રિસર્ચમાં દાવો:દરરોજ 2-3 ચા-કોફીના કપ પીવાથી સ્વાસ્થ્યને ઘણા ફાયદા, સ્ટ્રોક અને ભૂલવાની બીમારીનું જોખમ ઓછું થાય છે

7 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • બ્રિટનમાં થયેલાં રિસર્ચ પ્રમાણે ચા-કોફીનું સેવન સ્ટ્રોકનું જોખમ 32% ઓછું કરે છે

જો તમે ચા-કોફીના રસિયા છો તો તમારા માટે એક સારા સમાચાર છે. તમે જાણતાં હશો કે ચા કોફી નવર્સ સિસ્ટમ એક્ટિવ રાખે છે અને થાક ઓછો કરે છે. તેનાં સેવનથી મૂડ સારો રહેશે. હવે તેના ફાયદાનું લિસ્ટ લાંબું બન્યું છે. બ્રિટનમાં થયેલાં એક રિસર્ચ પ્રમાણે, યોગ્ય માત્રામાં ચા-કોફીનું સેવન કરવાથી સ્ટ્રોક અને ડિમેન્શિયાનું જોખમ ઓછું થાય છે.

સ્ટ્રોક અને ડિમેન્શિયા એટલે શું?

સ્ટ્રોકની સ્થિતિમાં માણસના મગજ સુધી બ્લડ સપ્લાય અચાનક બંધ થઈ જાય છે. તેનાથી મગજમાં ઓક્સીજનની ઊણપ સર્જાય છે. આ સમસ્યામાં બ્રેન સેલ્સ મિનિટોમાં ડેમેજ થવા લાગે છે. આવી સ્થિતિમાં માણસ વિકલાંગ બની શકે છે ગંભીર સ્થિતિમાં મૃત્યુ પણ થઈ શકે છે. ડિમેન્શિયામાં યાદશક્તિ નબળી થવા લાગે છે અને સમજવા વિચારવાની શક્તિ ઓછી થઈ જાય છે. તેને ભૂલવાની બીમારી કહી શકાય છે. મોટા ભાગે આ બીમારી વડીલોને થાય છે.

દરરોજ 3-4 કપ ચા-કોફી લાભદાયી
PLOS મેડિસીન જર્નલમાં પ્રકાશિત થયેલાં રિસર્ચમાં 3.65 લાખ 50થી 74 વર્ષના બ્રિટિશ નાગરિકોને સામેલ કરાયા. તેમણે પોતાના ચા કોફીના સેવનનું રૂટિન શેર કર્યું. રિસર્ચમાં જોવા મળ્યું કે દરરોજ 2-3 કપ કોફી અને ચાનું સેવન કરતાં લોકોમાં સ્ટ્રોકનું જોખમ 32% ઓછું હોય છે. ડિમેન્શિયાનું જોખમ 28% સુધી ઓછું થાય છે.

વધારે માત્રામાં ચા-કોફી પીવીથી નુકસાન થઈ શકે છે
દરેક વસ્તુ તેની યોગ્ય માત્રામાં લેવાના જ ફાયદા હોય છે. ચા કોફીનું વધારે સેવન કરવાથી આ નુકસાન થઈ શકે છે:

 • અનિદ્રા
 • એન્ઝાયટી
 • પેટની સમસ્યા
 • હાર્ટ રેટ વધવો
 • હાઈ બ્લડ પ્રેશર
 • ડિહાઈડ્રેશન
 • બેચેની
 • થાક
 • છાતીમાં બળતરાં
 • માથાનો દુખાવો
 • પ્રેગ્નન્સીમાં સમસ્યા

જો તમને ઉપર જણાવેલાં કોઈ પણ લક્ષણો જણાય તો તમારે ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ.