ગરમ તેલનો ધુમાડો સિગારેટથી વધુ નુકસાનકારક:ખરાબ તેલમાં બનાવેલો ખોરાક ખાવાથી માતા-પિતા બનવાનું સપનું અધૂરું રહી જશે, અનેક બીમારીઓનું પણ જોખમ

24 દિવસ પહેલાલેખક: મનિષ તિવારી

સામાન્ય રીતે આપણે એકવાર કોઈ વસ્તુ તેલમાં તળીએ છીએ, બાદમાં ફરીથી એનો ઉપયોગ કરીએ છીએ. એકને એક તેલનો વારંવાર ઉપયોગ કરવામાં આવે તો અનેક બીમારીઓ ઘર કરી શકે છે. તો જો એકને એક તેલનો વારંવાર ઉપયોગ કરવામાં આવે તો એ ઝેર બની શકે છે, જેને કારણે કેન્સર અને હાર્ટની ગંભીર બીમારીઓ થઈ શકે છે.

આવો... જાણીએ કેવી રીતે તેલ ઝેર બને છે

તેલને વારંવાર ગરમ કરવાથી ડીએનએમાં બદલાવ આવે છે
ઘણી વખત તેલને ગરમ કરવામાં આવે તો ફાયદો થવાને બદલે નુકસાન થાય છે, જેને કારણે શરીરમાં 'જિનોટોક્સિક''મ્યૂટેજેનિક' અને 'કાર્સિનોજેનિક' વધે છે. એક રિસર્ચ અનુસાર, આ પ્રકારના તેલના કારણે સેલ્સમાં પણ ગડબડ થાય છે. આ પ્રકારના તેલ વધુ ખાવામાં આવે તો ફેફસાં, આંતરડાં, બ્રેસ્ટ અને પ્રોસ્ટેટ કેન્સરનું જોખમ વધી જાય છે. દુનિયામાં આ પ્રકારનાં અનેક રિસર્ચ કરવામાં આવ્યાં છે.

સિગારેટથી પણ વધુ નુકસાનકારક છે ગરમ તેલનો ધુમાડો
વધુ સમય સુધી ગરમ કરેલા તેલનો ધુમાડો શ્વાસમાં જાય છે તો અનેક બીમારીઓ થઈ શકે છે. કૂકિંગ તેલના ધુમાડામાં 200થી વધુ પ્રકારનાં ગેસ હોય છે, જે સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે. ફેટી એસિડ ધરાવતો આ ધુમાડો ન્યુમોનિયા તેમજ ફેફસાંના કેન્સર, ટ્યૂબરક્યુલોસિસ, અસ્થમા જેવા ફેફસાંના ગંભીર રોગો થઈ શકે છે.

તેલનો ઉપયોગ કેટલી વાર અને કેવી રીતે કરવો સુરક્ષિત છે...

રેસ્ટોરાં અને ઢાબાઓમાં તેલનાં છેલ્લાં ટીપાં સુધી વપરાશ કરવામાં આવે છે
એકવાર વપરાયેલા તેલનો ઉપયોગ બીજી વાર 60 ટકા ઘરો, હોટલો અને ઢાબાઓમાં તળવા માટે ફરીથી કરવામાં આવે છે. દિલ્હી સ્થિત સંસ્થા 'ઓબ્ઝર્વર રિસર્ચ ફાઉન્ડેશન' એ તાજેતરમાં 507 ફૂડ બિઝનેસ ઓપરેટર્સ, એટલે કે દિલ્હી, મુંબઈ, ચેન્નઈ અને કોલકાતા સાથે સંબંધિત ફૂડ બિઝનેસ વચ્ચે એક સર્વે કર્યો હતો. નાની રેસ્ટોરાં, ઢાબાઓ સસ્તા ભાવે તેલ ખરીદતા હોવાનું જાણવા મળ્યું હતું, જેમાં રસોઈ માટે પહેલેથી વપરાયેલું તેલ મિક્સ કરે છે.

