કામની વાત:ડેન્ગ્યુ-મલેરિયાને હળવાશથી ન લો, યોગ્ય સમયે સારવાર નહિ કરવામાં આવે તો જીવ ગુમાવવો પડી શકે

2 મહિનો પહેલા
 • કૉપી લિંક

ચોમાસાની ઋતુ હાલ ધીમે-ધીમે શરુ થઈ રહી છે અને કેટલાંક રાજ્યોમાં ગરમીથી થોડી રાહત મળી રહી છે, પરંતુ રાહતની સાથે-સાથે ખતરાની ઘંટડીઓ પણ વાગી રહી છે. ડેન્ગ્યુ અને મલેરિયાનો ભય ઋતુની શરુઆત સાથે જ શરુ થઈ ચૂક્યો છે. વરસાદની ઋતુથી ઓક્ટોબર સુધી દર વર્ષે ડેન્ગ્યુ-મેલેરિયાનું જોખમ રહે છે. દિલ્હીમાં ડેન્ગ્યુના કેસ વધી રહ્યા છે. MCDએ ડેન્ગ્યુના કેસો અંગે એક રિપોર્ટ જાહેર કર્યો છે, જે મુજબ 1 જાન્યુઆરી, 2022 થી 28 મે, 2022 સુધીમાં ડેન્ગ્યુના 111 કેસ નોંધાયા છે. આ દરમિયાન મલેરિયાના 18 કેસ નોંધાયા છે. રાજસ્થાન, છત્તીસગઢ, મધ્યપ્રદેશ સહિત દેશના ઘણાં ભાગોમાં પણ ડેન્ગ્યુ-મેલેરિયાના કેસ નોંધાઈ રહ્યા છે. આમાંથી ઘણાં લોકોના જીવ તેના કારણે જ જઈ રહ્યા છે. આવી સ્થિતિમાં આ રોગોને હળવાશથી ના લેવા જોઈએ.

ચાલો આજે આપણે ડેન્ગ્યુ-મલેરિયાને લગતા પ્રશ્નોના જવાબ કાર્ડિયોલોજિસ્ટ ડૉ.બાલકૃષ્ણ શ્રીવાસ્તવના પાસેથી જાણીએ.
સૌથી પહેલા જાણીએ ડેન્ગ્યૂ વિશે-
પ્રશ્ન: ડેન્ગ્યુ કેવી રીતે થાય છે?
જવાબ:
ડેન્ગ્યુ માદા એડીસ મચ્છરના કરડવાથી થાય છે. આ મચ્છરો ગંદકીમાં નહીં, પરંતુ સ્વચ્છ જગ્યાએ ખીલે છે. જે લોકો શહેરોમાં સ્વચ્છ જગ્યાઓ પર રહે છે તેમને ડેન્ગ્યૂનો ખતરો વધુ રહે છે. તે ટાઇપ-1, ટાઇપ-2, ટાઇપ-3 અને ટાઇપ-4 એમ ચાર પ્રકારનાં હોય છે, બોલચાલની ભાષામાં તેને ‘બોન બ્રેક ફીવર’ પણ કહે છે.

પ્રશ્ન: ડેન્ગ્યુના મચ્છરોને ખીલતાં અટકાવવા શું કરવું?
જવાબ:

 • ઘરની અંદર અને બહાર બંને જગ્યાએ પાણી જમા ના થવા દો.
 • બગીચામાં પાળતુ પ્રાણીને પાણી આપવાના વાસણને સ્વચ્છ રાખો.
 • પાણીની ટાંકીને સારી રીતે ઢાંકી દો.
 • રૂમના કૂલર અને પાણીની ટાંકીમાં અઠવાડિયામાં એકવાર પેટ્રોલ અથવા માટીનું તેલ નાખો.
 • ફ્રિજની નીચે રાખેલી પાણીની ટ્રે રોજ ખાલી કરો.

સવાલ: ડેન્ગ્યુના લક્ષણો શું છે?
જવાબ:
ડેન્ગ્યુ તાવ કયા પ્રકારનો છે, તે તેના પર લક્ષણો પર આધારિત છે. ડેન્ગ્યુ તાવ ત્રણ પ્રકારના હોય છે - સામાન્ય ડેન્ગ્યુ તાવ, ડેન્ગ્યુ હેમરેજિક તાવ, ડેન્ગ્યુ શોક સિન્ડ્રોમ. હેમરેજિક તાવમાં નાક, પેઢા કે ઊલ્ટીમાંથી લોહી આવે છે. આ સાથે જ ડેન્ગ્યૂ શોક સિન્ડ્રોમમાં દર્દી બેચેન રહે છે. તે ઘણી વખત ભાન ગુમાવે છે અને બ્લડપ્રેશર પણ ઘટે છે.

