તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Lifestyle
 • Health
 • Drink Not Cold But Warm Water To Prevent Corona Infection, Work Is Underway On Vaccines In Homeopathy And Ayurveda; Trial Will Start Soon: Ministry Of AYUSH

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

Q&A:કોરોના સંક્રમણથી બચવા માટે ઠંડુ નહીં પણ હુંફાળું પાણી પીઓ, હોમિયોપેથી અને આયુર્વેદમાં વેક્સીન પર કામ ચાલી રહ્યું છે; ટૂંક સમયમાં ટ્રાયલ શરૂ થશેઃ આયુષ મંત્રાલય

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • ગર્ભવતી મહિલાઓ, દસથી ઓછી વયના નાના બાળકો અને 60 વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધ લોકોએ ઘરની બહાર જવાનું ટાળવું
 • સંક્રમણથી બચવા માટે આયુષ મંત્રાલયની એડવાઈઝરીનું પાલન કરો, આયુષ સંજીવની એપ પણ ડાઉનલોડ કરી શકો છો

કોરોનાથી બચવા માટે આયુર્વેદિક નુસખા અને વેક્સીન સાથે જોડાયેલા મહત્ત્વના સવાલોના જવાબ આયુષ મંત્રાલયના સચિવ વૈદ્ય રાજેશ કોટેચાએ આકાશવાણીને આપ્યા છે. જાણો કોરોનાથી સંબંધિત પ્રશ્નો અને તેના જવાબો ...

1) વાઈરસ કેવો હોય છે અને શરીર પર કેવી રીતે  હુમલો કરે છે?
વાઈરસ નાનો હોય છે. તેને લઈને ઘણી ગેરમાન્યતાઓ છે કે તે એક જીવંત જીવાણુ છે. તે જીવાણુ નથી અને તેને જીવંત પણ ન કહીં શકાય. જો વાઈરસની સરખામણી બેક્ટેરિયા સાથે કરવામાં આવે તો બેક્ટેરિયાની અંદર લગભગ બે હજાર વાઈરસ હોઈ શકે છે. તે એટલા સૂક્ષ્મ હોય છે કે એક પાતળી અણી પર લાખો વાઈરસ હોઈ શકે છે. જ્યારે શરીરમાં પ્રવેશ કરે છે તો તે એક્ટિવ થઈ જાય છે અને ઝડપથી વધવા લાગે છે.

2) ગરમ પાણી પીવાનું કહેવામાં આવી રહ્યું છે પરંતુ ગરમીમાં શું ઠંડુ પાણી પી શકાય છે?
ઠંડુ પાણી શરીરમાં અસ્થાયી રૂપથી સિસ્ટમને વાઈરસ માટે તક આપે છે. એટલા માટે ઠંડુ પાણી પીવાનું ટાળવું જોઈએ. હાં, ગરમીમાં ગરમ પાણી નથી ગમતું પરંતુ ગરમ પાણી પીવાનો અર્થ એ નથી તે ચા જેટલું ગરમ હોવું જોઈએ. હુંફાળું પાણી પીઓ.

3) ખાવામાં કઈ વાતોનું ધ્યાન રાખવું?
તાજો ખોરાક લેવાનું રાખવું. એક જ ખોરાકનું વારંવાર સેવન ન કરવું. જો એક વખત રોટલી ખાધી હોય તો બીજી વખત ચોખા ખાવા. દાળનો ઉપયોગ કરો, અને તેને પણ બદલતા રહો. તેનાથી શરીરને જરૂરી પ્રોટીન, વિટામિન અને પોષક તત્ત્તવની મળશે. વધારે પાણી પીવું.

4) આયુષ મંત્રાલયની એડવાઈઝરીની મુખ્ય વાતો કઈ છે?

 • ઠંડા પાણીની જગ્યાએ હુંફાળું પાણી પીવું, દિવસમાં 30 મિનિટ સુધી યોગ-પ્રાણાયામ કરો.
 • ખાવામાં હળદર, જીરું, ધાણા જેવા મસાલાનો ઉપયોગ કરો.
 • તુલસી, તજ, કાળા મરી, સૂંઠ અને સુકી દ્રાક્ષ નાખીને ઉકાળો બનાવીને પીઓ
 • ચ્યવનપ્રશનું સેવન કરો, તે ઈમ્યુનિટી વધારવામાં મદદ કરે છે
 • હળદરવાળું દૂધ પી શકાય છે અને નાકમાં તેલનાં ટીપાં નાખવા, તેનાથી બેક્ટેરિયા શરીરની અંદર પ્રવેશી શકતા નથી.
 • આ ઉપાયો બાદ પણ પણ સાવધાની રાખવી જરૂરી છે, જો કોઈ લક્ષણો જોવા મળે છે, તો ડોક્ટરની સલાહ લો

5)આયુષ સંજીવની એપ શું છે?
આયુષ મંત્રાલયની જે પણ એડવાઈઝરી છે તે તમામ આ એપ પર ઉપલબ્ધ છે. તે ઉપરાંત એપમાં કેટલાક સવાલ પણ પૂછવામાં આવે છે કે લોકો જ્યારથી એડવાઈઝરીનું પાલન કરી રહ્યા છે તેમણે ફાયદો થયો છે કે નહીં. જ્યારે લોકો અનુભવ જણાવે છે, તો તે જાણવામાં મળે છે કે જો કોઈને સમસ્યા હોય છે તો કેટલો સમય સ્વસ્થ થવામાં લાગે છે. ગાઈડલાઈનથી તેમને કેવી રીતે ફાયદો થયો. 

