હાલમાં જ તમિલનાડુનાં કલ્લાકુરુચિ જિલ્લામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. 12માં ધોરણમાં ભણતા વિધાર્થીએ વારંવાર બોડી શેમિંગ કરનારા તેના જ ક્લાસનાં વિધાર્થીને મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ મામલે પોલીસે જણાવ્યું હતું કે, મરનાર વિધાર્થીએ આરોપી વિધાર્થીને વારંવાર ચિડાવતો હતો. તેની સાથે સ્કૂલનાં બીજા વિધાર્થીઓ પણ તેના વર્તન અને ચહેરાની મજાક કરતા હતા.
આ ઘટનાને જોતા તમિલનાડુ રાજ્ય બાલ અધિકાર સંરક્ષણ આયોગના સભ્ય ડો. સરન્યા જયકુમારે જણાવ્યું હતું કે. બોડી શેમિંગ વાળા લોકો સ્ટ્રેસ અને ડિપ્રેશનનો શિકાર હોય છે. જેમાં બોડી બોડી ડિસ્મોર્ફિક ડિસઓર્ડર (BDD) થાય છે. ઘણીવાર બોડી શેમિંગના શિકાર થયેલા લોકોમાં ગુસ્સો અને ડિપ્રેશનનું લેવલ ઘણી હદ સુધી વધી જાય છે. જેનાથી તે આડું-અવળું પગલું ભરી લે છે.
આજે કામના સમાચારમાં દિલ્લીની ઇન્ડિયન સ્પાઈનલ ઇન્જરી સેન્ટરના સાઈકોલોજીસ્ટ ડો શાનું શ્રીવાસ્તવ પાસેથી જાણીએ આ ડિસઓર્ડર અને તેનાથી બચવાના ઉપાય .
સૌથી પહેલાં જાણીએ બોડી શેમિંગ વિશે.
બોડી શેમિંગ શું છે?
બોડી શેમિંગ એ એવી પ્રેક્ટિસ છે, જેના દ્વારા લોકો કોઈના શરીરના આકાર, વજન, રંગ અથવા દેખાવની ટીકા કરે છે અથવા તેની મજાક ઉડાવે છે. આજકાલ આ સમસ્યા બોલિવૂડથી લઈને ઓફિસ, કોલેજના બાળકોમાં જોવા મળી રહી છે. આ કારણે ટ્રોલ થઈ રહેલા લોકોનાં માનસિક સ્વાસ્થ્ય ખૂબ જ ખરાબ અસર થઇ રહી છે.
બોડી શેમિંગને આ રીતે કરો હેન્ડલ
ચિંતા કરવાને તમારી જાતને સ્વીકારતા શીખો
પોતાની તુલના બીજા કોઈ સાથે ના કરો કારણકે કોઈ પરફેક્ટ નથી .
તમારી ખામીઓને ઓળખો અને તેને કેવી રીતે દૂર કરવી અથવા તેનો સામનો કેવી રીતે કરવો તે વિશે વિચારો.
તમારી જાતને સુધારવા માટે તમારી લાઈફમાં કંઈક ક્રિએટિવ કરો.
ફિટનેસ વિશે અન્ય લોકો દ્વારા કરવામાં આવતી કમેન્ટને નજર અંદાજ કરો.
ફિટ રહેવા માટે હંમેશા હેલ્ધી ખાઓ અને કસરત કરો.
કસરત તમને શારીરિક અને માનસિક બંને રીતે ફિટ રાખશે.
સવાલ : બોડી ડીસ્મોર્ફિક ડિસઓર્ડર (BDD ) શું છે?
જવાબ : આ એક એવી માનસિક સ્વાસ્થ્ય સ્થિતિ છે જેમાં વ્યક્તિ હંમેશા તેના શરીરના આકાર, રંગ, વજન, ઊંચાઈ અથવા દેખાવને લગતી ખામીઓ વિશે વિચારે છે. આવા લોકો વધુ પડતું વિચારવાને કારણે સ્ટ્રેસ કે ડિપ્રેશનનો શિકાર બને છે. તેઓ પોતાની જાત પર શરમ અનુભવે છે. આ લોકો પણ અન્ય લોકોને મળવા અથવા સામાજિક મેળાવડામાં જવાનું ટાળે છે. બોડી ડિસ્મોર્ફિક ડિસઓર્ડર ધરાવતા લોકો ઘણીવાર અરીસામાં જુએ છે અને સુંદર દેખાવા માટેના કલાકો વેડફે છે.
આ લોકો પોતાનામાં કોઈ કમી મહેસુસ કરે છે. પોતાના લુકને લઈને અન્કમ્ફર્ટેબલ રહે છે. જેના કારણે તેમનું સ્વાસ્થ્ય અને દિનચર્યા બંને બગડી જાય છે. બધી ટ્રાય કર્યા બાદ પણ તે લુક અને પર્સનાલિટીથી સંતુષ્ટ નથી. વધુ પડતા ડિપ્રેશનને કારણે તેઓ પોતાને કે બીજાને પણ નુકસાન પહોંચાડી શકે છે.
બોડી ડીસ્મોર્ફિક ડિસઓર્ડરને આવી રીતે ઓળખો
જ્યારે કોઈ વ્યક્તિ તૈયાર કરવામાં ઘણો સમય લગાવ્યા પછી પણ પોતાનામાં ખામી શોધે છે.
આવા લોકો વારંવાર પોતાને અરીસામાં જુએ છે, તેમની ત્વચાને સ્પર્શ કરે છે અને તેમના વાળને હાથ લગાવે છે.
પોતાની મજાક ઉડાવવાના ડરને કારણે તેને ક્યાંય ફરવાનું પસંદ નથી.
તમારી સ્ટાઇલ, મેકઅપ અથવા કપડાં વડે તમારી ખામીઓને છુપાવવાનો પ્રયાસ કરો.
હંમેશા તમારી શક્તિ અથવા સુંદરતાની તુલના અન્ય લોકો સાથે કરો.
બીજા સાથે હંમેશા સુંદરતા અને કપડાં વિશે વારંવાર પુછપરછ ના કરો
મિત્રો અને ફેમિલીની નેગેટિવ કમેન્ટ વિશે વારંવાર વિચારે છે.
બોડી ડીસ્મોર્ફિક ડિસઓર્ડરથી આ રીતે બચાવો
તમારી જાતને પ્રેમ કરો અને નકારાત્મક વિચારોથી દૂર રહો.
અન્ય લોકો સાથે તમારી સરખામણી કરવાનું ટાળો.
તમારામાં સારું શોધવાનો પ્રયત્ન કરો.
મિત્રો સાથે ક્વોલિટી સમય પસાર કરો.
કેટલીક નવી કુશળતા શીખો, તમારું મનપસંદ પુસ્તક વાંચો.
જો જરૂરી હોય તો સાઈકોલોજીસ્ટની સલાહ લો
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.