• Gujarati News
 • Lifestyle
 • Health
 • Drinking Milk With Dates, Makhana, White Sesame Seeds, Saffron, Almonds, Jalebi Keeps The Body Healthy And Strong.

દૂધ એક ફાયદા અનેક:ખજૂર, મખાના, સફેદ તલ, કેસર, બદામ, જલેબી સાથે દૂધ પીવાથી શરીર રહે છે તંદુરસ્ત અને મજબૂત

2 મહિનો પહેલા
 • કૉપી લિંક

દૂધ હે વંડરફુલ, આ કહેવત આપણે બાળપણથી સાંભળતાં આવ્યા છો. તેમાં રહેલું કેલ્શિયમ હાડકાં અને દાંતને મજબૂત બનાવે છે. કેટલાક લોકોને નાસ્તામાં ઠંડુ દૂધ પીવું ગમે છે તો કેટલાક લોકો રાત્રે ગરમ દૂધ પીને સૂઈ જાય છે. કોઈપણ સંજોગોમાં દૂધ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે પરંતુ, ગરમ દૂધ પીવાનાં અલગ જ ફાયદા છે. દિલ્લીનાં પંચકર્મ હોસ્પિટલનાં આયુર્વેદ એક્સપર્ટ ડૉ. આર.પી.પરાશર ગરમ દૂધ પીવાનાં ફાયદા જણાવી રહ્યા છે.

દૂધ પોષકતત્વોથી ભરપૂર હોય છે
ડૉ. પરાશર કહે છે, કે દૂધમાં કેલ્શિયમ, વિટામીન, પ્રોટીન, ફોસ્ફરસ, પોટેશિયમ જેવા પોષકતત્વો ભરપૂર પ્રમાણમાં મળી રહે છે. તેનાથી હાડકા અને દાંત મજબૂત બને છે. ગરમ દૂધ પીવાથી કબજિયાતની સમસ્યામાં રાહત મળે છે. રાત્રે એક ગ્લાસ ગરમ દૂધ પીને સૂવાથી પાચનશક્તિ મજબૂત બને છે.

ગરમ દૂધમાં શું મિક્સ કરીને ખાવું કે પીવું?
મખાના
મખાનામાં કેલરી અને ફેટ ભરપૂર માત્રામાં હોય છે. તે એન્ટિ-ઓક્સિડન્ટ્સનો ભંડાર છે, જે હૃદય અને કિડનીનાં રોગો સામે રક્ષણ આપવામાં મદદરૂપ સાબિત થાય છે. દૂધમાં મખાના મિક્સ કરીને ઉકાળીને પીવાથી કેલ્શિયમ મળે છે. જો તમે કબજિયાતથી પરેશાન છો તો ગરમ દૂધમાં મખાનાના પાવડરને ઉકાળીને તેનું સેવન કરવાથી ફાયદો મળશે. સવારે ખાલી પેટ ગરમ દૂધ સાથે મખાનાનું સેવન હૃદયનાં સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. મખાનામાં હાજર એન્ટી-ઓક્સીડેન્ટ હૃદયને સ્વસ્થ રાખવામાં પણ મદદરૂપ સાબિત થાય છે.

સફેદ તલ છે ગુણકારી
એક ગ્લાસ ગરમ દૂધમાં એક ચમચી સફેદ તલ મિક્સ કરીને પીવો. તે તમારી હાઈ બ્લડપ્રેશર અને હૃદયની બીમારીઓને દૂર કરે છે. તલમાં સેસમીન અને એન્ટી-ઑકિસડન્ટ પણ ભરપૂર માત્રામાં મળી રહે છે, જે કેન્સરનાં કોષોના વિકાસને અટકાવે છે અને ફેફસાનાં કેન્સર, કોલોન કેન્સર, લ્યુકેમિયા, પ્રોસ્ટેટ કેન્સર, સ્તન કેન્સરનું જોખમ પણ ઘટાડે છે, પરંતુ તલનો વધુ ઉપયોગ ન કરવો જોઈએ કારણ કે તેની પ્રકૃતિ ગરમ હોય છે.

ખજૂર
મજબુત હાડકાં અને દાંત માટે દૂધનું સેવન જરૂરી છે. જો તમારે દૂધને વધુ હેલ્ધી અને ટેસ્ટી બનાવવું હોય તો તેમાં ખજૂર ઉકાળીને પીઓ. આ રીતે દૂધ પીવાથી સ્વાસ્થ્યને અનેકગણો લાભ પહોંચે છે. જો કે, ખજૂરની પ્રકૃતિ ગરમ હોય છે, તેથી તેને શિયાળામાં ખાવાની સલાહ આપવામાં આવે છે, પરંતુ તેને દૂધમાં પકાવીને પીવાથી ફાયદો થાય છે. આપણાં રુટિન કામનાં કારણે આપણને થાક લાગે છે, નબળાઈ આવે છે. ખજૂરનું દૂધ પીવાથી શરીરને ભરપૂર ઉર્જા મળી રહે છે અને આ પ્રકારનાં પ્રશ્નો ખૂબ જ ઓછા જોવા મળે છે. ખજૂરમાં પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ, કેલ્શિયમ, ફાઇબર, ફોસ્ફરસ, પોટેશિયમ, મેગ્નેશિયમ, મેંગેનીઝ, વિટામીન C, E, K, B6 વગેરે જેવા પૌષ્ટિકતત્વો હોય છે, જે તમને તંદુરસ્ત સ્વાસ્થ્ય પૂરું પાડવામાં સહાયતા આપે છે.

દૂધમાં બદામ ઉમેરીને પીવાનાં ફાયદા
દૂધમાં બદામ મિક્સ કરીને પીવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયી છે. તે ત્વચા અને વાળને એક અલગ જ પ્રકારની ચમક આપે છે. તે વજન વધારવામાં પણ અસરકારક સાબિત થાય છે. બદામ અને દૂધનું અલગ-અલગ સેવન કરવાની જગ્યાએ એકસાથે સેવન કરો તેનાં ફાયદા વધુ જોવા મળે છે. આ સાથે જ દૂધનો ટેસ્ટ પણ વધશે. જો સ્વાસ્થ્ય સંબંધિત કોઈ સમસ્યા હોય તો ડૉક્ટરની સલાહ લીધા બાદ જ બદામ અને દૂધનું એકસાથે સેવન કરો.

દૂધ-બદામ એકસાથે બેસ્ટ છે

 • વાળની ​​ચમક વધે છે
 • ભરપૂર માત્રામાં કેલ્શિયમ મળે
 • એનર્જી વધે છે,
 • વજન વધે છે

કેસરનાં ફાયદા
કેસરમાં પુષ્કળ માત્રામાં ઔષધીય ગુણતત્વો મળી રહે છે. તે પાચનક્રિયાને મજબૂત બનાવે છે ને પેટ સાથે જોડાયેલી બીમારીઓમાં રાહત આપે છે. મહિલાઓ માટે કેસર મદદરુપ સાબિત થાય છે. એવું માનવામાં આવે છે કે, પ્રેગ્નેન્સી દરમિયાન મહિલાઓએ કેસરનું સેવન જરુર કરવું જોઈએ, તેના કારણે બાળકનો રંગ શ્વેત રહે છે. આ સાથે જ પ્રેગ્નેન્સીમાં થતાં મૂડ સ્વિંગ્સમાં પણ રાહત મળે છે અને તમારું બ્લડપ્રેશર પણ સામાન્ય રહે છે. પ્રેગ્નેન્સીનાં 3 મહિના બાદ જ આનું સેવન શરુ કરી દેવું જોઈએ. માસિકનાં દર્દમાં પણ કેસરનું સેવન લાભદાયી સાબિત થઈ શકે છે. કેસરમાં ભરપૂર માત્રામાં ફાઈબર, પોટેશિયમ, વિટામીન-સી, મેંગેનીઝ અને આયર્ન મળી રહે છે. રોજનું 250 મીલીગ્રામ કેસરનું સેવન તમને અનેક પ્રકારની બીમારીઓ સામે રાહત અપાવે છે.

દૂધમાં ઘી ઉમેરીને પીવાનાં ફાયદા
દૂધની ગુણવતા વધારવા માટે વધુ એક ઉપાય જણાવી રહ્યા છે, જેનાથી તમને ઘણો ફાયદો થશે. જો તમે રાતે સૂતા પહેલાં દૂધમાં એક ચમચી ઘી ઉમેરીને પીવામાં આવે તો તમને સ્વાસ્થ્ય સાથે જોડાયેલાં અનેક પ્રકારનાં લાભ મળી શકે છે.

 • ગ્લોઈંગ સ્કિન
 • મેટાબોલિઝમ મજબૂત બને
 • સાંધાનાં દુખાવામાં રાહત મળે
 • પાચન મજબૂત બને
 • ઊંઘ સારી આવે

દૂધની સાથે મુનક્કા(કાળી દ્રાક્ષ) રામબાણ છે
મુનક્કા (કાળી દ્રાક્ષ) તમને અનેક પ્રકારની બીમારીઓ સામે રક્ષણ આપે છે. દૂધ સાથે મુનક્કા ઉમેરીને પીવાથી તમને બે ગણો ફાયદો મળે છે. દરરોજ 4-5 મુનક્કા દૂધમાં ઉકાળીને તેનું સેવન કરવામાં આવે તો અનેક પ્રકારની ગંભીર બીમારીઓ સામે રક્ષણ મળે છે અને શરીરને અઢળક લાભ મળે છે અને ઈમ્યુનીટી મજબૂત બને છે.

દૂધ-જલેબી સ્વાદ સાથે સ્વાસ્થ્યને પણ તંદુરસ્ત રાખે છે
દૂધની સાથે જલેબી એક સુપરફૂડની જેમ કામ કરે છે. તે તણાવનાં હોર્મોનને ઘટાડવામાં મદદરુપ સાબિત થાય છે. માઈગ્રેન અને આઘાશીશીની સમસ્યાને દૂર કરવામાં દૂધ-જલેબીનું કોમ્બિનેશન ખૂબ જ મદદરુપ સાબિત થઈ શકે છે. તણાવને દૂર કરવામાં મદદ કરશે.

દૂધ-જલેબીનો જાદૂ

 • સરદર્દમાં રાહત મળે
 • વજન વધારવામાં મદદરુપ સાબિત થાય
 • શરદી-ઉધરસ દૂર રહે

ગરમ દૂધ સાથે ગોળ ખાવાનાં ચોંકાવનાર ફાયદા
રાત્રે સૂતાં પહેલાં ગરમ દૂધ સાથે ગોળ ખાવાનાં ફાયદા અનેક ગણાં છે. ગોળ શરીરને ડિટોકસીફાઈ કરે છે. તમારી પ્રકૃતિ ગરમ હોવાની સાથે તે ગુણતત્વોથી ભરપૂર હોય છે. તેમાં કેલ્શિયમ, ફોસ્ફરસ, આયર્ન, પોટેશિયમ, ઝિંક, પ્રોટિન, વિટામીન-બી પોષકતત્વ ભરપૂર માત્રામાં મળી રહે છે. દૂધ કેલ્શિયમનો સારો એવો સ્ત્રોત છે. ગોળ શરીરના મેટાબોલિઝમને મજબૂત રાખે છે. આ સાથે જ ગોળ બ્લડ સર્ક્યુલેશનને મજબૂત બનાવવામાં પણ મદદરુપ સાબિત થાય છે. ગોળ અને દૂધનું એકસાથે સેવન માસિકની સમસ્યામાં પણ રાહત આપે છે. આંતરિક પીડાથી રાહત અપાવવા માટે પણ દૂધ અને ગોળનું સેવન ફાયદાકારક સાબિત થઈ શકે છે. તે માસિક દરમિયાન થનારી સમસ્યાઓથી પણ રાહત અપાવી શકે છે.

