• Gujarati News
  • Lifestyle
  • Health
  • Drinking 8 Glasses Of Water Every Day Reduces The Risk Of Heart Failure, This Risk Can Be Prevented By Controlling Serum Sodium With Water

પાણી પીવાનો ફાયદો:દરરોજ 8 ગ્લાસ પાણી પીવાથી હાર્ટ ફેલ થવાનું જોખમ ઘટે છે, પાણીથી સીરમ સોડિયમને કંટ્રોલ કરીને આ જોખમને વધતા અટકાવી શકાય છે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

જો તમે દરરોજ 8 ગ્લાસ પાણી પીવો છો તો હાર્ટ ફેલ થવાનું જોખમ ઘટી જાય છે. શરીરમાં પાણીની ઊણપ પૂરી કરીને હાર્ટ ફેલને અટકાવી શકાય છે. 25 વર્ષ સુધી 15,792 લોકો પર કરવામાં આવેલી સ્ટડીના અનુસાર, શરીરમાં પાણીની ઊણપ થવાથી હાર્ટ ફેલનું જોખમ વધી જાય છે.

રિસર્ચ કરનારી અમેરિકાની નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થના વૈજ્ઞાનિકોએ 15,792 લોકોના સીરમ સોડિયમનું સ્તર તપાસ્યું. બ્લડમાં સોડિયમની માત્રાથી જાણવા મળ્યું કે શરીરમાં પાણીની ઊણપ છે કે નહીં. સામાન્ય રીતે એક્સપર્ટ એક વ્યક્તિને દરરોજ 2 લીટર પાણી પીવાની સલાહ આપે છે પરંતુ અગાઉના કેટલાક રિસર્ચમાં એ સાબિત થયું છે કે લોકો આટલું પાણી નથી પીતા.

સમગ્ર દુનિયામાં સૌથી વધારે મૃત્યુ હૃદય રોગથી થાય છે. વર્લ્ડ હાર્ટ ફેડરેશનના અનુસાર, વિશ્વભરમાં દર 3માંથી 1 મૃત્યુ હૃદય રોગથી થાય છે. તેના 80 ટકા કેસ મધ્યમ આવક ધરાવતા દેશોમાં સામે આવ્યા છે.

પાણી પીવાથી હાર્ટ ફેલનું જોખમ કેવી રીતે ઘટે છે

  • સંશોધક નતાલિયા ડીમિટ્રિવાના જણાવ્યા પ્રમાણે, અમારા રિસર્ચના અનુસાર, શરીરમાં પર્યાપ્ત પાણી હોવાથી હાર્ટની અંદર થતા એવા ફેરફારને અટકાવી શકાય છે જે હાર્ટ ફેલનું કારણ બને છે.
  • રિસર્ચમાં એ સાબિત થયું કે, સીરમ સોડિયમનું વધતું-ઘટતું લેવલ હાર્ટ ફેલના જોખમને વધારે-ઘટાડે છે. સીરમ સોડિયમનું લેવલ જાળવી રાખવા માટે પાણી પીવાની સલાહ આપવામાં આવે છે.
  • સંશોધકોના અનુસાર, તે ઉપરાંત ઉંમર, બ્લડ કોલેસ્ટેરોલ, બ્લડ પ્રેશર, બોડી માસ ઈન્ડેક્સ, કિડનીની સ્થિતિ અને સ્મોકિંગ પણ હાર્ટ ફેલ થવાનું જોખમ વધારે છે.

સીરમ સોડિયમ કેટલું હોવું જોઈએ
સંશોધકોના અનુસાર, પ્રતિ 1 mmol/l સીરમ સોડિયમ કોન્સન્ટ્રેશન વધવા પર હાર્ટ ફેલ થવાનું જોખમ 1.11 ગણું અને લેફ્ટ વેન્ટ્રિક્યુલર હાયપરટ્રોફીનું રિસ્ક 1.2 ગણું વધી શકે છે.

જો સીરમ સોડિયમનું લેવલ 142 mmol/l સુધી વધી જાય છે તો હાર્ટ ફેલનું જોખમ પણ વધે છે. આવું થવાથી શરીરમાં પાણીની ઊણપ પૂરી કરવાની જરૂર હોય છે.