6) આયુષ મંત્રાલય કઈ દવાઓ પર સંશોધન કરી રહ્યું છે?
આયુષ મંત્રાલય ઘણા પ્રકારની ઔષધીઓનું  ક્લિનિકલ ટ્રાયલ કરી રહ્યું છે. તેમાં એવી ઔષધીઓ હોય છે જે હાઈ રિસ્કવાળા વિસ્તારમાં રહેતા લોકો માટે અથવા આવશ્યક સેવાઓનાં કર્મચારી છે તેમને આપવામાં આવી શકે છે. તેનાથી તેમને સંક્રમણથી બચાવી શકાશે અને તેમની અંદર જો વાઈરસ પ્રવેશ કરે છે તો આ દવા સંક્રમણ ફેલાવતા અટકાવે છે. આ ઔષધી તેમને આપવામાં આવી રહી છે, જેઓને હળવા લક્ષણો છે. અમે જોઈ રહ્યા છીએ કે તેઓ કેટલી ઝડપથી સ્વસ્થ થઈ રહ્યા છે.

7) ગર્ભવતી મહિલાઓ અને બાળકોએ શું સાવચેતી રાખવી જોઈએ?
ગર્ભવતી મહિલાઓ, દસથી ઓછી વયના નાના બાળકો અને 60 વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધ લોકોએ ઘરની બહાર જવાનું ટાળવું. આ તેમને સુરક્ષિત કરવાનો સૌથી અસરકારક ઉપાય છે. સરાકરે પણ એડવાઈઝરી જારી કરી છે કે, લોકડાઉનમાં જે પણ છૂટ આપવામાં આવી છે તેમાં પણ તેમને બહાર ન જવાની સલાહ આપવામાં આવી છે.

8) વાવણીનાં કામ માટે શહેર જતા ખેડુતોએ શું સાવધાની રાખવી જોઈએ?
જો ખેડુતો બહાર જાય છે તો ઘરે આવવા પર જે વાહનથી ગયા, તેને સાબુના પાણીથી ધોવા જોઈએ. જે કપડાં પહેર્યા હતા તેને પણ ધોવા અને સ્નાન કરવું. માસ્કનો ઉપયોગ કરવો. એક જ માસ્ક વારંવાર ન પહેરવું. કપડાનું માસ્ક છે તો ફરીથી ઉપયોગ કરતાં પહેલાં સાબુના પાણીથી ધોઈને સૂકવો.

9) વેક્સીન બનવામાં કેટલો સમય લાગશે?
દેશમાં ઘણી લેબ છે જ્યાં વેક્સીન પર કામ ચાલી રહ્યું છે. સમગ્ર દુનિયામાં જેટલા સંશોધન ચાલી રહ્યા છે તેનાથી વધારે ભારતમાં સંશોધન કરવામાં આવી રહ્યા છે. આશા છે કે, સંશોધન ટૂંક સમયમાં પૂર્ણ થઈ જશે. થોડા મહિનામાં તેનું ટ્રાયલ શરૂ થઈ જશે. પરંતુ તે જણાવવું મુશ્કેલ છે કે તેની વેક્સીન ક્યારે આવશે.

10) શું હોમિયોપેથીમાં એવી કોઈ દવા છે જે સંક્રમણથી બચાવવામાં અસરકારક છે?
હોમિયોપેથીમાં ઘણી દવાઓ પર સંશોધન ચાલી રહ્યું છે. દેશની જુદી જુદી મેડિકલ કોલેજોમાં પરીક્ષણ શરૂ થઈ ગયું છે.યુનાની મેડિસિનમાં પણ સંશોધન થઈ રહ્યું છે. આયુષ મંત્રાલય હેઠળ આવતી યુનાની, આયુર્વેદિક, હોમિયોપેથી જેવી કોઈપણ પદ્ધતિની દવાઓ સામે આવી શકે છે.

11) શું સામાન્ય લોકો પણ અશ્વગંધા અને મુલેઠી જેવી દવાઓ લઈ શકે છે?
આ ઔષધીઓ પર ઘણા રિસર્ચ કરવામાં આવ્યા છે અને તેમનું રાસાયણિક પરીક્ષણ પણ કરવામાં આવ્યું છે. ત્યારબાદ અલગ અલગ બીમારી પ્રમાણે તેને લેવાની સલાહ આપવામાં આવે છે. આ સમયે રોગપ્રતિકારક શક્તિ માટે તેના સેવનની સલાહ આપવામાં આવી રહી છે પરંતુ તેને આયુષ ડોક્ટરની સલાહ બાદ જ લેવી. 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો