• Gujarati News
  • Lifestyle
  • Health
  • Drink Fenugreek Water On An Empty Stomach In The Morning, Keep Stomach Related Problems From Diabetes Under Control

હેલ્ધી ટિપ્સ:વજન ઓછું કરવું છે તો સવાર સાંજ ખાલી પેટે મેથીનું પાણી પીઓ, કોલેસ્ટેરોલ કન્ટ્રોલમાં રહેશે અને સ્કિન ગ્લોઈંગ બનશે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કોસ્મેટિક આઈટેમ્સમાં મેથીનો ઉપયોગ થાય છે. તેનાં સેવનથી સ્કિન ગ્લોઈંગ બને છે

શાકમાં લીલી મેથી હોય કે વસાણામાં મેથીના લાડુમાં ગમે તે રીતે આપણે મેથીનો ઉપયોગ કરતા હોઈએ છીએ. મેથી અનેક રોગ દૂર કરે છે. તેમાં ઘણા બધા વિટામિન્સ અને મિનરલ્સ હોય છે. દવાથી લઈને કોસ્મેટિક સુધી મેથીનો ઉપયોગ થાય છે. સવારે ઉઠી મેથી દાણાનું પાણી પીવાથી શરીરના ઝેરી તત્વો બહાર નીકળે છે. ડાયાબિટીસ અને કબજિયાતની સમસ્યામાં પણ તે અસરકારક સાબિત થાય છે.

આ રીતે મેથીના પાણીનો ઉપયોગ કરો
મેથીનું પાણી બનાવવા માટે માત્ર 10 મિનિટનો સમય લાગે છે. 1થી 1.5 ચમચી મેથીના દાણા રાતે પાણીમાં પલાળી દો. સવારે ઉઠી આ પાણી ગાળી લો. સવારે ખાલીપેટ આ પાણી પી લો. વધેલા મેથીદાણાનું સેવન પણ તમે કરી શકો છો. મેથીની તાસીર ગરમ હોય છે તેથી ગર્ભવતી મહિલાઓએ તેનું સેવન ડૉક્ટરની સલાહ લીધા બાદ કરવું જોઈએ.

મેથીનું પાણી પીવાના ફાયદા

  • વજન ઓછુ કરે છે: મેથીમાં ફાઈબર ઘણી માત્રામાં હોય છે. તે વજન ઓછું કરવામાં કારગર સાબિત થાય છે.
  • ત્વચા અને વાળ સ્વસ્થ રાખે છે: મેથીમાં એન્ટિઓક્સીડન્ટ હોય છે, તે સ્કિન રિપેર કરે છે. તમને જાણીને નવાઈ લાગશે પરંતુ ઘણા બધા કોસ્મેટિકમાં મેથીનો ઉપયોગ થાય છે. મેથીમાં પ્રોટીન હોવાથી તેનો ઉપયોગ હેરફોલ ટ્રીટમેન્ટમાં પણ થાય છે.
  • દિલ ખુશ રાખે છે: મેથીનું પાણી હૃદયમાં ઓક્સીડેટિવ સ્ટ્રેસ ઓછો કરે છે. તે કોલેસ્ટેરોલ કન્ટ્રોલ કરે છે.
  • ડાયાબિટીસ કન્ટ્રોલ કરે છે: પૌરાણિક સમયથી ડાયાબિટીસ કન્ટ્રોલ માટે મેથીનો ઉપયોગ થાય છે. દરરોજ મેથીનાં પાણીનું સેવન કરવાથી ડાયાબિટીસ કન્ટ્રોલમાં રહે છે. રૂટિનમાં તેનો ઉપયોગ કરતાં પહેલાં ડૉક્ટરની સલાહ જરૂર લો.