રિસર્ચ / ચા પીવાથી કાર્ડિયોવાસ્ક્યુલર ડિસીઝ અને સ્ટ્રોકનું જોખમ 20% ઘટે છે

Drinking tea reduces the risk of cardiovascular disease and stroke by 20%

  • ગ્રીન ટીનું સેવન કરવાથી કાર્ડિયોવાસ્ક્યુલર રોગોનું જોખમ 25% ઘટે છે
  • ગ્રીન ટીમાં પોલિફિનોલ્સ નામનું ફ્લેવેનોઈડ્સ હાઈ બ્લડ પ્રેશર સહિત અનેક બીમારીઓ સામે રક્ષણ પૂરું પાડે છે

Divyabhaskar.com

Jan 11, 2020, 12:44 PM IST

હેલ્થ ડેસ્ક: ચાના રસિકો માટે એક સારા સમાચાર યુરોપથી સામે આવ્યા છે. યુરોપમાં થયેલાં એક રિસર્ચ અનુસાર ચાનું સેવન કરવાથી તંદુરસ્તી આવે છે અને તે લાંબું જીવન જીવવા માટે ફાયદાકારક સાબિત થાય છે.‘પ્રિવેન્ટિવ કાર્ડિયોલોજી’ નામની યુરોપિયન મેડિકલ જર્નલમાં પ્રકાશિત થયેલાં રિસર્ચ અનુસાર ચા પીવાથી કાર્ડિયોવાસ્ક્યુલર ડિસીઝનું જોખમ ઘટે છે.

યુરોપિયન સોસાયટી ઓફ કાર્ડિયોલોજી દ્વારા કરવામાં આવેલાં આ રિસર્ચમાં 1 લાખથી વધારે વોલન્ટિયર્સને સામેલ કરવામાં આવ્યા હતા. આ તમામ લોકોને રિસર્ચની શરૂઆતમાં હાર્ટઅટેક, સ્ટ્રોક અથવા કેન્સર સહિતની કોઈ પણ ગંભીર બીમારી ન હતી.

રિસર્ચમાં નિયમિત ચાનું સેવન કરતાં અને ચાનું સેવન ન કરતાં લોકોને 2 ગ્રૂપમાં વહેંચવામાં આવ્યા હતા. આ તમામ લોકો પર 7.3 વર્ષ સુધી રિસર્ચ કરવામાં આવ્યું હતું.

રિસર્ચમાં જોવા મળ્યું કે ચાનું સેવન કરતાં લોકો અન્ય લોકોની સરખામણીએ 1.26 વર્ષ વધારે જીવે છે. ચાનું નિયમિત સેવન કરતાં લોકોમાં તેનું સેવન ન કરવાની સરખામણીએ હૃદય સંબંધિત બીમારી અને સ્ટ્રોકનું જોખમ 20% હોય છે જ્યારે મૃત્યુ માટે જવાબદાર અન્ય ઘાતક બીમારીઓનું જોખમ 15% ઘટે છે. રિસર્ચમાં બ્લેક ટીનું સેવન કરવાના ખાસ ફાયદા જોવા મળ્યા ન હતા.

રિસર્ચમાં એમ પણ પુરવાર થયું કે ગ્રીન ટીનું સેવન કરવાથી કાર્ડિયોવાસ્ક્યુલર રોગોનું જોખમ 25% ઘટે છે. ગ્રીન ટીમાં પોલિફિનોલ્સ નામનું ફ્લેવેનોઈડ્સ રહેલું હોય છે. તે હાઈ બ્લડ પ્રેશર સહિત અનેક બીમારીઓ સામે રક્ષણ પૂરું પાડે છે.

X
Drinking tea reduces the risk of cardiovascular disease and stroke by 20%

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી