ફેટ ટુ ફિટ:એક્સર્સાઈઝ, ડાયટ અને જિમ માટે પૂરતો સમય નથી તો ફિકર નોટ, આ ટિપ્સ અપનાવી બોડી સ્લિમ ટ્રિમ બનાવો

5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ગરમ પાણી પીવાથી મહિનામાં 1-2 કિલો વજન ઓછું કરી શકાય છે
 • ખોરાકમાં હાઈ ફાઈબર ફળોને સામેલ કરવાખી ભૂખ ઓછી લાગે છે

મેદસ્વિતા નામની બીમારીથી તમે જે ઝડપે શિકાર બનો છો તેટલી જલ્દી તેનાથી છુટકારો મેળવવો મુશ્કેલ બની જાય છે. જો તમને ડાયટ, જિમ અને ફિઝિકલ એક્ટિવિટીઝ કરી ફિટ રહેવાનો સમય નથી મળતો તો અમે તમારા માટે આવી ટિપ્સ લઈને આવ્યા છીએ જેનાથી તમે 'ફેટ ટુ ફિટ' બની જશો. ન્યૂટ્રિશનિસ્ટ ખુશબૂ વર્મા પાસેથી જાણો વજન ઘટાડવાની ટિપ્સ...

આ ઉપાયથી ફેટ ટુ ફિટ બની શકાય છે

 • શિયાળામાં તમે ગરમ પાણી પીતા હો તો આ આદત આખાં વર્ષ માટે અપનાવો. દિવસે સમયાંતરે ગરમ પાણી પીવાથી મહિનામાં 1-2 કિલો વજન ઓછું કરી શકાય છે.
 • ખોરાકમાં હાઈ ફાઈબર ફ્રુટ્સ લો. તેનાથી પેટ ભરેલું રહે છે અને ભૂખ ઓછી લાગે છે. બિનજરૂરી ખાદ્ય પદાર્થથી દૂર રહો. નારંગી, પપૈયું, સફરજન અને દાડમ જેવા ફળો ડાયટમાં સામેલ કરો.
 • આયુર્વેદમાં ત્રિફલા અને ગુગળ ચૂર્ણના અનેક ફાયદા છે. તેને રૂટિનમાં સામેલ કરી ફેટ ઓછું કરી શકાય છે.
 • એક જ સમયે ભરપેટ ભોજન લેવાથી બચો. 2 કલાકના સમયાંતરે હેલ્ધી વસ્તુ ખાવાની આદત રાખો. તેનાથી મેટાબોલિઝ્મ વધે છે અને ભોજન સરળતાથી પચી જાય છે.
 • સવારે દિવસની શરૂઆત ચાથી નહિ નવશેકાં પાણીથી કરો. તેમાં તજ પાઉડર અને મધ ઉમેરી પણ પી શકાય છે. તે નેટરલ ફેટ કટર ડ્રિન્ક સાબિત થાય છે.
 • સવારે ડાયટમાં ગ્રેપફ્રુટનું સેવન ફાયદાકારક છે. તેનાથી શરીર ડિટોક્સ થાય છે સાથે ફેટ બર્ન થાય છે.
 • આખીરાત પલાળેલાં મેથીદાણાનું પાણી પીઓ. તેનાથી બોડી સ્લિમ ટ્રિમ થાય છે. સાથે તે ડાયાબિટીસ પણ કન્ટ્રોલ કરે છે.
 • અળશીનો પાઉડર પણ ફેટ કટર તરીકે કામ કરે છે. શેકેલી અળશીનો પાઉડર બનાવી તેને નવશેકાં પાણીમાં મિક્સ કરી ખાલી પેટે લેવી જોઈએ.