હળદરવાળું દૂધ ઈન્ફેક્શન સામે રક્ષણ આપે છે
હળદર એક એવો મસાલો છે કે જેનો ઉપયોગ રસોડામાં ભરપૂર થાય છે, પરંતુ ખાસ કરીને ઠંડીની ઋતુમાં હળદરનું દૂધ પીવાની સલાહ આપવામાં આવે છે. શિયાળાની ઋતુમાં તમે મોસમી રોગોથી બચવા અને રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવા માટે હળદરવાળા દૂધનું સેવન કરી શકો છો. તે આયુર્વેદિક ગુણોથી ભરપૂર માનવામાં આવે છે. એન્ટિસેપ્ટિક અને એન્ટિબાયોટિક ગુણો ઉપરાંત હળદરમાં કેલ્શિયમ, આયર્ન, સોડિયમ, ઊર્જા, પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ અને ફાઈબર ભરપૂર માત્રામાં હોય છે, જે શરીરને ઘણી બધી સમસ્યાઓ સામે રાહત અપાવવામાં મદદ કરે છે.

બાળકનાં જન્મ પછી માતાને સૂપ પીવડાવો
શિયાળાની ઋતુમાં સૂપ પીવું સ્વાસ્થ્ય માટે સારું રહે છે. તેની ગરમ પ્રકૃતિનાં કારણે તેમને ઠંડીથી રક્ષણ મળે છે. બાળકનાં જન્મ પછી સૂપ માતાને પીવડાવવામાં આવે છે. તેને પીવાથી દુખાવો ઓછો થઈ જાય છે અને શરીરને પણ ભરપૂર શક્તિ મળી રહે છે. તે દેશી ઘી, ગોળ, કાજુ, બદામ, અખરોટ, એલચી, જાયફળ, હળદર, સૂકું આદુ, જીરું ઉમેરીને બનાવવામાં આવે છે.

ગરમ દૂધમાં ગુંદર ઉમેરીને પીવાથી થતાં ફાયદા
ઘણી આયુર્વેદિક ઔષધિઓમાં દૂધ અને ગુંદરનાં મિશ્રણનો ઉપયોગ કરવામાં આવે છે. તેમાં ચરબી જરાપણ હોતી નથી. તેમાં કાર્બોહાઈડ્રેટ, ફાઈબર, મિનરલ્સ અને એનર્જી ભરપૂર હોય છે. આ તત્વોનાં કારણે તે હાડકાં, હાથ-પગની બળતરા, સ્ત્રીઓની સમસ્યાઓ, ઊંઘની સમસ્યા અને ત્વચાની સમસ્યાઓ માટે ફાયદાકારક માનવામાં આવે છે. દૂધ અને ગુંદરનું એકસાથે સેવન કરવાથી ઘણાં ફાયદા થાય છે. તો ચાલો આ અંગે વિગતવાર માહિતી મેળવીએ. જે મહિલાઓ બાળકોને ખવડાવે છે તેમના માટે ગુંદર ખૂબ જ ફાયદાકારક છે. ભારતમાં ઘણી જગ્યાએ ગુંદરનાં લાડુ ડિલિવરી પછી ખવડાવવામાં આવે છે. જેથી, ડિલિવરી પછી મહિલાઓનાં શરીરમાં કમજોરી આવી હોય તો તેમને તાકત મળે.

ગુંદર ગુણકારી હોય છે

 • હાડકાં મજબૂત બને છે
 • બ્લડપ્રેશર નિયંત્રણમાં રહે
 • લૂ ની સમસ્યા સામે રક્ષણ મળે
 • થાકોડો દૂર થાય

ગરમ દૂધમાં મધ ઝેરનું કામ કરે છે
ગરમ દૂધમાં મધ મિક્સ કરવામાં આવે તો તે ઝેરીલું બની જાય છે. જો કે, એ કહેવું ખોટું નથી કે સમસ્યા મધને ગરમ કરવાને લઈને છે. નેશનલ સેન્ટર ફોર બાયોટેકનોલોજી ઈન્ફોર્મેશનની રિસર્ચ મુજબ ગરમ મધ અને ધી જ્યારે એકસાથે મિક્સ કરવામાં આવે છે તો તેમાં HMFનું ઉત્પાદન થાય છે, જે એક ઝેરની માફક કામ કરે છે. જ્યારે આપણે દૂધને ગરમ કરતાં સમયે તેમાં મધ ઉમેરીએ છીએ ત્યારે દૂધનું તાપમાન 140ડિગ્રીની આસપાસ હોય છે એટલા માટે શ્રેષ્ઠ એ છે કે, ગરમ દૂધને મધ સાથે મિક્સ ના કરો.

