તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દેશમાં અને ગુજરાતમાં કોરોનાના કેસ ફરીથી વધી રહ્યા છે. એમાંય ગુજરાતમાં તો કોરોનાના કેસોએ રેકોર્ડબ્રેક સપાટી કુદાવી છે. ઉપરથી ઠંડી પણ વધી રહી છે, તેની સાથે શિયાળામાં કોરોના વધુ વકરશે તેવી ભીતિ પણ સેવાઈ રહી છે. આ અંગે દિવ્ય ભાસ્કરે અમદાવાદની સ્ટાર હોસ્પિટલના ઈન્ટેન્સિવિસ્ટ અને ક્રિટિકલ કેસ સ્પેશ્યાલિટ ડૉ. પુનીત રાવલ તેમજ ન્યુટ્રિશનિસ્ટ રીટા ભારદ્વાજ સાથે વાત કરી જાણવાનો પ્રયાસ કર્યો કે, આવી સ્થિતિ કેમ ઊભી થઈ અને આ પરિસ્થિતિમાં બચાવ અને તકેદારી માટે શું કરવું જોઈએ.
અચાનક કેમ કોરોનાનાં કેસ વધ્યા?
ડૉ. રાવલે જણાવ્યું કે, અત્યારે જે પીક છે તેનો સીધો સંબંધ દિવાળી સાથે છે. દિવાળીમાં લોકોનો એકબીજાને મળવાનો સમય પણ વધી ગયો હતો. લોકો એકબીજાના સંપર્કમાં આવ્યા અને કોરોનાના કેસ વધ્યા. શિયાળામાં રેસ્પિરેટરી ડિસીઝ થતાં હોય છે, પણ તેના માટે અત્યારે કોઈ એવું કારણ સામે ચઢીને આવતું નથી. કોઈ એક જ કારણથી વધે તેવું નથી. પોલ્યુશન, શિયાળો, મીટિંગ, સોશિયલ ડિસ્ટન્સિંગનો અભાવ, શોપિંગ આ બધાં કારણો ભેગાં થાય ત્યારે જ આવો પીક આવે. તેથી કોઈ એક કારણને લીધે અત્યારે કોરોનાના કેસ વધ્યા છે તેવું ન કહી શકાય.
જો તમે કોઈ કોરોના પોઝિટિવ વ્યક્તિના સંપર્કમાં આવો તો શું કરવું?
'ધારો કે, કોરોનાના કારણે મને પહેલાં તાવ આવ્યો હોય તો એના સાત દિવસ અગાઉ પણ તે ફેલાતો હોય છે. એટલે તાવ આવ્યા પછી ખબર પડે કે આ વ્યક્તિને કોરોના છે તો એ વ્યક્તિથી સામાજિક અંતર રાખવું જોઇએ. તે ઉપરાંત જો કોરોના સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવો, તો પહેલાં એ ધ્યાન રાખવું કે શું તમને તાવ આવે છે કે નહીં, શરીરમાં દુખાવો થાય છે કે કેમ. શરદી-ઉધરસ થાય છે કે નથી થતી. જો આ ત્રણમાંથી કોઈ એકપણ લક્ષણ દેખાય તો તરત ડૉક્ટરની સલાહ લઈને કોરોના માટે ટેસ્ટિંગ કરાવવું.' ડૉ. પુનીતે કહ્યું કે, કોરોના છે કે સામાન્ય ફ્લુ એ માટે ટેસ્ટિંગ કરાવવું જરૂરી છે. ઘણી વખત કોરોના હોય, તો પણ RT-PCR ટેસ્ટ પોઝિટિવ આવે છે, પરંતુ કોરોના ન હોય તો ક્યારેય પણ ટેસ્ટ પોઝિટિવ નથી આવતો. ઘણી વખતે એસિમ્પ્ટોમેટિક કેરિયર હોવાથી રિપોર્ટ પોઝિટિવ આવે છે.
કોરોનાનાં લક્ષણ
કોરોના થવો અને કોરોનાથી નુકસાન થવું એ બંનેમાં ફરક છે
કોરોના થવાની સૌથી વધુ શક્યતા એવા લોકોને છે જેઓ ઘણાબધા લોકોને મળે છે. તેથી 25થી 45 વર્ષની ઉંમરના લોકો સરેરાશ 15થી 20 લોકોને મળતા હોય છે. એટલે એમને કોરોનાનો ચેપ લાગવાની બહોળી સંભાવના છે. તેમજ બાળકોને પણ કોરોના થવાની સંભાવના વધારે છે. કેમ કે, તેઓ હંમેશાં ટોળામાં રમતાં હોય છે અને એ લોકોમાં લક્ષણો વધારે નથી હોતાં. તેથી એ લોકો દ્વારા બીજા લોકોને કોરોના થવાનું વધારે જોખમ રહે છે. તે ઉપરાંત 50થી 60 વર્ષની ઉંમરના લોકો માટે કોરોના જોખમી છે. ભલે એ લોકો ઘરની બહાર વધારે ન નીકળતા હોય પરંતુ કોઈ બહારની વ્યક્તિના સંપર્કમાં આવવાથી તેમને કોરોના થવાની સંભાવના વધારે રહે છે, કેમ કે તેમની ઈમ્યુનિટી સિસ્ટમ એટલી મજબૂત નથી હોતી જેટલી યુવાનોમાં અને બાળકોમાં હોય છે. તેથી ઘરમાં કોઈપણ વડીલને મળતાં પહેલાં બહારથી આવો ત્યારે કપડાં સેનિટાઈઝ કરવાં, અથવા સ્નાન કરી લેવું ત્યારબાદ જ વૃદ્ધ લોકોને મળવું.
