એક્સપર્ટની સલાહ:મેનોપોઝ દરમિયાન બર્થ કંટ્રોલ માટે ગર્ભનિરોધક દવા પીવી જોઈએ કે નહીં?

શ્વેતા કુમારી12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જો સંપૂર્ણ પરિવાર હોય અને બાળક ના જોઈતું હોય તો પિલ્સ લેવી એ સારો ઓપ્શન છે

ગર્ભનિરોધક દવાના ઉપયોગને લઈને મોટાભાગની મહિલાઓ મૂંઝવણમાં રહે છે. ફેમિલી પ્લાનિંગ અને પોતાના સ્વાસ્થ્ય વિશે વિચારીને તે હંમેશાં મૂંઝવણમાં રહે છે કે તેણે ઓરલ કોન્ટ્રસેપ્ટિવ પિલ્સ લેવી જોઈએ કે નહીં? જો કે, મોટાભાગના ડૉક્ટર્સ આ પિલ્સને સ્વાસ્થ્યની નજરે સુરક્ષિત અને બર્થ કંટ્રોલ માટે બેસ્ટ ઓપ્શન માને છે. ઘણી મહિલાઓને એક પ્રશ્ન હોય છે કે પેરિ-મેનોપોઝ દરમિયાન કોન્ટ્રસેપ્ટિવ પિલ્સ લેવાની જરૂર છે કે નહીં? આ ગંભીર પ્રશ્નનો જવાબ આપી રહ્યા છે નવી મુંબઈ સ્થિત રિલાયન્સ હોસ્પિટલની કન્સલ્ટન્ટ ગાયનેકોલોજિસ્ટ ડૉ. અનૌષ્કા બાગુલ.

પેરિ-મેનોપોઝની ઉંમર નક્કી નથી
ડૉ. બાગુલે કહ્યું, દરેક મહિલાની ફર્ટીલિટી પર નિર્ભર કરે છે કે તેઓ કઈ ઉંમર સુધી માતા બની શકે છે. એક ફિક્સ ટાઈમ પીરિયડની વાત કરીએ તો મહિલાઓ 40થી 60 વર્ષની ઉંમરમાં ગમે ત્યારે મેનોપોઝની સ્થિતિમાં આવી શકે છે. ક્યારે ગર્ભનિરોધક દવા બંધ કરવી તે કઈ નક્કી નથી પણ અનિચ્છનીય પ્રેગ્નન્સીથી બચવા માટે આનો ઉપયોગ કરવો જરૂરી છે. જ્યાં સુધી પીરિયડ્સ પૂરા ના થઈ જાય ત્યાં સુધી ગર્ભનિરોધક દવા લેવામાં કોઈ ખોટું નથી. જો મેનોપોઝ સ્ટેજમાં કોઈ મહિલા અનિયમિત પીરિયડ્સની તકલીફમાંથી પસાર થતી હોય તો ગર્ભનિરોધક દવા લેવી જોઈએ કે નહીં? આના જવાબમાં ડૉ. બાગુલે કહ્યું, આનો સટીક જવાબ મેળવવા માટે ડોક્ટરને મળો જેથી તમને મેનોપોઝ સ્ટેજ વિશે ખબર પડે. જો કોઈ મહિલાને 6થી 12 મહિના સુધી પીરિયડ્સ ના આવતા હોય તો માની શકાય કે પીરિયડ્સ બંધ થઈ ગયા છે.

કયા ટેસ્ટ જરૂરી છે?
મેનોપોઝ સ્ટેજની ઉંમરમાં પીરિયડ્સ અનિયમિત હોવાના ઘણા કારણો હોય શકે છે. ઘણી વાર આ પેરિ-મેનોપોઝને લીધે થાય છે તો ઘણી વાર આ હોર્મોનલ ઈમબેલેન્સને લીધે પણ પીરિયડ્સમાં ગડબડ થાય છે. આ સ્થિતિમાં એક્સપર્ટ અબ્ડોમિનલ ઇન્ટ્રા વજાઈનલ ચેકઅપ કરાવે છે. આ ટેસ્ટથી ખબર પડે છે કે, પીરિયડ્સની ગડબડ સર્વાઇકલ, યુટરસ કે ઓવરી સાથે તો જોડાયેલી નથી ને! જો બધું યોગ્ય હોય તો ડોક્ટર સોનોગ્રાફી, અલ્ટ્રા સોનોગ્રાફી, પ્રોલેક્ટિન, હોર્મોનલ ટેસ્ટ, થાઈરોઈડ ટેસ્ટ કરાવવાની સલાહ આપે છે.

શું પેરિ-મેનોપોઝમાં ગર્ભનિરોધક દવા લેવી યોગ્ય છે?
ડૉ. બાગુલે જણાવ્યું, જો પરિવાર પૂરો થઈ ગયો હોય અને બાળક ના જોઈતા હોય તો પિલ્સ લેવી એ સારો ઓપ્શન છે. આ દરમિયાન 50 માઈક્રો ગ્રામથી પણ ઓછા એસ્ટ્રોજનવાળી લો ડોઝ પિલ્સ લઇ શકો છો. પેરિ-મેનોપોઝમાં ઘણી મહિલાઓને હેવી બ્લીડિંગથી તકલીફ થાય છે. તેવામાં હોર્મોનલ બેલેન્સ સારું કરવા માટે ડોક્ટર લો ડોઝ ઓરલ ગર્ભનિરોધક દવા લેવાની સલાહ આપે છે. તેનાથી અનિયમિત પીરિયડ્સની તકલીફ દૂર થાય છે. આ સ્ટેજમાં ગર્ભનિરોધક દવા લઇ શકાય છે, પરંતુ એક્સપર્ટને પૂછ્યા વગર કઈ ના કરવું જોઈએ. તેનાથી તકલીફ વધી શકે છે.

અન્ય સમાચારો પણ છે...