હેલ્થ ટિપ્સ:પાચન શક્તિ મજબૂત કરવા માટે દવાઓ ન લો, આયુર્વેદાચાર્ય પાસેથી ટિપ્સ જાણો અને હેલ્ધી રહો

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાચન શક્તિ મજબૂત કરવા માટે લંચ સાથે છાશ પીવી જોઈએ
  • શરીર એક્ટિવ રહે તે માટે વોક કરો

તમે પાચન શક્તિ સારી રાખવા અને આંતરડાંનું સ્વાસ્થ્ય સારું રાખવા માટે દવાઓ લો છો તો તમારે અલર્ટ થવાની જરૂર છે. નુક્સાન કરતી આ દવાઓને બદલે તમે નેચરલ સોર્સથી પણ પાચન શક્તિ મજબૂત કરી શકો છો. સુરતનાં આયુર્વેદાચાર્ય ડૉ. દીક્ષા ભાવસાર જણાવે છે કે, જ્યારે પાચન શક્તિ નબળી હોય છે ત્યારે એસિડિટી, કબજિયાત, ગેસ, માથાનો દુખાવો, ચામડીની સમસ્યા, એનીમિયા, વિટામિનની ઊણપ જેવાં લક્ષણો જણાય છે. ગટ હેલ્થ અર્થાત આંતરડાંનાં સ્વાસ્થ્યનું ધ્યાન રાખી ઈમ્યુનિટી સ્ટ્રોન્ગ બનાવી શકાય છે. દવાઓ વગર પાચન શક્તિ મજબૂત કરવા માટે આ રૂટિન ફોલો કરો.

ભોજન લીધા બાદ વજ્રાસનમાં બેસો

મોટા ભાગના લોકોને આદત હોય છે કે ભોજન લીધા બાદ સૂઈ જાય છે અથવા એક જગ્યાએ બેસી રહે છે. આ આદતને કારણે પાચન શક્તિ નબળી પડી છે. જમ્યા બાદ વજ્રાસનમાં બેસવાથી બ્લડ સર્ક્યુલેશન ઈમ્પ્રુવ થાય છે અને પાચન શક્તિ સારી રહે છે. તેનાથી ભોજન સરળતાથી પચી જાય છે.

ન પચતો ખોરાક ન લો
પચવામાં ભારે પડતો ખોરાક ન લો. વિરોધાભાસવાળું ભોજન પણ ન લો. ફળ અને દૂધ, માછલી અને દૂધ, મધ અને ગરમ પાણી, ઠંડું અને ગરમ ભોજન એકસાથે ન લો. આવો ખોરાક લેવાથી મેટાબોલિઝ્મ નબળું પડે છે.

લંચ સાથે છાશ લો
લંચ સાથે છાશ પીવાથી પેટનું સ્વાસ્થ્ય સારું રહે છે. દરરોજ છાશ પીતી વ્યક્તિ બીમારીથી દૂર રહે છે. છાશ અમૃત સમાન છે. તે પાચન શક્તિ સુધારે છે અને કફ-વાતની સમસ્યા ઓછી કરે છે.

વૉક કરો

શરીર હંમેશાં એક્ટિવ રહે તે જરૂરી છે. તમે વોક નહિ કરો તો ડાઈજેશન ઈમ્પ્રુવ નહિ થાય. જો તમે એક્સર્સાઈઝ ન કરી શકો તો મિનિમમ દરરોજ 5 હજાર સ્ટેપ્સ ચાલો.

અધકચરું ભોજન ન લો
કાચું ભોજન પચાવવા માટે આંતરડાં વધારે સ્વસ્થ હોય તે જરૂરી છે. પેટાગ્નિ પહેલાંથી નબળી હોય તો કાચું ભોજન ખાવાથી પાચન શક્તિ નબળી પડે છે. સાથે ગેસની સમસ્યા પણ થાય છે.

અન્ય સમાચારો પણ છે...