હાર્ટને હેલ્ધી કેવી રીતે રાખવું, 5 વાતોથી સમજો

ખાણીપીણીઃ આખું અનાજ અને સ્વાદે ઓછા ગળ્યાં ફળો લો
ઘઉંની રોટલીને બદલે બાજરા, જુવાર અથવા રાગી અથવા તમામના મિશ્રણની રોટલી ખાવી. કેરી, કેળાં, ચીકુ સહિતનાં સ્વાદે વધારે ગળ્યાં ફળો ઓછા લો. તેના બદલે પપૈયું, કિવી, નારંગી સહિતના ફળો ખાવા. તળેલી અને ગળી વસ્તુઓનું જેટલું ઓછું સેવન કરશો તેટલું સારું છે. ભૂખ હોય તેનાથી 20% ઓછું ભોજન લો અને દર 15 દિવસે વજન ચેક કરો.

વર્કઆઉટ: 45 મિનિટની એક્સર્સાઇઝ અથવા વૉક જરૂરી
અઠવાડિયામાં 5 દિવસ 45 મિનિટ એક્સર્સાઇઝ કરો. વોકિંગ કરો છો તો પણ તેની અસર જોવા મળશે. હૃદયની બીમારીઓનું કારણ મેદસ્વિતા પણ છે. જેટલું વજન વધશે તેટલું હૃદયરોગનું જોખમ વધશે. ફિટનેસનું લેવલ ઊંચું લાવવા માટે પ્રયાસ કરો કે સીધા ઊભા રહો ત્યારે નીચે જોવા પર બેલ્ટનું બક્કલ દેખાય. જો 1થી 1.5 કિલોમીટરનાં અંતરે ક્યાંક જવું છે તો ચાલતા જાઓ.

લાઇફસ્ટાઇલ: વહેલા સૂઈને વહેલા જાગવાનું રૂટિન બનાવો, 7 કલાકની ઊંઘ જરૂરી
દરરોજ મિનિમમ 7 કલાકની ઊંઘ લો. વહેલા સૂઈને વહેલાં જાગવાનું રૂટિન બનાવો. રાતે 10 વાગ્યે સૂઈને સવારે 6 વાગ્યે જાગવાનો આદર્શ સમય છે. તેનાથી શરીર નાઈટ સાઈકલમાં સારી રીતે કામ કરી શકશે. તણાવથી દૂર રહો. તેની સીધી અસર મસ્તિષ્ક અને હૃદય પર થાય છે.

ધૂમ્રપાન-આલ્કોહોલ: એનાથી જેટલું દૂર રહેશો એટલું હાર્ટ હેલ્ધી રહેશે
ધૂમ્રપાન સંપૂર્ણ રીતે છોડી દો. સતત ધૂમ્રપાન કરવાથી તેનો ધુમાડો ધમનીઓની લાઈનિંગને નબળી કરી દે છે. તેનાથી ધમનીઓમાં ચરબી જમા થવાની આશંકા વધી જાય છે. આલ્હોકોલથી દૂર રહેવાથી હાર્ટ હેલ્ધી રહે છે.

સોશિયલ મીડિયા: હાર્ટને હેલ્ધી રાખવા માટે અફવાઓથી બચવું જરૂરી
ડૉ. સુશાંત પાટીલ જણાવે છે કે સોશિયલ મીડિયા અને વ્હોટ્સએપ મેસેજમાં અનેક પ્રકારના દાવા કરવામાં આવે છે, જે તમારા સ્વાસ્થ્યને નુક્સાન પહોંચાડી શકે છે. હાર્ટને લઈને પણ અનેક અફવાઓ વાઈરલ થાય છે. જેમ કે દિવસની શરૂઆત 4 ગ્લાસ પાણીથી કરીએ તો હૃદયરોગોનું જોખમ રહેતું નથી. આ પ્રકારના મેસેજથી બચો અને ડૉક્ટરની સલાહ પ્રમાણે જ નિર્ણય લો. નહિ તો આવી અફવાઓ પર ધ્યાન આપશો તો તમારું સ્વાસ્થ્ય બગડી શકે છે.