દૂધ પીવાનો સાચો સમય
જે લોકોને દૂધ પસંદ છે તેમના માટે દૂધ પીવાનો કોઈ સમય હોતો નથી, પરંતુ જો સ્વાસ્થ્યની વાત આવે તો મેડિકલ સાયન્સમાં ગાયના દૂધને પીવાનો યોગ્ય સમય રાતનો જણાવવામાં આવ્યો છે. દૂધમાં ઊંઘ લાવવાનાં ગુણ હોય છે તેથી તેને સવારે પીવાની ભલામણ કરવામાં આવતી નથી. જો કે, તે સંપૂર્ણપણે આરોગ્ય અને પાચનતંત્ર પર નિર્ભર કરે છે. જો નાસ્તામાં પોષણથી ભરપૂર દૂધનો સમાવેશ કરવામાં આવે તો તે સ્વાસ્થ્યને અનેક રીતે લાભ મળે છે. તેમાં કેલ્શિયમ, પોટેશિયમ, ફોસ્ફરસ, મેગ્નેશિયમ, પ્રોટીન, વિટામિન્સ જેવા પુષ્કળ પોષકતત્વો મળી રહે છે.

રાત્રે ગરમ દૂધ પીવાથી મન હળવું રહે છે
રાત્રે ગરમ દૂધ પીવાથી મન હળવું રહે છે અને સ્નાયુઓને આરામ મળે છે. એક ગ્લાસ દૂધ પીધા પછી સૂવાથી સારી ઊંઘ આવે છે. દૂધ ક્યારે પીવું? વધુ સારું છે તે વિશે ક્યાંય કોઈ ભલામણ નથી, પરંતુ જો તમે વજન ઓછું કરવા માગતા હોવ અથવા સ્નાયુઓને મજબૂત બનાવવા માગતા હોવ તો વર્કઆઉટ પછી દૂધ પીવું એ શ્રેષ્ઠ ગણવામાં આવે છે.

દૂધમાં મિક્સ કરવામાં આવતાં પાવડર નકલી તાકાત આપે છે
અમુક લોકોને ચોકલેટ ફ્લેવર પસંદ હોય છે તો અમુક લોકોને બદામ-પિસ્તા ફ્લેવર, પરંતુ શું આ પાવડર સ્વાદ અને સ્વાસ્થ્યનાં નામ પર આપવામાં આવતાં આ પાવડર સ્વાસ્થ્ય માટે લાભદાયી છે. દૂધની શક્તિ વધારવા માટે બજારમાં ઘણા પાવડર ઉપલબ્ધ છે, જેમાં ભરપૂર સુગરનો ઉપયોગ કરવામાં આવે છે જે નુકસાનકારક છે. દાંત અને મોઢા પર તેની ખરાબ અસર પડે છે. આ સિવાય તેમાં પ્રિઝર્વેટિવ્સ અને નકલી રંગો પણ ઉમેરવામાં આવે છે, જેથી તેનો લાંબા સમય સુધી ઉપયોગ કરી શકાય. ખાસ કરીને જો તમે ડાયાબિટીસ અને મોટાપાથી પરેશાન હોવ તો આવી કેલરીનો કોઈ ફાયદો નથી. આવા પાવડરને દૂધમાં મિક્સ કરીને પીવાથી શક્તિ મળે છે, પરંતુ થોડાં સમય પછી થાક અને સુસ્તી આવી જશે. બીજી કોઈ રીતે ઉર્જા લાવવાનું વધુ સારું છે.