ફિટનેસ:તાજેતરમાં જ જિમ જોઈન કર્યું હોય તો આ ભૂલો કરવાનું ટાળો, એક્સપર્ટ પાસેથી જાણો ટિપ્સ

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શરૂઆત હેવી વેટથી ક્યારેય ન કરવું જોઈએ
  • ડિહાઈડ્રેશનથી બચવા માટે પાણી પીતાં રહેવું જોઈએ

કોરોના વાઈરસની એન્ટ્રી થતાં જ લોકો ફિટનેસ ફ્રિક બનવા લાગ્યા છે. અનલોક શરૂ થતાં જ લોકોએ જિમ તરફ દોટ મૂકી છે. જો તમે અત્યાર સુધી જિમિંગ નહોતા કરતા પરંતુ કોરોના આવ્યા બાદ નવું નવું જિમ જોઈન કર્યું છે તો તમારે કેટલીક વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે. ફિટ અને હેલ્ધી રહેવા માટેની જિમ ટિપ્સ જાણો જિમ ટ્રેનર યોગેશ ઉપાધ્યાય પાસેથી...

યોગેશ જણાવે છે કે જિમ જોઈન કરવા માટે દરેક વ્યક્તિનો હેતુ અલગ અલગ હોય છે. કોઈને ફિટ રહેવું હોય છે હોય છે તો કોઈએ બોડી બનાવવી હોય છે તો કોઈને સ્ટ્રેન્થ બૂસ્ટ કરવી હોય છે. મહિલાઓ ફિટ રહેવા માટે જિમ જોઈન કરતી હોય છે. મહિલાઓ ફિટ રહેવાના ચક્કરમાં શરૂઆતથી જ હેવી વર્કઆઉટ અને ડાયટ ફોલો કરી દે છે. તેના માટે તેઓ ખાવા-પીવાનું છોડી દે છે. તેને કારણે ઘણી વખત ડિહાઈડ્રેશન, ચક્કર આવવા, ગભરામણ, થાક અને દુખાવો જેવી સમસ્યા થાય છે.

હેવી વેટની પસંદગી ન કરો

જિમ ટ્રેનર યોગેશ જણાવે છે કે, શરૂઆતમાં હળવી એક્સર્સાઈઝ કરવી જોઈએ. હેવી વેટથી શરૂઆત ક્યારેય ન કરવી જોઈએ. તેનાથી તમારા મસલ્સને નુક્સાન થઈ શકે છે. જિમ ટ્રેનર કહે એ પ્રમાણે જ તમારે વર્કઆઉટ રૂટિન ફોલો કરવું જોઈએ.

બેલેન્સ્ડ ડાયટ
વર્કઆઉટ દરમિયાન ડાયટ પર ધ્યાન આપવું જરૂરી છે. વર્કઆઉટ દરમિયાન ઘણો પરસેવો થાય છે. તેથી શરીરમાં ડિહાઈડ્રેશન ન થાય તે માટે પાણી પીવું જોઈએ. જે લોકોને માત્ર ફિટ જ રહેવું વજન ઘટાડવું કે વધારવું ન હોય તો પાણીમાં ગ્લુકોઝ ઉમેરો. વજન ઓછું કરવા માગતા હોય તેમણે પાણીમાં લીંબું અને સંચળ ઉમેરી પીવું જોઈએ.

યોગેશ જણાવે છે તે વર્કઆઉટ ક્યારેય ખાલી પેટ ન કરવું જોઈએ. સવારે એક સફરજન અથવા કેળું ખાઈ વર્કઆઉટ કરવું જોઈએ. વર્કઆઉટ બાદ લીલી શાકભાજી, સલાડ, ડ્રાય ફ્રુટ્સ, પ્રોટીન અને અન્ય જરૂરી પોષક તત્વોથી ભરપૂર ભોજન લેવું જોઈએ.

ડૉક્ટરની સલાહ લો
વરિષ્ઠ ફિઝિશિયન ડૉક્ટર એન કે શર્મા જણાવે છે કે, વજન ઓછું કરવાના ચક્કરમાં ઘણા લોકો ખાવા પીવાનું છોડી દે છે. આ વાત સ્વાસ્થ્ય માટે સારી નથી. તેને કારણે ડિહાઈડ્રેશન અને વીકનેસ થઈ શકે છે. વર્કઆઉટ દરમિયાન ડાયટમાં તમામ પોષક તત્વો હોય તે જરૂરી છે. તેમ છતાં જો કોઈ સમસ્યા થાય તો ડૉક્ટરની સલાહ લો.

હાઈજીન પ્રેક્ટિસ
ડૉ. શર્મા જણાવે છે વર્કઆઉટ દરમિયાન હાઈજીનનું ઘણું ધ્યાન રાખવું જોઈએ. તેનાથી સંક્રામક બીમારીથી બચી શકાય છે. વર્કઆઉટ કરી તરત સ્નાન ન કરવું જોઈએ. કારણ કે વર્કઆઉટ દરમિયાન શરીરનું તાપમાન વધી જાય છે. તેવામાં તરત નાહવાથી સ્વાસ્થ્યને નુક્સાન થઈ શકે છે.

અન્ય સમાચારો પણ છે...