• Home
  • Lifestyle
  • Health
  • Drinking coffee in the morning with starvation can damage the heart, increase cortisol hormone levels in the body

નુકસાન / સવારે ભૂખ્યાં પેટે કોફી પીવાથી હૃદયને નુકસાન પહોંચી શકે છે, શરીરમાં કોર્ટિસોલ હોર્મોનનું સ્તર વધી જાય છે

Drinking coffee in the morning with starvation can damage the heart, increase cortisol hormone levels in the body

Divyabhaskar.com

Aug 12, 2019, 11:35 AM IST

હેલ્થ ડેસ્કઃ ઊંઘ ઉડાડવા માટે કોફી એક સારો વિકલ્પ માનવામાં આવે છે. આ જ કારણ છે કે ઘણા લોકો સવારે ઉઠતાની સાથે જ એક કપ હોટ કોફી પીવાનું પસંદ કરે છે. જો કે, સવારે ખાલી પેટ કોફી પીવાથી ભલે તમારી ઊંઘ ઉડી જતી હોય પરંતુ આ ટેવ તમારા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે.

હોર્મોનને અસર કરે છે
ખાલી પેટ પર કોફી પીવાથી શરીરમાં કોર્ટિસોલ હોર્મોનનું સ્તર વધી જાય છે. આ એ હોર્મોન છે જે મેટાબોલિઝમ, ઈમ્યૂન સિસ્ટમ અને સ્ટ્રેસ મેનેજ કરવામાં મદદ કરે છે. આવી સ્થિતિમાં જો આ હોર્મોનનું સ્તર બગડે તો શરીર પર તેની નકારાત્મક અસર પડે છે.

સ્ટ્રેસ વધે છે
કોફીને કારણે વધેલા કોર્ટિસોલથી સ્ટ્રેસ લેવલ પણ વધે છે. એક અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે જે લોકો સવારે ભૂખ્યાં પેટે કોફી પીતા હોય તેમને પોતાના મૂડ સ્વિંગ અને તણાવને કન્ટ્રોલ કરવામાં એ લોકોની સરખામણીએ વધુ સમસ્યા થાય છે, જે સવારે કોફી નથી પીતા.

પાચનતંત્ર બગડે છે
ભૂખ્યાં પેટે કોફી પીવાથી શરીરમાં એસિડ વધુ બને છે. તેનાથી પાચનતંત્ર બગડે છે. શરીરને આહારના પોષકતત્ત્વોનું શોષણ કરવામાં પણ તકલીફ પડે છે, જેનાથી હેલ્ધી ફૂડ પણ શરીર માટે કચરારૂપ બની જાય છે.

હૃદય માટે હાનિકારક
સવારે કોફી પીવું હૃદયનાં સ્વાસ્થ્ય માટે પણ સારું નથી. સવારે ઊંઘમાંથી જાગ્યા પછી સામાન્ય રીતે ધબકારા નોર્મલ ચાલે છે. પરંતુ કોફી પીધા પછી તે વધુ ઝડપી બને છે. ધબાકાર ઝડપી થવાથી રક્ત પરિભ્રમણ પર પણ અસર થાય છે, જેનાથી બ્લડ પ્રેશર કન્ટ્રોલમાં નથી રહેતું અને તે હૃદય માટે હાનિકારક સાબિત થઈ શકે છે.

X
Drinking coffee in the morning with starvation can damage the heart, increase cortisol hormone levels in the body
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી