લાંબી ઉંમરની ફોર્મ્યુલા:જંકફૂડની જગ્યાએ પ્લાન્ટ બેઝ્ડ કાર્બોહાઈડ્રેટ અને ફેટ લો, આનાથી 100 વર્ષ જીવવું પણ શક્ય બનશે

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

જીવનમાં તમને ઘણીવાર ‘જુગ-જુગ જિયો’નો આશિર્વાદ મળ્યો હશે પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે, આટલી લાંબી ઉંમર કેવી રીતે મેળવી શકાય? વિશેષજ્ઞોનું કહેવું છે કે, 100 વર્ષનું જીવન સંભવિત છે પણ તમારે તેના માટે એક ‘આદર્શ ડાયટ’ને ફોલો કરવી જરુરી છે. યૂનિવર્સિટી ઓફ વિસ્કોન્સિનના પ્રોફેસર રોજલિન એન્ડરસન અને USC લિયોનાર્ડ ડેવિસ સ્કૂલના પ્રોફેસર વાલ્ટર લોન્ગોએ છેલ્લા 10 વર્ષમાં પોષણ પર થયેલી અનેક રિસર્ચને સ્ટડી કરી. તેનો નિચોડ વર્તમાન સમયમાં જર્નલ સેલમાં પ્રકાશિત થયો છે.

ડાર્ક ચોક્લેટ અને નટ્સ ખાવાથી ઉંમર વધશે
સંશોધનકર્તાઓએ એવા ભોજનની શોધ કરી છે કે, જેને ખાઈને લાંબા સમય સુધી જીવી શકાય છે. તેમના મત મુજબ પ્લાન્ટ બેઝ્ડ કાર્બોહાઈડ્રેટ અને ફેટયુક્ત ભોજનનું પ્રમાણ વધારી અને પ્રોસેસ્ડ ફૂડને ઓછું કરીને તમે લાંબુ જીવન જીવી શકો. એન્ડરસનની માનીએ તો મોટાભાગે ઉપવાસ અને બીજા ભોજનને વજન ઘટાડવાના સંદર્ભમાં જોવામાં આવે છે પણ તે લાંબુ જીવન જીવવા માટે પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે.

વિશેષ વાત તો એ છે કે, સંશોધનકર્તાઓએ લાંબી ઉંમર માટે ડાર્ક ચોકલેટની મહત્વપૂર્ણ માની છે. તેમના મત મુજબ તમારી રોજની 30% કેલરી નટ્સ, ઓલિવ ઓઈલ અને અમુક ડાર્ક ચોકલેટથી આવવી જોઈએ.

રેડ મીટ અને સુગર સામે રક્ષણ મેળવવું જરુરી
સંશોધકો એ પણ સલાહ આપે છે કે, રેડ મીટ અને પ્રોસેસ્ડ મીટની સાથોસાથ રિફાઈન્ડ અનાજ અને સુગરથી પોતાની જાતને સુરક્ષિત રાખવી ખૂબ જ જરુરી છે. પ્રોસેસ્ડ ફૂડની જગ્યાએ તમે તમારા જીવનમાં પ્લાન્ટ બેઝ્ડ ફૂડને ઉમેરીને તમારા જીવનમાં વધારાના 10 વર્ષ ઉમેરી શકો. સંશોધનકર્તાઓએ એ પણ સલાહ આપી કે, અનેક પ્રકારના પ્રોટિવ અને એમિનો એસિડથી હોર્મોન પ્રોડક્શન વધારી શકાય અને શરીરની જૈવિક પ્રક્રિયાને ઝડપી બનાવી શકાય. તેનાથી તમારા શરીરમાં નબળાઈ ઝડપથી આવી જાય.

ઈન્ટરમિટેન્ટ ફાસ્ટિંગ કરવું સ્વાસ્થ્ય માટે સારું
સંશોધનકર્તાઓએ ઈન્ટરમિટેન્ટ ફાસ્ટિંગ અને એકથી વધુ દિવસ ફાસ્ટિંગ કરવાની સલાહ પણ આપી છે. તેમના મત મુજબ દરરોજ 11-12 કલાકના અંતરમાં ખાવાથી બચો. 12 કલાક સુધી ફાસ્ટિંગ કરવું યોગ્ય છે. દર 3-4 મહિનામાં 1 દિવસથી વધુ ઉપવાસ કરવામાં આવે તો ઘણી મદદ મળી શકે.

આ આદર્શ થાળીને ફોલો કરશો તો વહેલી વૃદ્ધાવસ્થા નહી આવે
55% અનરિફાઈન્ડ કાર્બોહાઈડ્રેટ:
ઓટ્સ
5% પ્રોટિન: ઓટ્સ
30% પ્લાન્ટ બેઝ્ડ ફેટ: જેતુનનું ઓઈલ, સૂકામેવા, ચિયા, ડાર્ક ચોકલેટ, કોકોનટ અને એવોકાડો