કોફી નુક્સાન પણ કરે છે:6 કપથી વધારે કોફી પીતા હો તો ચેતી જજો તેનાથી 53% સુધી યાદશક્તિ ઘટવાનું જોખમ, જાણો ક્યારે અને કેટલી માત્રામાં કોફીનું સેવન કરવું જોઈએ

6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શરીરમાં કેફિનની માત્રા વધારે થઈ જાય છે તો ભૂખ ઓછી લાગે છે તેને કારણે વજન ઘટવા લાગે છે
  • કોફીનું વધારે સેવન કરવાથી હાઈ બીપી થઈ શકે છે. તે હૃદયને પ્રભાવિત કરી શકે છે

જો તમે કોફીના રસિયા છો તો આ સમાચાર તમારા માટે છે. ઓસ્ટ્રેલિયાના વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે, દરરોજ 6 કપથી વધારે કોફી પીવાથી તેની સીધી અસર મગજ પર થાય છે. તેને કારણે ડિમેન્શિયાનું જોખમ 53% સુધી રહે છે. સ્ટ્રોકનું જોખમ પણ રહે છે.

એક દિવસમાં કેટલી કોફી લેવી જોઈએ, તે કેવી રીતે નુક્સાન પહોંચાડે છે અને શરીર પર તેની કેવી ખરાબ અસર થાય છે. આ સવાલોના જવાબ એક્સપર્ટ પાસેથી જાણીએ...

કોફીમાં એવું તો શું છે જે નુક્સાન પહોંચાડે છે

  • કોફીમાં કેફિન નામનું તત્વ હોય છે. તે સીધી મગજની નર્વસ સિસ્ટમ પર અસર કરે છે. પરિણામે તેનાં સેવન બાદ વ્યક્તિ રિલેક્સ મહેસૂસ કરે છે, પરંતુ તેની વધારે માત્રા લેવાથી મગજ પર તેની ખરાબ અસર થાય છે.
  • કોફી પીવા પર તેમાં રહેલું કેફિન લોહીમાં ભળી મગજ પર અસર કરે છે. મગજ સાથે જોડાયેલું એક ન્યુરોટ્રાન્સમીટર એડિનોસિન છે. તે જણાવે છે કે તમે થાકેલા છો. કોફી આ ન્યુરોટ્રાન્સમીટર બ્લોક કરે છે. તેથી તમે થાકેલા નહિ પરંતુ પોતાને ફ્રેશ ફીલ કરો છો.
  • ડાયટિશિયન સુરભિ પારીક કહે છે કે, કેફિન કેટલીક હદ સુધી ફાયદો પહોંચાડે છે, પરંતુ તેની વધારે માત્રા લેવાથી શરીરમાં નુક્સાન થાય છે. દિવસ દરમિયાન 300થી 400 મિલીગ્રામથી વધારે કેફિન ન લેવું જોઈએ. તેથી દિવસમાં 1-2 નાના કર કોફીની માત્રા યોગ્ય રહે છે.

ભૂખ ઘટે છે શરીરમાં પાણીની ઊણપ સર્જાય છે
ક્લીનિકલ ડાયટિશિયન સુરભિ પારીક જણાવે છે કે, શરીરમાં કેફિન પહોંચવા પર વ્યક્તિ શારીરિક અને માનસિક રીતે પોતાને એનર્જેટિક મહેસૂસ કરે છે. તેને કારણે કોફી પીધા બાદ તે વધારે કામ કરે છે અને થાક મહેસૂસ નથી થતો, પરંતુ જ્યારે કેફિનની માત્રા વધારે થઈ જાય છે તો ભૂખ ઓછી લાગે છે તેને કારણે વજન ઘટવા લાગે છે. યોગ્ય રીતે ઊંઘ નથી આવતી. શરીરમાં વધારે યુરિન રિલીઝ થવાથી પાણીની ઊણપ સર્જાય છે.

શરીરની એનર્જી વધવા પર તેની અસર બ્લડ પ્રેશર પર પણ થાય છે. કોફીનું વધારે સેવન કરવાથી હાઈ બીપી થઈ શકે છે. તે હૃદયને પ્રભાવિત કરી શકે છે. તેથી વધારે માત્રામાં કોફીનાં સેવનથી બચવું જોઈએ.

અન્ય સમાચારો પણ છે...