મેથેફોબિયા:મેથ્સની બીકે તમારાં બાળકો પણ આ બીમારીથી પીડિત તો નથી ને? જાણો કન્ટ્રોલ કરવાની રીત

એક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ધોરણ 7થી 10ના આશરે 82% વિદ્યાર્થીઓ મેથ્સથી ડરે છે
 • ટીનેજમાં ગણિતનો અભ્યાસ છોડવાથી તેની અસર સમજવા-વિચારવાની શક્તિ પર પડે છે

બે અને બે ચાર તો બધાને સરળ લાગે છે, પણ જ્યારે કેલ્ક્યુલસ, જિઓમેટ્રીની વાત આવે ત્યારે શું તમારા બાળકોને ગણિત વિષયથી ડર લાગે છે? ગણિતના પ્રશ્નો સોલ્વ કરવાના બહાના શોધે છે? જેમ-તેમ કરીએં તેમાં પાસ થવા ઈચ્છે છે? સ્વાભાવિક વાત છે, ઘણા પેરેન્ટ્સનો જવાબ હા હશે. ઘણા ઓછા બાળકોને આ સબ્જેક્ટ ગમે છે. ઘણા લોકો બીકને લીધે ભણે છે. હાલમાં જ ક્યૂમેથના રિપોર્ટમાં ખબર પડી છે કે, ધોરણ 7થી 10ના આશરે 82% વિદ્યાર્થીઓ મેથ્સથી ડરે છે. આ આંકડો જોખમી છે, કારણ કે મેથ્સ માત્ર બેસ્ટ સ્કોરિંગ સબ્જેક્ટ જ નહીં પણ કરિયરમાં પણ મેથેમેટિકલ સ્કિલ હોવી જરૂરી છે.

સેન્ટર ફોર ન્યૂરોસાયન્સ ઈન એજ્યુકેશનના રિપોર્ટ પ્રમાણે, મોટાભાગના બાળકો મેથ્સને લીધે સ્ટ્રેસનો સામનો કરે છે. પેરેન્ટ્સ અને સ્કૂલ ટીચર્સ આ સ્ટ્રેસનું મુખ્ય કારણ છે. બાળકો પહેલેથી જ આ સબ્જેક્ટને અઘરો સમજી લે છે. ઓછા માર્ક્સનો ડર તેમને સ્ટ્રેસમાં મૂકી દે છે. બાળકો મેથ્સ એન્ઝાયટીનો શિકાર થઇ રહ્યા છે.

મેથેફોબિયા શું છે?
વર્ષ 1953માં ‘મેથેફોબિયા’ શબ્દ મેથેમેટિશિયન મેરી ડિ લેલિસે દુનિયા સામે મૂક્યો હતો. તેમના વિદ્યાર્થીઓ મેથ્સથી ડરતા હતા. આ એક એવી બીમારી છે જે ખબર પડે તે પહેલાં જ ઘાતક બની જાય છે. બાળકોની સ્કૂલ શરૂ થાય ત્યારથી આ ડર શરૂ થઈ જાય છે. કેમ્બ્રિજ યુનિવર્સીટીની સ્ટડી પ્રમાણે, મેથ્સ એન્ઝાયટી છોકરાઓ કરતાં છોકરીઓમાં વધારે હોય છે. ઇંગ્લેન્ડમાં આષ્ટએ 17 હજાર બાળકો પર કરેલા રિસર્ચમાં બાળકોએ અન્ય સબ્જેક્ટ કરતાં મેથ્સને અઘરો ગણાવ્યો. ઓછા માર્ક્સ અને બીજા સાથેની કમ્પૅરિઝનથી બાળકોનો કોન્ફિડન્સ ઓછો થાય છે. અલગ-અલગ ક્લાસના બાળકોમાં એન્ઝાયટીનું લેવલ જૂદું હતું.

મેથ્સ માટે ડરનું કારણ
જે સબ્જેક્ટ બાળકો સમજી શકતા નથી તેને સરળતાથી ગોખી લે છેમ પરંતુ ગણિતમાં તો આ શક્ય નથી. કારણકે કોઈ પણ પ્રશ્નના દરેક સ્ટેપમાં મેથ્સની ફોર્મ્યુલા સમજવી જરૂરી છે. બાળકોને આ સ્ટેપ્સ ઉકેલવામાં તકલીફ પડે છે.મેથ્સમાં ઘણી બધી બ્રાન્ચ સામેલ થવાથી બાળકો પર ભાર વધે છે. ઘણા એવા ટોપિક પણ હોય છે જે બારમા ધોરણમાં ભણાવવામાં આવે છે.

આ ટિપ્સથી મેથ્સનો ડર દૂર થશે
મેથ્સ બાળકોને સરળતાથી આવડી જાય છે..મેથ્સ માત્ર હોંશિયાર બાળકો માટે છે..આવી બધી વાતોથી બાળકોના સેલ્ફ કોન્ફિડન્સ પર અસર પડે છે. ઘણા લોકો ડરને લીધે સરખું ભણી શકતા નથી. ઓક્સફોર્ડ યુનિવર્સીટીના રિસર્ચ પ્રમાણે, ટીનેજમાં ગણિતનો અભ્યાસ છોડવાથી તેની અસર સમજવા-વિચારવાની શક્તિ પર પડે છે. દિવ્ય ભાસ્કર સાથે વાતચીત દરમિયાન મેથ્સ એક્સપર્ટ મુકેશ કુમારે જણાવ્યું કે, બાયોલોજી, સાઇકોલોજી, સ્પોર્ટ્સ સાયન્સ, ઇકોનોમિક્સ ઉપરાંત ઇન્ડસ્ટ્રીની જરૂરિયાત સમજવા માટે મેથ્સ ઘણું જરૂરી છે. જો તમારા સંતાનને મેથ્સમાં રસ નથી તો તમારે હોંશિયારીથી કામ કરવું પડશે. મેથ્સમાં રસ દાખવવા આ ટિપ્સ ફોલો કરી શકો છો, તેનાથી બાળકો ડર જ દૂર નહીં થાય પણ તેઓ એક્સપર્ટ બની જશે..

 • બાળકોને સમજાવો મેથ્સ સૌથી સરળ સબ્જેક્ટ છે, સૌથી વધારે નંબર આ સબ્જેક્ટમાં આવી શકે છે.
 • ભણવા બેસે ત્યારે આજુબાજુ એકાંત હોવું જોઈએ, કોઈ ડિસ્ટબન્સ ના હોવું જોઈએ.
 • શરૂઆતમાં સરળ પ્રશ્નો સોલ્વ કરો.સ્ટેપ બાય સ્ટેપ હાર્ડ પ્રશ્નો સોલ્વ કરી શકશો.
 • મેથ્સમાં બેઝિક કોન્સેપ્ટ્સ ક્લિયર હોવા જરૂરી છે. વિદ્યાર્થીઓ મેથ્સની બેઝિક ફોર્મ્યુલા સમજવામાં વધારે ધ્યાન આપો.
 • આ સબ્જેક્ટમાં ગોખવાથી કામ નહીં થાય. આથી પ્રેક્ટિસ કરવાથી ફાયદો થશે અને સ્પીડ પણ વધશે.
 • જો કોઈ ચેપ્ટરમાં તકલીફ પડે તો તે સ્કિપ કરવાને બદલે તેની પર વધારે ફોકસ કરો.

મેથ્સમાં કરિયર બનાવવાના ઘણા ઓપ્શન

 1. ઈકોનોમિસ્ટ
 2. સોફ્ટવેર એન્જિનિયર
 3. સ્ટેટિસ્ટિક્સ
 4. કમ્પ્યુટર સિસ્ટમ એનાલિસ્ટ
 5. ચાર્ટર્ડ અકાઉન્ટ
 6. ઓપરેશન રિસર્ચ એનાલિસ્ટ
 7. બેન્કિંગ
 8. મેથેમેટિશિયન