તો એક રિસર્ચમાં જાણવા મળ્યું હતું કે મુંબઈ અને કોલકાતાની મોટી રેસ્ટોરાંમાંથી 53 ટકાએ જણાવ્યું હતું કે એક વખત ઉપયોગમાં લેવામાં આવેલા તેલને ગટરોમાં ફેંકી દે છે. જ્યારે ચેન્નઈની મોટા ભાગની રેસ્ટોરાં રસોઈ કર્યા પછી બાકી રહેલું તેલ વેચે છે.

વારંવાર તેલનો વારંવાર ઉપયોગ કરવા કરતાં એને નષ્ટ કરી દેવું જરૂરી છે
ફ્રેન્ચ ફ્રાઈસ, બ્રાઉની, મફિન્સ અને સસ્તા તેલમાં બનેલું જંકફૂડ મહિલાઓની માતા ન બનવાનું પણ કારણ બની શકે છે. હાર્વર્ડ મેડિકલ સ્કૂલના એક રિપોર્ટ અનુસાર, જે મહિલાઓ તેમની દૈનિક કેલરીના 2% કરતાં વધુ ટ્રાન્સ ફેટના રૂપમાં લે છે તેમને વંધ્યત્વનું જોખમ 79 ટકા સુધી વધી જાય છે. આ ટ્રાન્સ ફેટ સૂર્યમુખી તેલ, સોયાબીન તેલ, મગફળી તેલ અને કેનોલા તેલમાં નોંધપાત્ર પ્રમાણમાં જોવા મળે છે.

ખરાબ ફેટ અને સારી ફેટ શું છે? આવો... ગ્રાફિકસથી જાણીએ

પામ તેલનો વધુ પડતો ઉપયોગ પુરુષોની પ્રજનન ક્ષમતાને માટે નુકસાનકારક
બટર, ચીઝ, પામ તેલની સાથે નાળિયેર તેલમાં પણ સેચ્યુરેટેડ ફે' હોય છે. હાF સેચ્યુરેટેડ ફેટ ખાવાથી હાર્ટની સમસ્યા વધી જાય છે અને હૃદયની બીમારીઓથી પીડિત પુરુષોમાં ઈરેક્ટાઈલ ડિસફંક્શનની સમસ્યા સામાન્ય થઇ જાય છે. યુએસ યુરોલોજિસ્ટ ડો. જેમ્સ અલ્ચેકરના જણાવ્યા અનુસાર.

ખરાબ તેલમાં બનેલો ખોરાકથી લિવરના રોગની સમસ્યા રહે છે
ભારતમાં ફરસાણ પામ ઓઇલમાંથી જ બનાbવામાં આવે છે. આ કંપનીઓ જ્યારે અમેરિકા જેવા દેશોમાં જાય છે ત્યારે સારા તેલનો ઉપયોગ કરે છે. પામ ઓઇલની સેચ્યુરેટેડ ફેટ લિવરમાં જમા થાય છે, જેનાથી અનેક બીમારીઓ થાય છે. તeમિલનાડુમાં ફૂડ સેફટી એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટે પણ આ પ્રકારના તેલનો ઉપયોગ ન કરવાની ચેતવણી આપી છે.

તેલ અને ઘી ખોરાકનો સ્વાદ વધારે છે. આવો... જાણીએ સમગ્ર માહિતી

દેશી ઘી ફાયદાકારક
દેશી ઘીને લઈને ઘણાં રિસર્ચ કરવામાં આવ્યાં છે. દરરોજ 1-2 ચમચી ઘીનો ઉપયોગ કરવાથી હાર્ટ-એટેકનું કારણ બની શકે છે ને કિડનીને નુકસાન થઇ શકે છે. તો ઘણાં રિસર્ચમાં સામે આવ્યું છે કે જો ચોક્કસ પ્રમાણમાં ઘી ખાવામાં આવે તો યાદશક્તિ વધે છે ને વજન નિયંત્રણમાં રહે છે.

તેલ અને ઘીનો ઉપયોગ ખોરાક બનાવવામાં કરવામાં આવે છે...
હજારો વર્ષોથી વપરાતા વનસ્પતિ તેલમાં વર્ષ 1900ની શરૂઆત સાથે મોટો ફેરફાર થયો. એ સમયે વનસ્પતિ તેલને લાંબા સમય સુધી સાચવવું મુશ્કેલ હતું. જર્મનીમાં વિલ્હેમ નોર્મને એને હાઇડ્રોજનેશન દ્વારા શોધી કાઢ્યું હતું, એટલે કે વનસ્પતિ તેલને હાઇડ્રોજનની હાજરીમાં ખાસ રીતે પ્રોસેસ કરવામાં આવે છે.

હાર્ટ માટે વનસ્પતિ ઘી સારું નથી
વનસ્પતિ ઘી મોટા ભાગે પામ તેલમાંથી બનાવવામાં આવે છે. એમાં ટ્રાન્સ ફેટનું પ્રમાણ ખૂબ વધારે હોય છે. ડાયટિશિયન કામિની સિન્હાએ જણાવ્યું હતું કે તે શરીરમાં ખરાબ કોલેસ્ટેરોલને વધારે છે અને સારા કોલેસ્ટેરોલને ઘટાડે છે. વેજિટેબલ ઘી હૃદય માટે સારું નથી. એનાથી હૃદયમાં બ્લોકેજ થઈ શકે છે.

નારિયેળ તેલથી હાર્ટની ધમનીઓ બ્લોક થાય છે
નાળિયેર તેલમાં ચરબી અને પામિટિક એસિડ વધુ હોય છે, જે લોહીમાં ખરાબ કોલેસ્ટેરોલને વધારે છે, જે હૃદયની ધમનીઓમાં અવરોધનું મુખ્ય કારણ છે.

ઓલિવ ઓઇલ ફાયદાકારક છે
ઓલિવ ઓઈલમાં તત્ત્વોને કારણે કેન્સરનું જોખમ 31 ટકા ઘટાડી શકે છે. યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ હેલ્થની શાખા નેશનલ સેન્ટર ફોર બાયોટેક્નોલોજી ઇન્ફર્મેશન પર જાન્યુઆરી 2022માં પ્રકાશિત એક રિપોર્ટ અનુસાર, આ તેલ કેન્સર સામે રક્ષણ આપે છે.

ખાવા માટે ઘણા પ્રકારનાં તેલનો ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ બધાના ગુણધર્મો અલગ-અલગ હોય છે.તો જાણો એનો ઉપયોગ કેવી રીતે કરવો...

બધાં જ તેલના અલગ-અલગ ગુણ
રાઈસ બ્રેન ઓઈલ શરીરમાં શુગર લેવલને જાળવી રાખે છે. ખરાબ કોલેસ્ટેરોલને દૂર કરે છે. આ ઓઇલમાં વિટામિન-ઇ હોય છે. ત્વચાની ચમક જાળવી રાખે છે. એ ઓરલ હેલ્થ અને એલર્જી માટે પણ સારું છે. અળસીના તેલમાં ઓમેગા -3 ફેટી એસિડ્સ, મેગ્નેશિયમ હોય છે. એ કેન્સર, ડાયાબિટીસ અને હૃદય રોગનું જોખમ ઘટાડે છે. સૂર્યમુખી તેલ પણ શ્રેષ્ઠ છે. એમાં મોનોઅનસેચ્યુરેટેડ ફેટ અને પોલીઅનસેચ્યૂરેટેડ ફેટ બંને હોય છે.

એક તેલનો વારંવાર ઉપયોગ ન કરો
અમેરિકામાં કેન્સર પર સંશોધન કરી રહેલા વરિષ્ઠ વૈજ્ઞાનિક મહેન્દ્ર કે.સિંહે જણાવ્યું હતું કે એકવાર તેલને વધારે આંચ પર ગરમ કર્યા પછી બાકીના તેલનો ફરીથી ઉપયોગ કરશો નહીં. એ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. ઓલિવ ઓઇલ અને મેડેટેરેનિયમ ડાયટ સૌથી બેસ્ટ માનવામાં આવે છે.