આજકાલ મહિલાઓ તેના સ્વાસ્થ્યને લઈને ઘણાં સજાગ રહે છે. બધી મહિલાઓ સ્લિમ અને ફિટ રહેવા માંગે છે. જો એવું હોય તો એ જાણવું જરૂરી છે કે, ઘરથી ઓફિસ સુધી ઘણી એવી વસ્તુઓ છે જેનાથી સ્વાસ્થ્ય અને ફિટનેસ પર ખરાબ અસર પડે છે. ડાયટિશિયન નીતા શુક્લ એવી વસ્તુ વિશે જણાવે છે કે, જે વસ્તુ વધુ ખાઈ લેવાથી સ્વાસ્થ્ય અને ફિટનેસ બંને પર અસર કરે છે.
મગફળીથી વધી શકે છે કેલેરી
જો તમે કેલરી ઘટાડવાની કોશિશ કરો છો અને સ્વસ્થ વિકલ્પ તરીકે મગફળીનું સેવન કરો છો તો ફાયદાને બદલે નુકસાન થઇ શકે છે. મગફળી ખાવાથી કેલરી ઘટવાની બદલે વધે છે. શિંગનું આખું પેકેટ ખાવામાં ફક્ત 5 થી 10 મિનિટ લાગશે. પરંતુ શું તમે જાણો છો કે અડધા કપ શિંગમાં 430 કેલરી હોય છે. જ્યારે 430 કેલરી ઘટાડવા માટે 50 મિનિટ સુધી કાર્ડિયો અથવા કસરત કરવી પડે છે.
ફેટવાળું દહીં ખાવ છો તો થઇ શકે છે નુકસાનકારક
દરેક વ્યક્તિની પહેલી પસંદ દહીં હોય છે. મોટા ભાગના લોકો એમાં પણ ખાસ કરીને સ્ત્રીઓ ફેટવાળું દહીં ખાય છે. જો કે, હ્યુમન રિપ્રોડક્શન જર્નલમાં પ્રકાશિત એક અભ્યાસ મુજબ, જે મહિલાઓ ફેટવાળા ડેરી પ્રોડક્ટનો ઉપયોગ કરે છે. તે મહિલાઓમાં ઓવુલેટરી વંધ્યત્વનું 85 ટકા ઊંચું જોખમ જોવા મળ્યું હતું. તેથી ફૂલ-ફેટ દહીંને બદલે પ્લેન દહીં અથવા તો ગ્રીક યોગર્ટનું સેવન કરો.
વજનમાં થાય છે વધારો
ડ્રાયફ્રૂટ સ્વાસ્થ્ય માટે સારું માનવામાં આવે છે, પરંતુ ઘણા ડ્રાયફ્રૂટમાં કેલેરી વધુ પ્રમાણમાં જોવા મળે છે. ડ્રાયફ્રૂટ સરળતાથી આપણે ખાઈ લેતા હોય છે. પરંતુ જો તમે દરરોજ બદામ અને ડ્રાયફ્રુટનું સેવન કરો છો તો તમારું આસાનીથી વજન વધી શકે છે.
ચા અને કોફીથી પણ વજન વધી શકે છે
જો તમે ઑફિસમાં કામ દરમિયાન ફ્રેશ રહેવા માટે ચા અને કોફીનું સેવન કરો છો, તો આ આદત તમને મોંઘી પડી શકે છે. વધુ દૂધવાળી ચા અને ક્રીમ વાળી કોફીના કપમાં ઓછામાં ઓછી 80-100 કેલરી હોય છે. જો તમે ખાવા ઉપરાંત બે કે ત્રણ કપ કોફી અથવા ચા પીતા હોય તો સરળતાથી તમારું વજન વધી શકે છે.
બિસ્કિટ ખાવાથી બચો
બિસ્કિટમાં રિફાઈન્ડ તેલ, ખાંડ અને સફેદ લોટનો સમાવેશ થાય છે. આ ખરાબ કેલરી અને વજનમાં વધારવા માટે માટે પૂરતું છે. એક ચોકલેટ બિસ્કિટમાં 100 કેલરી અને 3-4 ગ્રામ ચરબી હોય છે, આપણે દિવસમાં ઓછામાં ઓછા બેથી ત્રણ વખત જોયા વગર ખાઈ લઈએ છીએ. જેનાથી સરળતાથી વજન વધી શકે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.