તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અલર્ટ કરનારું રિસર્ચ:પેઢાની બીમારીથી પીડાઈ રહેલા દર્દીઓમાં હાઈ બ્લડ પ્રેશરનું ડબલ જોખમ, તે હૃદયની બીમારીનું એક મોટું જોખમી ફેક્ટર છે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • યુનિવર્સિટી કોલેજ લંડનના સંશોધકોએ રિસર્ચમાં ખુલાસો કર્યો
  • કહ્યું, હાઈ બ્લડ પ્રેશરના મોટાભાગના દર્દીઓને BP વધેલું હોય તો પણ ખબર નથી હોતી

દાંતના પેઢાની બીમારીથી પીડિત છો, તો બ્લડ પ્રેશર વધવાનું જોખમ બમણું રહે છે. આ દાવો યુનિવર્સિટી કોલેજ લંડનના સંશોધકોએ તેમના રિસર્ચમાં કર્યો છે. સંશોધકોના જણાવ્યા પ્રમાણે, પેઢાની બીમારી પેરિઓડોન્ટાઇટિસથી પીડિત 250 લોકો પર રિસર્ચ કરવામાં આવ્યું. રિસર્ચમાં સામે આવ્યું કે, તે લોકોમાં 2.3 ગણું બ્લડ પ્રેશર વધ્યું હતું.

શું હોય છે પેઢાની બીમારી પેરિઓડોન્ટાઇટિસ
પેરિઓડોન્ટાઇટિસ પેઢામાં થતું સંક્રમણ છે. આ સંક્રમણમાં બ્લિડિંગ થવાની સાથે દાંત કમજોર થવાનું જોખમ વધી જાય છે. સંશોધકોના જણાવ્યા પ્રમાણે, પેરિઓડોન્ટાઇટિસથી પીડિત 250માંથી 14 ટકા દર્દીઓમાં હાઈ બ્લડ પ્રેશર એટલે હાઈપરટેન્શનની સમસ્યા જોવા મળી. ​​​​​​​

દર્દીઓમાં પેઢાની બીમારી કેટલી ગંભીર છે તેનું સ્તર જોવા મળ્યું. તે સિવાય બ્લડ પ્રેશર માપવામાં આવ્યું, બ્લટ ટેસ્ટ કરવામાં આવ્યો. ટેસ્ટ દ્વારા તે તપાસવામાં આવ્યું કે, બ્લડમાં સી-રિએક્ટિવ પ્રોટીન કેટલા છે. બ્લડમાં સી-રિએક્ટિવ પ્રોટીનનું વધુ સ્તર શરીરમાં સોજો વધવાની વાત તરફ ઈશારો કરે છે. તે સિવાય રિસર્ચમાં ઉંમર, જેન્ડર, BMI,સ્મોકિંગ અને ફિઝિકલ એક્ટિવિટી જેવા ફેક્ટરને સામેલ કરવામાં આવ્યા છે.

કેટલા જીવલેણ છે પેરિઓડોન્ટાઇટિસના બેક્ટેરિયા
સંશોધક ડૉ. ઈવા એગુઈલેરાના જણાવ્યા પ્રમાણે, બ્લડ પ્રેશર વધેલું હોય તો પણ ઘણા લોકોને તેના લક્ષણોની ખબર નથી પડતી. પરિણામે હૃદયની બીમારીનું જોખમ વધી જાય છે. સંશોધનકર્તા ફ્રાન્સેસ્કોના જણાવ્યા પ્રમાણે, પેરિઓડોન્ટાઇટિસના બેક્ટેરિયા પેઢાને ડેમેજ કરી શકે છે. તે બેક્ટેરિયા શરીરમાં સોજાને વધારીને હાઈ બ્લડ પ્રેશર જેવી સમસ્યા પેદા કરી શકે છે. ​​​​​​​

પેઢામાં સમસ્યા હોય તો બીપી ચેક કરાવવું
સંશોધનકર્તાના જણાવ્યા પ્રમાણે, અમારું રિસર્ચ એ સાબિત કરે છે કે, મોટાભાગના લોકો તેમના વધેલા બ્લડ પ્રેશર વિશે અજાણ હોય છે. જ્યારે પણ પેઢામાં સમસ્યા થાય તો તમારું બ્લડ પ્રેશર જરૂરથી ચેક કરાવવું. તેનાથી સમયસર બીમારીને પકડી શકાય છે. ​​​​​​​

હાઈપરટેન્શન જર્નલમાં પબ્લિશ રિસર્ચના જણાવ્યા અનુસાર, દિવસમાં બે વખત દાંતની સફાઈ કરવાથી મોટાભાગની ઓરલ સમસ્યા દૂર રહે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

વધુ વાંચો