હવે આંખો પણ સુરક્ષિત નથી:ડ્રાય આઈ પણ કોરોનાનું લક્ષણ, કોરોનાની ઝપેટમાં આવેલા દર 5માંથી 1 વ્યક્તિને શુષ્ક આંખની સમસ્યા

4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શુષ્ક આંખોની બીમારીમાં, આંસુ કાં તો બનતા નથી અથવા ઝડપથી સુકાઈ જાય છે

આમ તો કોરોનાનાં લક્ષણોમાં ઉધર, શરદી, તાવ આવે છે, પરંતુ હવે ઝાંખું દેખાવું અને ડ્રાય આઈ પણ સંક્રમણ સંબંધિત સમસ્યા બની રહી છે. તાજેતરમાં હોંગકોંગની ચાઇનીઝ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ એક સંશોધનમાં જણાવ્યું છે કે કોરોનાથી પીડિત 20% લોકોની આંખો શુષ્ક થઈ રહી છે.

કોરોનાથી હવે આંખો પણ સુરક્ષિત નથી

શુષ્ક આંખોની બીમારીમાં, આંસુ કાં તો બનતા નથી અથવા ઝડપથી સુકાઈ જાય છે.
શુષ્ક આંખોની બીમારીમાં, આંસુ કાં તો બનતા નથી અથવા ઝડપથી સુકાઈ જાય છે.

સંશોધકોએ કોરોનાથી રિકવર થયેલા 228 દર્દીઓની તપાસ 1થી 3 મહિનાની વચ્ચે કરી. આ દર્દીઓના હેલ્થ રેકોર્ડ્સની તુલના 109 સ્વસ્થ લોકો સાથે કરવામાં આવી. તેમાં જાણવા મળ્યું કે કોરોનાની ઝપેટમાં આવનાર દર 5માંથી 1 વ્યક્તિને ડ્રાય આઈની બીમારીના લક્ષણ હોય છે. સાથે તેમને ધૂંધળાપણું, આંખોની દૃષ્ટિ ગુમાવવી, લાઈટથી સેન્સિટિવિટી અને આંખમાં સોજો પણ આવી શકે છે.

શું હોય છે ડ્રાય આઈની બીમારી?
ડ્રાય આઈ એટલે આંખોમાં શુષ્કતા. જ્યારે તમારી આંખોને પર્યાપ્ત લ્યુબ્રિકેટ નથું મળતું, ત્યારે આંસુ કાં તો બનતા નથી, અથવા આંસુ ઝડપથી સૂકાઈ જવા, આંખોમાં બળતરા, સોજો અને દુખાવા જેવી સમસ્યા થાય છે.

અગાઉ પણ કરવામાં આવ્યા છે રિસર્ચ
કોરોનાનું આંખો સાથે શું કનેક્શન છે, આ વિશે 2021માં પણ એક રિસર્ચ કરવામાં આવ્યું હતું. તેમાં જણાવવામાં આવ્યું હતું કે દર 10માંથી 1 કોરોના દર્દીને આંખ સાથે સંબંધિત સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. તેમાં પણ સૌથી મોટી સમસ્યા ડ્રાય આઈની જોવા મળી હતી.

કોરોના કેવી રીતે આંખોને નુકસાન પહોંચાડે છે

ધૂંધળાપણું, આંખોની દૃષ્ટિ ગુમાવવી, લાઈટથી સેન્સિટિવિટી અને આંખમાં સોજો પણ આવી શકે છે.
ધૂંધળાપણું, આંખોની દૃષ્ટિ ગુમાવવી, લાઈટથી સેન્સિટિવિટી અને આંખમાં સોજો પણ આવી શકે છે.

એવું માનવામાં આવી રહ્યું છે, આંખોની બીમારીના કારણે કોરોના અને ACE2 એન્ઝાઈમ વચ્ચે કનેક્શન હોઈ શકે છે. ACE2 એન્ઝાઈમની મદદથી કોરોના વ્યક્તિના શરીરમાં એન્ટ્રી કરે છે. તેના પછી વાઈરસ આપણી આંખમાં રહેલા કોષોને સંક્રમિત કરે છે, જેનાથી આંખોમાં સમસ્યા થાય છે.

ડ્રાય આઈથી કેવી રીતે બચવું?
સંશોધકોએ જણાવ્યું કે, કોરોનાના કારણે થતી ડ્રાય આઈની સમસ્યાના લક્ષણો થોડા અઠવાડિયામાં મટી જાય છે. જો તેનાથી કોઈ દર્દીને વધારે સમસ્યા થઈ રહી હોય તો ડૉક્ટરનો સંપર્ક કરવો. તે સિવાય તમે ડ્રાય આઈથી રાહત મેળવવા માટે આ ઘરેગથ્થુ ઉપાય અપનાવી શકો છો.

  • ભારે પવન, ધુમાડો અને આંખો હવાના સંપર્કમાં ન આવે તેનું ધ્યાન રાખવું.
  • પૂરતું પાણી પીવું.
  • હવામાં ભેજ જાળવી રાખવા માટે હ્યુમિડિફાયરનો ઉપયોગ કરો.
  • ડૉક્ટરને પૂછીને આંખની કસરત કરો.