શરીરને સ્વસ્થ અને તંદુરસ્ત રાખવા માટે પાણી અગત્યનો ભાગ ભજવે છે. આયુર્વેદમાં પણ વાસી મોઢે એક ગ્લાસ પાણી પીવાનું કહેવામાં આવ્યું છે. આ પાછળ કારણ એવું છે કે, મોંમાં રહેલ લાળ પાણીમાં ભળીને પેટમાં પહોંચે ત્યારે હાનિકારક બેક્ટેરિયાનો નાશ કરે છે. દિલ્હીની પંચકર્મ હોસ્પિટલના આયુર્વેદિક એક્સપર્ટ ડો. આર. પી. પરાશર વાસી મોઢે પાણી પીવાના ફાયદા જણાવે છે.
વાસી મોઢે પાણી પીવાના છે આ ફાયદા
ખાલી પેટે પાણી પીવાથી પેટ તો સાફ થાય છે ને શરીરમાં ઘણી બીમારીઓથી બચાવે છે.
આ બીમારીઓથી મળે છે છુટકારો
એસિડિટી, ખાટા ઓડકારથી રાહત :
ખોરાકને પચાવવા માટે હાઇડ્રોક્લોરિક એસિડ બને છે. ઘણીવાર વધુ પડતા એસિડને કારણે ખાટા ઓડકાર આવે છે. તેનાથી બચવા માટે વાસી મોંએ પાણી પીવું જોઈએ.
કિડની રહેશે સ્વસ્થ :
વાસી મોઢે પાણી પીવાથી કિડની સંબંધિત ઘણી સમસ્યાઓ દૂર થાય છે ને કિડનીને સાફ કરે છે.
ઇન્ફેક્શનથી બચાવશે :
શરીરને ઈન્ફેક્શનથી બચાવવા માટે રોજ ખાલી પેટ પાણી પીવાની ટેવ પાડો. આમ કરવાથી શરીરમાં રહેલા ઝેરીલા તત્વો બહાર નીકળી જાય છે અને પેટ સરળતાથી સાફ થાય છે.
નવા કોષો બનાવે છે :
પાણી ઝેરી તત્ત્વોને લોહીમાં ઓગળવા દેતું નથી, જેનાથી નવા કોષો અને સ્નાયુઓના નિર્માણની પ્રક્રિયાને વધારે છે.
મગજ તેજ કરે છે :
શરીરની જેમ મગજમાં પણ 70 ટકા પાણી હોય છે, તેથી મગજને હાઇડ્રેટ રાખવું ખુબ જ જરૂરી છે. તણાવ, નબળાઈને દૂર કરવા માટે વાસી મોં પાણી પીવાની ટેવ પાડવી જોઈએ.
મેટાબોલિઝ્મ વધારવામાં મદદરૂપ :
સવારે વાસી મોઢે પાણી પીવાથી પેટમાં લાળ પહોંચે છે અને મેટાબોલિઝ્મ વધે છે.
વાસી મોઢે પાણી પીવાથી ત્વચાની ચમકમાં પણ ચાર ચાંદ લાગે છે
ત્વચાની ચમક વધારે છે:
સવારે જાગીને સૌથી પહેલા પાણી પીવાથી ત્વચાનો રંગ અને ચમકમાં નિખાર આવે છે. પાણીની અછતને કારણે ચહેરા પર કરચલીઓ અને ફોલ્લીઓ દેખાય છે. તેનાથી બચવા માટે શરીરને હાઇડ્રેટ રાખો અને પુષ્કળ પાણી પીઓ.
વાળ માટે પણ સારું :
વાસી મોં પાણી પીવું વાળ માટે પણ ખૂબ જ ઉપયોગી છે. આમ કરવાથી વાળના મૂળને તો મજબૂતી મળે જ છે ને સાથે- સાથે વાળ પણ મજબૂત બને છે.
વજન ઓછું થાય છે :
સવારે ખાલી પેટ પાણી પીવાથી પાચનતંત્ર યોગ્ય રહે છે. ખાલી પેટ પાણી પીવાથી ભૂખ ઓછી લાગે છે, જે વજન ઘટાડવામાં પણ મદદ કરે છે.
સવારે આ રીતે પાણી પીવાથી ફાયદાને બદલે નુકસાન થાય છે
ડો.આર.પી.પરાશર જણાવે છે કે, સ્વસ્થ રહેવા માટે કેટલીક આદતોમાં નાના-મોટા ફેરફાર કરવાની જરૂર પડે છે. જો તમે સવારે ખાલી પેટ 1 ગ્લાસ પાણી પીશો તો પેટ અને ત્વચાની સમસ્યા દૂર થઈ જશે. સવારે ઉઠતાની સાથે જ પેશાબ જતા પહેલાં 1 ગ્લાસ પાણી અચૂક પીવું જોઈએ. પેશાબ કર્યા પછી તરત જ ભૂલથી પાણી ન પીવો, તેનાથી કિડની સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે. જો પેશાબમાં બળતરા થતી હોય તો વાસી મોં પાણી પીવાની ટેવ પાડો.
કોપર ચાર્જ્ડ પાણી કોને કહેવામાં આવે છે
તાંબાના વાસણમાં રાખવામાં આવેલા પાણીને 'કોપર ચાર્જ્ડ વોટર' કહેવામાં આવે છે. આ પાણી પીવાથી રોગપ્રતિકારક શક્તિમાં સુધારો કરે છે, સાંધાઓને મજબૂત બનાવે છે, થાઇરોઇડ સંતુલન અને શરીરમાં આયર્નનું પ્રમાણ જાળવી રાખે છે. તાંબામાં એન્ટી-ઓક્સીડેન્ટ હોય છે જેનાથી કેન્સર પેદા કરતા ફ્રી રેડિકલ અને તેની આડ અસરોને ઘટાડવામાં મદદ કરે છે. તાંબામાં મેલાનિન હોય છે, જે ત્વચાને અલ્ટ્રાવાયોલેટ કિરણોથી બચાવવામાં મદદ કરે છે.
માટલાના પાણી પીવાના છે અઢળક ફાયદા
માટલાનું પાણી પેટ સાફ કરવામાં અને પાચનતંત્ર માટે ફાયદાકારક છે. માટલાનું પાણી પીવાથી શરીરમાં ઇલેક્ટ્રોલાઇટની કમી હોય છે તેને દૂર કરવામાં મદદ કરે છે. ગળામાં ખારાશ હોયન તો તે પણ દૂર થાય છે. માટલાનું પાણી બીપી કંટ્રોલ કરવાની સાથે-સાથે ત્વચા માટે પણ ફાયદાકારક સાબિત થાય છે.
ગરમ પાણી પીવાના ફાયદા
ડો.પરાશર જણાવે છે કે, સ્વસ્થ રહેવા માટે પુષ્કળ પ્રમાણમાં પાણી પીવું જોઈએ. પરંતુ જો દિવસની શરૂઆત ગરમ પાણીથી કરવામાં આવે તો તે ચા કે કોફી કરતાં વધુ ફાયદાકારક રહેશે. ગરમ પાણી પીતી વખતે ધ્યાન રાખો કે પાણીનું તાપમાન 120 ડિગ્રીથી વધુ ન હોવું જોઈએ, જો 120 ડિગ્રીથી વધુ હોય તો મોઢાના અંદરના ભાગની ત્વચા અને કોષોને નુકસાન થઈ શકે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.