ભીંડા સ્વાસ્થ્ય માટે બેહદ ફાયદાકારક છે. ભીંડા સ્વાદિષ્ટ હોવાની સાથે-સાથે પોષકતત્ત્વોથી પણ ભરપૂર હોય છે. ભીંડામાં વિટામિન એ, બી, સી, ડી, કેલ્શિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ, ફોસ્ફોરસ અને આયર્ન ભરપૂર પ્રમાણમાં હોય છે, જેનાથી ઘણી બીમારીઓ દૂર થાય છે. ફક્ત ભીંડા જ નહીં, પરંતુ એનું પાણી પણ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે. આવો... જાણીએ કેવી રીતે ભીંડાનું પાણી અને એને પીવાના ફાયદાઓ. ભીંડાનું પાણી પીવાના ફાયદા વિશે જણાવી રહ્યા છે ડાયટિશિયન સ્વાતિ બિશ્નોઇ.
જે લોકોને વજન વધવાની અને કબજિયાતની સમસ્યા છે તે લોકો માટે ભીંડા અને એનું પાણી ફાયદાકારક છે. આવો... જાણીએ ભીંડાનું પાણી પીવાના ફાયદા...
કોલેસ્ટેરોલ કંટ્રોલ થાય છે
કોલેસ્ટેરોલ વધવાથી હાર્ટ-એટેકનું જોખમ પણ વધી જાય છે, તેથી એને કંટ્રોલ કરવું જરૂરી છે. કોલેસ્ટેરોલ કંટ્રોલ કરવા માટે ભીંડાને ફાયદાકારક માનવામાં આવે છે, ભીંડામાં ફાઈબર ભરપૂર પ્રમાણમાં હોય છે. એ કોલેસ્ટેરોલને ઓછું કરવામાં મદદ કરે છે.
હાર્ટને રાખે હેલ્ધી
ભીંડા જ નહીં, પરંતુ એનું પાણી પીવાથી પણ હાર્ટ હેલ્ધી રહે છે છે. ભીંડામાં રહેલા પેક્ટિન કોલેસ્ટેરોલને ઘટાડવામાં મદદ કરે છે. ભીંડામાં રહેલું ફાઇબર બ્લડમાં કોલેસ્ટેરોલના લેવલને કંટ્રોલ કરે છે. શરીરમાં ખરાબ કોલેસ્ટેરોલનું પ્રમાણ ઓછું થવાને કારણે હાર્ટની સમસ્યા દૂર થાય છે.
ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક
ડાયાબિટીસના દર્દીઓ જો ભીંડાનું પાણી પીએ છે તો ફાયદાકારક છે. ભીંડાના પાણીથી બ્લડશુગર લેવલને કંટ્રોલમાં રહે છે.
રોગપ્રતિકારક શક્તિ વધે
ભીંડામાં વિટામિન સી ભરપૂર પ્રમાણમાં હોય છે, એ રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવામાં મદદરૂપ છે. જે લોકોને બદલાતી ઋતુમાં શરદી, ઉધરસ, તાવની સમસ્યા હોય તેમને અઠવાડિયામાં 1-2 વાર ભીંડાનું પાણી પીવું જોઈએ.
પાચનક્રિયા મજબૂત થાય
જે લોકોને પાચનસંબંધી સમસ્યા હોય તો ખાલી પેટે ભીંડાના પાણીનું સેવન કરવું ફાયદાકારક માનવામાં આવે છે. ભીંડાના પાણીમાં ફાઈબર ભરપૂર હોય છે, જે પાચનતંત્રને મજબૂત બનાવે છે અને કબજિયાત, એસિડિટી જેવી સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે.
આંખનું તેજ વધારે
ભીંડામાં વિટામિન એ અને બીટા કેરોટrન હોય છે, જે આંખોની રોશની વધારવાનું કામ કરે છે. આંખોની રોશની વધારવા માટે નિયમિતપણે ભીંડાનું પાણી પીવાની સલાહ આપવામાં આવે છે.
કબજિયાત દૂર થાય
ભીંડાના પાણીમાં ફાઈબર હોવાથી એ પાચનસંબંધી સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે. ભીંડાના પાણીમાં ફાઈબરની માત્રા વધુ હોવાને કારણે એ પેટને સાફ કરવામાં અસરકારક છે, જેથી કબજિયાતની સમસ્યા દૂર થાય છે.
સ્કિન માટે ફાયદાકારક
ભીંડાના પાણીથી સ્કિનને પણ અનેક ફાયદો થાય છે. ભીંડાનું પાણી એન્ટીઓક્સિડન્ટ ગુણોથી ભરપૂર હોવાથી ત્વચાને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. ખાલી પેટે ભીંડાના પાણીનું સેવન કરવાથી સ્કિન ચમકે છે.
વજન કંટ્રોલ કરવામાં ફાયદાકારક
જે લોકોએ વજન કંટ્રોલ કરવું હોય તેમણે ભીંડાનું પાણી અચૂક પીવું જોઈએ. ભીંડાના પાણીથી વજન ઘટે છે, આ સાથે જ સ્થૂળતા કંટ્રોલ થાય છે.
ભીંડાનું પાણી આ સમયે પીવું જોઈએ
હંમેશા ભીંડાનું પાણી જમવાના અડધા કલાક પહેલાં પીવું જોઈએ. ભોજન કરતાં પહેલાં ભીંડાના પાણીનું સેવન કરવાથી શરીરમાં તમામ ફાયદા મળે છે. જે મહિલા પ્રેગ્નન્ટ હોય અથવા તો બ્રેસ્ટ ફીડિંગ કરાવતી હોય તો તેમણે ભીંડાનું પાણી પીતાં પહેલાં ડૉક્ટર અથવા ડાયટિશિયનની સલાહ અચૂક લેવી જોઈએ. જે લોકોને ભીંડાની એલર્જી હોય તેમને ભીંડાનું પાણી ન પીવાની સલાહ આપવામાં આવે છે.
આ રીતે બનાવી શકાય છે ભીંડાનું પાણી
ભીંડીનું પાણી બનાવવા માટે 8થી 10 ભીંડાને વચ્ચેથી કાપીને 2 ગ્લાસ પાણીમાં આખી રાત પલાળી રાખો.
આ વાતનું ધ્યાન રાખો
ખાલી પેટે ભીંડાનું પાણી ન પીવું જોઈએ, જો ખાલી પેટે પાણી પીવામાં આવે તો નુકસાનકારક સાબિત થઇ શકે છે. જમવાના અડધા કલાક પહેલાં જ પાણી પીવું જોઈએ. જે લોકોને ભીંડાની એલર્જી હોય તેમણે ભીંડાનું પાણી ન પીવું જોઈએ.
ડિસ્ક્લેમર : આ લેખ સામાન્ય જાણકારી માટે છે. વધુ જાણકારી માટે ડોક્ટરની સલાહ અચૂક લેવી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.