસણ અને મધ એક વરદાન સમાન છે.

વજન ઓછું થાય
લસણ અને મધનું સેવન હૃદય માટે બેહદ ફાયદાકારક માનવામાં આવે છે. જો આ બંને વસ્તુ સાથે ખાવામાં આવે તો હૃદયની ધમનીઓમાં જમા થયેલી ચરબી દૂર થાય છે, જેને કારણે બ્લડ સર્ક્યુલેશન યોગ્ય રીતે શરૂ થાય છે, જે હૃદય માટે ફાયદાકારક છે. જે લોકોને વારંવાર ડાયેરિયાની સમસ્યા રહેતી હોય તો તે લોકો માટે પણ આ સેવન ફાયદાકારક સાબિત થઈ શકે છે. વજન ઘટાડવા માટે લસણ અને મધનું એકસાથે સેવન સારું માનવામાં આવે છે. લસણ અને મધ બંનેમાં મેટાબોલિઝ્મ બૂસ્ટ કરતા ગુણો હોય છે, જે વજન વધારવામાં અને વજનને કંટ્રોલ કરવામાં મદદ કરે છે.

હાર્ટ માટે ફાયદાકારક
લસણનું સેવન શરીરમાં કોલેસ્ટેરોલના લેવલને કંટ્રોલ કરવાની સાથે-સાથે ફેટ માટે પણ ફાયદાકારક છે. મધ ખાવાથી બ્લડ સર્કયુલેશન ઝડપી બને છે. હાર્ટ તરફ લોહીનો પ્રવાહ સુધારવા માટે લસણ અને મધનું સેવન પણ ફાયદાકારક છે, જેને કારણે હાર્ટને લગતી સમસ્યાઓ, જેવી કે બ્લોકેજ અને સ્ટ્રોકનું જોખમ ઘટે છે.

મધ અને લસણ બંને બેક્ટેરિયા, વાઇરસ અને ઇન્ફેકશનથી દૂર રાખવામાં મદદરૂપ છે.
મધ અને લસણ બંને બેક્ટેરિયા, વાઇરસ અને ઇન્ફેકશનથી દૂર રાખવામાં મદદરૂપ છે.

રોગ પ્રતિકારક શક્તિ વધારે છે મધ
મધ અને લસણ બંને બેક્ટેરિયા, વાઇરસ અને ઇન્ફેકશનથી દૂર રાખવામાં મદદરૂપ છે. અભ્યાસમાં જાણવા મળ્યું છે કે લસણ અને મધ જેવા સુપર ફૂડ રોજ ખાવામાં આવે તો શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધે છે. મધ-લસણમાં બળતરાવિરોધી તત્ત્વો હોય છે, ઓ ડાયાબિટીસ અને ગળામાં બળતરા જેવી સમસ્યાઓમાંથી રાહત આપે છે.

ફંગલ ઇન્ફેક્શન દૂર કરો
મધમાં પલાળેલું લસણ ખાવાથી રોગ પ્રતિકારક શક્તિ મજબૂત થાય છે તેમજ એ નેચરલ ડિટોક્સ છે. મધમાં પલાળેલું લસણ ખાવાથી શરીર અંદરથી સાફ થાય છે અને સંક્રમણથી બચી શકાય છે. આ બંને વસ્તુઓ સાથે ખાવાથી કોલેસ્ટેરોલ ઓછું થાય છે અને શરીરનું બ્લડ સર્ક્યુલેશન બરાબર રહે છે. લસણ અને મધમાં રહેલું ફોસ્ફરસ દાંતને મજબૂત રાખે છે. એ દાંતને લગતી ઘણી સમસ્યાઓ દૂર કરવાનું કામ કરે છે.

શિયાળામાં મધ અને લસણ ખાવાના છે અઢળક ફાયદા
લસણમાં એન્ટીબેક્ટેરિયલ, એન્ટીફંગલ અને એન્ટીબાયોટિક ગુણ હોય છે. લસણ ખાવાથી સંક્રમણ અને અનેક ગંભીર બીમારીઓનું જોખમ ઓછું થાય છે. લસણમાં એલિસિન તત્ત્વ હોય છે, જે શરદી અને મોસમી ચેપ ફેલાવતા બેક્ટેરિયા સામે ખૂબ અસરકારક છે.

આ રહી મધ સાથે લસણ ખાવાની રીત
કાચની બોટલમાં મધ નાખીનેને એમાં લસણની થોડી કળીઓ છોલીને નાખો. રોજ સવારે ઊઠ્યા પછી આ શીશીમાંથી લસણની કળી લઈને ચાવીને ખાઓ. આ સિવાય તમે લસણ અને મધને બીજી રીતે પણ લઈ શકો છો. આ માટે લસણની 2 કળીને પીસી લો. એમાં મધનાં થોડાં ટિપા મિક્સ કરી રોજ સવારે ખાલી પેટે ખાઓ. આમ કરવાથી ઘણી બીમારીઓથી રાહત મળે છે.

ડિસ્ક્લેમર : આ લેખ સામાન્ય જાણકારી માટે છે. વધુ જાણકારી માટે ડોક્ટરની સલાહ અચૂક લેવી.