દહીં ખાઓ, રોગ ભગાવો:દહીંમાં જીરું, મરી, સંચળ અને સિંધાલૂણ મિક્સ કરીને ખાવાથી અનેક બીમારીઓ દૂર થાય છે, ખાતાં પહેલાં રાખો આ ધ્યાન

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

ભારતીયો કોઈપણની સાથે દહીં અને છાસ તો અચૂક લેતા હોય છે. દહીં સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક માનવામાં આવે છે. દહીંમાં કેલ્શિયમ, પ્રોટીન અને વિટામિન લેક્ટોઝ, આયર્ન અને ફોસ્ફરસ હોવાને કારણે ચહેરા, વાળ અને અન્ય સ્વાસ્થ્યની દૃષ્ટિએ ફાયદાકારક છે. ભૂતપૂર્વ મેડિકલ ઈન્ચાર્જ, યુનાની ડૉ. સુબાસ રાય પાસેથી દહીં ખાવાના ફાયદા અને ગેરફાયદા જાણીએ...

દહીં અને જીરું :
જે લોકોને વજન વધારાની સમસ્યા હોય તો દહીંમાં જીરું મિક્સ કરીને ખાવાથી વજન ઓછું થાય છે. આ માટે પહેલા જીરાને શેકીને પીસી લો, બાદમાં દહીં સાથે મિક્સ કરીને ખાઓ.

દહીં અને ખાંડ :
દહીં સાથે ખાંડ મિક્સ કરીને ખાવામાં આવે તો કફની સમસ્યા દૂર થાય છે અને શરીરને ઊર્જા મળે છે. તો ઘણા લોકો ઘરેથી બહાર નીકળતાં પહેલાં દહીં અને ખાંડ ખાઈને જતા હોય છે.

દહીં અને સિંધાલૂણ :
જે લોકો એસિડિટીની સમસ્યાથી ત્રસ્ત હોય તેમણે દહીંમાં સિંધાલૂણ મિક્સ કરીને ખાવું જોઈએ.

દહીં અને અજમો :
દાંતની સમસ્યાથી મુક્તિ મેળવવા માટે દહીં અને અજમાને એકસાથે ખાવાં જોઈએ. જો મોઢામાં ચાંદાં હોય તોપણ દહીં અને અજમો ખાવાથી રાહત મળે છે.

દહીં અને મરી :
જે લોકોને કબજિયાતની સમસ્યા હોય તેઓ દહીંમાં કાળા મરી મિક્સ કરીને ખાવાથી પાચન બરાબર થાય છે. વાળ ખરવાની સમસ્યાથી છુટકારો મેળવવા માટે પણ દહીં અને કાળાં મરી અસરકારક છે.

પેટ માટે ફાયદાકારક
આજની ભાગદોડભરી જિંદગીમાં ખાવા-પીવામાં ધ્યાન આપી શક્તા નથી, જેના કારણે પેટમાં અનેક પ્રકારની સમસ્યાઓ થાય છે, પેટની કોઈપણ સમસ્યામાંથી છુટકારો મેળવવા માટે દહીં અચૂક ખાવું જોઈએ.

પ્રોટીન ભરપૂર પ્રમાણમાં હોય
દૂધની સરખામણી દહીંમાં પ્રોટીન હોય છે. શરીરમાં ઊર્જા વધારવા, ત્વચા અને વાળને સ્વસ્થ રાખવા માટે પ્રોટીન ખૂબ જ જરૂરી છે. શાકાહારી લોકો માટે દહીં પ્રોટીનનો બેસ્ટ વિકલ્પ છે.

હાડકાં મજબૂત બને
દહીંમાં ભરપૂર પ્રમાણમાં કેલ્શિયમ હોય છે, જેનાથી હાડકાં અને દાંત મજબૂત થાય છે. સાંધાના દુખાવામાં પણ દહીં ફાયદાકારક છે.

એનર્જી અને સ્ટેમિના વધે
દહીંમાં રહેલાં પોષક તત્ત્વો શરીરની એનર્જી અને સ્ટેમિના વધારે છે. શારીરિક નબળાઈ દૂર કરવા માટે પણ દહીં એક સુપરફૂડ છે.

દહીં ફાયદાકારક છે.
દહીં ફાયદાકારક છે.

ઇમ્યુનિટી વધારે
ઇમ્યુનિટી વધારવા માટે દહીંનું સેવન કરો. દહીંમાં રહેલા બેક્ટેરિયા શરીરને ઝેરી તત્ત્વો સામે લડવામાં અને રોગપ્રતિકારક શક્તિને વધારવામાં મદદ કરે છે. દહીંમાં રહેલાં પોષક તત્ત્વો રોગપ્રતિકારક શક્તિ પણ વધારે છે.

સ્થૂળતા ઓછી કરે
દહીંમાં રહેલું પ્રોટીન અને કેલ્શિયમ સ્થૂળતા ઘટાડે છે. જે લોકોને વજન ઘટાડવું હોય તેમણે દહીંમાં ખાંડને બદલે સંચળ અથવા તો સિંધાલૂણ નાખવું જોઈએ. ફક્ત દહીં જ નહીં, પરંતુ છાશ પણ વજન ઘટાડવામાં મદદ કરે છે.

લિવરની સમસ્યામાંથી મળશે છુટકારો
દહીંમાં રહેલા પ્રોબાયોટિક્સ સારા બેક્ટેરિયા શરીરમાંથી ઝેરી તત્ત્વોને બહાર કાઢવાનું કામ કરે છે, જે લિવર માટે ફાયદાકારક છે.