સામાન્ય લક્ષણો આ છે

 • માથાનો દુખાવો
 • સ્નાયુઓ અને હાડકાંમાં દુખાવો
 • ઠંડી સાથે તાવ
 • ગભરાવવું
 • ઉલ્ટી થવી
 • આંખોની પાછળના ભાગમાં દુખાવો
 • ત્વચા પર ફોલ્લીઓ થવી
 • મોઢાનો સ્વાદ બગડી જવો

સવાલ: ડેન્ગ્યુમાં પ્લેટલેટ કાઉન્ટની ભૂમિકા શું છે?
જવાબ:
બીમાર વ્યક્તિના લોહીમાં પ્લેટલેટની સંખ્યા નોંધપાત્ર રીતે ઘટવા લાગે ત્યારે ડેન્ગ્યુ વધુ ગંભીર બને છે. પ્લેટલેટ્સને ‘ક્લોટ-ફોર્મિંગ સેલ્સ’ કહેવામાં આવે છે. આવી સ્થિતિમાં જો તમારું પ્લેટલેટ કાઉન્ટ લેવલ પહેલેથી જ ઓછું છે તો પછી તમે અન્ય કરતાં ઝડપથી ડેન્ગ્યુથી સંક્રમિત થઈ શકો છો.

ચાલો જાણીએ મેલેરિયા વિશે
પ્રશ્ન: મલેરિયા કેવી રીતે થાય છે?
જવાબ:
માદા એનાફિલિસ મચ્છર જ્યારે તંદુરસ્ત વ્યક્તિને કરડે છે ત્યારે તેને મલેરિયા થાય છે. આ મચ્છરો ગંદા અને ચોખ્ખા પાણી બંનેમાં ખીલે છે. જો ચેપગ્રસ્ત માદા મચ્છર ઇંડા મૂકે છે, તો તેમના ઇંડાને પણ ચેપ લાગે છે. આ કારણે સંબંધિત વ્યક્તિને 14થી 21 દિવસની અંદર તાવ આવી જાય છે.

પ્રશ્ન: મેલેરિયાના મચ્છરોને ખીલતા અટકાવવા શું કરવું?
જવાબ:

 • ઘરની બહાર કે આસપાસના ખાડામાં પાણી જમા ન થવા દો.
 • જો ખાડામાંથી પાણી કાઢવું શક્ય ના હોય તો તેમાં કેરોસીન નાખી દો.
 • પાણીની ટાંકી, મટકા અથવા ડોલને ઘરની અંદર સારી રીતે ઢાંકીને રાખો.
 • કૂલરનું પાણી ત્રણથી ચાર દિવસમાં બદલીને સૂકવીને ફરી ભરી લો.
 • જો પાણીમાં નાના જીવજંતુઓ (લાર્વા) દેખાય તો પાણીને સૂકી જગ્યા પર પાથરી દો.

પ્રશ્ન: મેલેરિયાના લક્ષણો શું છે?
જવાબ:

 • ગળામાં ખરાશ
 • માથાનો દુખાવો
 • ઠંડી લાગવી
 • તાવ આવવો
 • મૂંઝવણ થવી
 • ઉલ્ટી થવી
 • પરસેવો વળવો
 • થાક લાગવો
 • સ્નાયુમાં દુખાવો

સવાલ: તમને ડેન્ગ્યુ કે મેલેરિયા છે કે નહીં, તે તમે કેવી રીતે જાણશો?
જવાબ:

જો તમને ડેન્ગ્યૂ કે મલેરિયાના લક્ષણો દેખાતા હોય તો તરત જ ડોક્ટરને મળો. તમને ડેન્ગ્યુ અથવા મેલેરિયા છે કે કેમ તે શોધવા માટે ડૉક્ટર તમારા લોહીનું પરીક્ષણ કરશે.

ડેન્ગ્યુ-મેલેરિયા અને રાજ્ય સરકારની તૈયારીઓ
ઉત્તરપ્રદેશ:
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ કોવિડની તર્જ પર ડેન્ગ્યુ ટેસ્ટ, ટ્રેસ અને સારવાર અભિયાન શરૂ કરવા જઈ રહ્યા છે.
મધ્યપ્રદેશઃ મેલેરિયા વિભાગ દ્વારા પણ ડેન્ગ્યુથી બચવા માટે ખાસ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જબલપુરમાં દર વર્ષે 1 થી 30 જૂન સુધી ‘મલેરિયા વિરોધી દિવસ’ ઉજવવામાં આવે છે.
રાજસ્થાન: સરકાર એલર્ટ પર છે. દર રવિવારે ડેન્ગ્યુ સામે યુદ્ધના નારા સાથે લોકોને જાગૃત કરી રહ્યા છે.
છત્તીસગઢ: ગત વર્ષે છત્તીસગઢમાં ડેન્ગ્યુના સૌથી વધુ કેસ સામે આવ્યા હતા. આ વખતે સરકાર પહેલાથી જ સતર્ક છે.