ઓક્સિજનની જરૂર ક્યારે પડે?
વધુમાં તેમણે કહ્યું કે, કોરોનાથી ઓક્સિજનની જરૂર એ લોકોને વધારે પડે છે જેમને કોરોના થયા પછી યોગ્ય રીતે સંભાળ નથી રાખી અને ઈમ્યુનિટી ઓછી થઈ ગઈ છે. તેમને બીજા સપ્તાહમાં ઓક્સિજનની જરૂર પડે છે. પહેલા સપ્તાહમાં કોરોનાનો ચેપ લાગે એના બીજા સપ્તાહમાં ફેફસાં પર કોરોના અસર કરે છે. સાર-સંભાળમાં જો થોડું પણ ધ્યાન ચૂક કરશો તો કોરોના થશે. જોકે, 40 વર્ષથી ઓછી ઉંમરના લોકોમાં લક્ષણો 1 અઠવાડિયા સુધી જ રહેશે. પછી નહીં રહે. 50 વર્ષથી વધુની ઉંમરના લોકોને કોરોના થવાની શક્યતા વધારે છે, તેમજ કોરોનાથી નુકસાન થવાની સંભાવના પણ વધારે રહે છે.
હાઇજીનનું ખાસ ધ્યાન રાખવું જોઈએ
અમદાવાદનાં ન્યુટ્રિશિયન રીટા ભારદ્વાજે કહ્યું કે, કોરોનાવાઈરસથી બચવા માટે સૌથી પહેલાં પર્સનલ હાઈજીનનું ધ્યાન રાખવું અને ઈમ્યુનિટી વધારવી એટલે કે એક્સટર્નલ ફેક્ટર્સ અને ઈન્ટરનલ ફેક્ટર્સ બંને વસ્તુઓને કંટ્રોલમાં રાખવાની છે. એક્સટર્નલ ફેક્ટર્સ એટલે કે ઈન્ફેશન થવાથી પોતાની જાતને બચાવવાની છે. તે માટે માસ્ક પહેરવો, સેનિટાઈઝરથી હાથ સાફ રાખવા. તેમજ કોઈપણ વ્યક્તિનો ચેપ આપણને ન લાગે તે માટે ધ્યાન રાખવું તે એક્સટર્નલ ફેક્ટર્સ છે.
એક્સટર્નલ ફેક્ટર્સ
ફળ અને શાકભાજીની સંભાળ
1. પોટેશિયમ પરમેંગેનેટ
ખાદ્યસામગ્રીને જંતુમુક્ત કરવા માટે પોટેશિયમ પરમેંગેનેટનો ઉપયોગ કરી શકાય. તેનાથી શાકભાજી અને ફ્રૂટને સાફ કરવાથી 90 ટકા સુધી જર્મ્સ નથી રહેતા. પોટેશિયમ પરમેંગેનેટ પાઉડર સ્વરૂપે પણ આવે છે. જો કે તે એક પ્રકારનું પોઇઝન હોય છે, પણ તેનો યોગ્ય રીતે અને યોગ્ય પ્રમાણમાં ઉપયોગ કરવાથી શાકભાજી અને ફ્રૂટને 99 ટકા સુધી જર્મ્સ ફ્રી કરે છે. યાદ રહે, તેનો 0.1 ટકા જેટલો જ તેનો ઉપયોગ કરવો. એક ડોલ પાણીમાં માંડ એક ચપટી પાવડર નાખવો અને તેમાં 15 મિનિટ સુધી શાકભાજી અને ફ્રૂટને પલાળીને રાખવા. ત્યારબાદ તેમાંથી કાઢીને તેને સ્વચ્છ પાણીથી ધોઈ નાખવા.
2. ખાવાનો સોડા
ગરમ પાણીમાં શાકભાજી અને ફ્રૂટને પલાળીને રાખવા અને તેમાં ખાવાનો સોડા નાખવો. 10થી 15 મિનિટ સુધી પાણીમાં રાખવા. ત્યારબાદ તેમાંથી શાકભાજી અને ફળોને કાઢી લેવા તેનાથી બધા જીવાણું નથી મરતા, પરંતુ અમુક હદ સુધી શાકભાજીના બેક્ટેરિયા નષ્ટ થઈ જાય છે.
3. વિનેગર અને મીઠું
ગરમ પાણીમાં એક ચમચી વિનેગર અને એક ચમચી મીઠું નાખવું. તેની અંદર 15થી 20 મિનિટ માટે શાકભાજીને પલાળીને રાખવાં. ત્યારબાદ તેને સ્વચ્છ પાણીથી ધોઈને તેનો ઉપયોગ કરવો. ખાસ ધ્યાન રાખવું કે શાકભાજી અને ફ્રૂટને સુકાવા માટે રાખવા અને 24 કલાક સુધી તેનો ઉપયોગ ન કરવો.
ઈન્ટર્નલ ફેક્ટર્સ
દરેક વ્યક્તિની ઈમ્યુનિટી એટલે કે રોગો સામે લડવાની ક્ષમતા અલગ અલગ હોય છે. ઈમ્યુનિટી વધારવા માટે આપણા શરીરમાં કેટલાક ફાઈટર સેલ્સ હોય છે. ફાઈટર સેલ્સ એટલે કે બીમારીની સામે લડતા કોષો. જેને T સેલ્સ કહેવામાં આવે છે.
ઇમ્યુનિટી કેમ વધારવી?
લંગ્સને સ્ટ્રોંગ બનાવો
પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.