• Gujarati News
  • Lifestyle
  • Health
  • Drink A Glass Of Milk Daily To Reduce The Risk Of Heart Disease And Stroke By 14%; It Keeps Cholesterol Under Control

બ્રિટિશ સંશોધકોનો દાવો:હૃદયરોગ અને સ્ટ્રોકના જોખમને 14% ઘટાડવા માટે દરરોજ એક ગ્લાસ દૂધ પીવો; તે કોલેસ્ટેરોલને કંટ્રોલમાં રાખે છે

6 મહિનો પહેલા
  • કૉપી લિંક

હૃદયની બીમારી અને સ્ટ્રોકનું જોખમ 14 ટકા સુધી ઘટાડવું હોય તો દરરોજ એક ગ્લાસ દૂધ પીવો. દરરોજ એક ગ્લાસ દૂધ પીવાથી કોલેસ્ટેરોલનું સ્તર ઓછું રહે છે. તેનાથી હૃદયની બીમારીઓનું જોખમ ઓછું રહે છે. શરીરમાં કોલેસ્ટેરોલનું લેવલ વધવા પર ધમનીઓમાં બ્લોકેજ થવા લાગે છે. પરિણામે, હાર્ટ અટેક અને સ્ટ્રોકનું જોખમ વધે છે. આ દાવો ઈંગ્લેન્ડની રીડિંગ યુનિવર્સિટીના સંશોધકોએ પોતાના રિસર્ચમાં કર્યો છે.

20 લાખ લોકો પર રિસર્ચ થયું
સંશોધકોના અનુસાર, દરરોજ દૂધ પીતા બ્રિટન અને અમેરિકાના 20 લાખ લોકો પર રિસર્ચ કરવામાં આવ્યું. રિસર્ચમાં સામે આવ્યું કે, આવા લોકોમાં હૃદયની બીમારીના કેસ ઓછા સામે આવ્યા.

રીડિંગ યુનિવર્સિટીના સંશોધક પ્રો. વિમલ કરણીના જણાવ્યા પ્રમાણે, રિસર્ચ દરમિયાન અમને જાણવા મળ્યું કે, દૂધ પીતા લોકોના જનીનમાં ફેરફાર થયો. તેમનું BMI (બોડી માસ ઈન્ડેક્સ)તો વધારે હતો પરંતુ બેડ કોલેસ્ટેરોલનું લેવલ ઓછું હતું. ડેરી પ્રોડક્ટસ સ્વસ્થ માટે ફાયદાકારક સાબિત થઈ છે.

લેક્ટોઝ જનીનમાં ફેરફારના કારણે આવું થયું
પ્રો. વિમલના અનુસાર, જે લોકોના જનીનમાં ફેરફાર થયો તેમનામાં હૃદયની બીમારીઓનું જોખમ ઓછું હતું. રિસર્ચ રિપોર્ટના જણાવ્યા પ્રમાણે, દૂધ પીવાને કારણે લેક્ટોઝ જનીનમાં ફેરફાર જોવા મળ્યો. આ જનીન દૂધ દ્વારા શરીરમાં પહોંચતા સુગરને પચાવવાનું કામ કરે છે. આ બદલાયેલા જનીન મનુષ્ય માટે ફાયદાકારક છે.

શું દૂધ પીવાથી ડાયાબિટીસનું જોખમ વધે છે?
લોકોમાં એક માન્યતા છે કે, દૂધ પીવાથી ડાયાબિટીસ થવાનું જોખમ વધારે રહે છે, પરંતુ નવા રિસર્ચમાં સંશોધકોએ દાવો કર્યો છે કે, દૂધ ઓછું કે વધારે પીવાથી ડાયાબિટીસ થવાના કોઈ પુરાવા નથી. દૂધ હાડકા માટે જરૂરી છે અને વિટામિન અને પ્રોટીનની ઊણપ પણ દૂર કરે છે.