ચિંતા ઓછી કરે છે
દહીં ખાવાનો એક ફાયદો એ પણ છે કે એનાથી મનને આરામ મળે છે અને તનાવ ઓછો થાય છે. દહીંમાં રહેલા પ્રોબાયોટિક્સ માનસિક સ્વાસ્થ્ય માટે પણ સારા છે.

ભૂખ વધારે છે
જે લોકોને ભૂખ ઓછી લાગતી હોય અથવા કંઈપણ ખાવાનું મન ન થતું હોય તે લોકોને દહીં ખાવાની સલાહ આપવામાં આવે છે. દહીંમાં સંચળ મિક્સ કરીને ખાવાથી ભૂખ લાગે છે.

પ્રેગ્નન્સીમાં દહીં ખાવું માતા અને બાળક બંને માટે ફાયદાકારક છે.
પ્રેગ્નન્સીમાં દહીં ખાવું માતા અને બાળક બંને માટે ફાયદાકારક છે.

પ્રેગ્નન્સીમાં દહીં ફાયદાકારક
ગર્ભાવસ્થામાં દહીં ખાવું કેમ ફાયદાકારક છે? માતા અને ગર્ભસ્થ બાળકને દહીંથી શું ફાયદા થાય છે એ ચાલો... જાણીએ...

ગર્ભાવસ્થા દરમિયાન એક દિવસમાં કેટલું દહીં ખાવું જોઈએ
પોષણ અને પ્રોબાયોટિક્સથી ભરપૂર ડાયટ સાથે સારી ગુણવત્તાનું દહીં ખાતા હોવ તો તમે દિવસમાં ત્રણ નાના વાડકા દહીં ખાઈ શકો છો, એટલે કે 200થી 300 ગ્રામ દહીં આખા દિવસ દરમિયાન ખાઈ શકો છો.

આવો... જાણીએ ફાયદા...

  • રોગપ્રતિકારક શક્તિ વધારવામાં માટે દહીં ખૂબ જ ફાયદાકારક છે.
  • ગર્ભાવસ્થા દરમિયાન દહીં ખાવાથી પાચનક્રિયામાં સુધારો થાય છે અને હાડકાં પણ મજબૂત થાય છે.
  • ગર્ભાવસ્થા દરમિયાન દહીંનું સેવન કરવાથી શરીરનું તાપમાન કંટ્રોલમાં રહે છે.
  • શારીરિક અને માનસિક સમસ્યાઓને કંટ્રોલ કરવામાં પણ દહીં ફાયદાકારક છે.
  • ગર્ભાવસ્થા દરમિયાન એસિડિટી, પેટમાં બળતરાની ફરિયાદો વધી જાય છે. ત્યારે દહીં ખાવાથી આ સમસ્યામાંથી છુટકારો મળે છે.
  • જો તમને ગર્ભાવસ્થા દરમિયાન દહીં ખાવામાં કોઈ સમસ્યા હોય તો તમારા ડૉક્ટરની સલાહ લો. ખાલી પેટે દહીં ખાવાથી પેટની સમસ્યા થાય છે.

દહીં ખાવા માટે આ સમય છે બેસ્ટ
આપણા દેશમાં દહીં લગભગ દરેક ઘરમાં ખાવામાં આવે છે, તેમ છતાં કેટલાક લોકોને ખબર નથી હોતી કે દહીં ખાવાનો યોગ્ય સમય કયો છે અથવા દહીં ક્યારે ખાવું જોઈએ. ખોટા સમયે દહીં ખાવાથી ફાયદાની બદલે નુકસાન થઈ શકે છે.

સવારે અથવા સાંજે ખાઓ દહીં
આયુર્વેદમાં કહેવામાં આવ્યું છે કે દહીંનું સેવન રાત્રે ક્યારેય ન કરવું જોઈએ. રાત્રે દહીં ખાવાથી શરદી, ખાંસી, ગળામાં દુખાવો, તાવ જેવી સમસ્યાઓ થઈ શકે છે. સૂર્યાસ્ત પછી દહીંનું સેવન ન કરવું જોઈએ.

દહીં ખાવાની આ રહી સાચી રીત

  • દહીંનું સેવન ખાંડ કરતાં સાકર સાથે કરવું વધુ ફાયદાકારક માનવામાં આવે છે.
  • દહીંનું સેવન મીઠાને બદલે સિંધાલૂણ અથવા સંચળ સાથે કરવું વધુ ફાયદાકારક છે.
  • સૂર્યાસ્ત પછી દહીં ખાવાની ભૂલ ન કરવી જોઈએ.
  • તાવ આવતો હોય ત્યારે પણ દહીંનું સેવન ન કરો
  • ચોમાસાની ઋતુમાં પણ દહીંનું સેવન ન કરવું જોઈએ
  • દહીંની તાસીર ઠંડી છે, તેથી એની સાથે ખૂબ ગરમ વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ.

દહીં ખાવાથી થાય છે નુકસાન
રાત્રે દહીં ખાવાથી શરદી અને તાવ આવે છે. ખાલી પેટે દહીં ખાવાથી પેટની સમસ્યા થઈ શકે છે. માંસ અને માછલી સાથે દહીં ખાવાથી ચામડીના રોગો થઈ શકે છે. તાવમાં દહીંનું સેવન નુકસાનકારક છે.

ડિસ્ક્લેમર : આ લેખ સામાન્ય જાણકારી માટે છે. વધુ જાણકારી માટે ડોક્ટરની સલાહ અચૂક લેવી.