તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દુનિયાભરમાં કોરોનાવાઈરસનો કહેર યથાવત છે. WHOની ગાઈડલાઈન અનુસાર વાઈરસ સામે રક્ષણ મેળવવા માટે માસ્ક પહેરવો આવશ્યક છે. પરંતુ કેટલાક લોકો સતત માસ્ક પહેરીને કંટાળી જતા હોય છે. વારંવાર બોલવાથી અથવા પરસેવાથી થતો માસ્કની અંદરનો ભેજ તેમને અણગમતો લાગે છે, પરંતુ શું તમને ખબર છે આ જ ભેજ કોરોનાવાઈરસની ગંભીરતા ઓછી કરી શકે છે. જી હા તાજેતરમાં જ થયેલાં એક રિસર્ચમાં આ વાત સામે આવી છે.
નવાં રિસર્ચ પ્રમાણે, માસ્કની અંદરનો ભેજ રેસ્પિરેટરી ટ્રેક્ટને ભેજવાળો રાખે છે. તે કોરોનાવાઈરસનાં ઈન્ફેક્શનની અસર ઓછી કરી ઈમ્યુન સિસ્ટમ માટે ફાયદાકારક છે. ‘બાયોફિઝિકલ જર્નલ’ નામની મેડિકલ જર્નલમાં પ્રકાશિત થયેલાં રિસર્ચ પ્રમાણે, રેસ્પિરેટરી ટ્રેક્ટમાં વધુ માત્રામાં ભેજ હોવાથી કોવિડ-19ના ગંભીર લક્ષણો થવાનું જોખમ ઓછું રહે છે.
એક્સપર્ટનું કહેવું છે કે ભેજનું વધારે પ્રમાણ ફેફસાંમાં વાઈરસનો ફેલાવો રોકે છે. કારણ કે રેસ્પિરેટરી ટ્રેક્ટમાં વધારે ભેજનું પ્રમાણ હોવાથી ટ્રેક્ટમાંથી હાનિકારક પાર્ટિકલ દૂર થાય છે. ભેજનું વધારે પ્રમાણ સ્પેશિયલ પ્રોટીન ઉત્પન્ન કરી ઈમ્યુન સિસ્ટમ મજબૂત કરવામાં મદદ કરે છે.
રિસર્ચ
રિસર્ચમાં N95, ટ્રિપલ લેયર માસ્ક, ડબલ લેયર સર્જીકલ માસ્ક, કાપડનો ટુ લેયર માસ્ક અને હેવી કોટન માસ્ક પર પરીક્ષણ કરવામાં આવ્યું. રિસર્ચમાં સામેલ થયેલાં વોલન્ટિયર્સને સીલ્ડ સ્ટીલના બોક્સમાં વિવિધ પ્રકારના માસ્ક પહેરીને શ્વાસ લેવા માટે કહેવામાં આવ્યું. ત્યારબાદ વિવિધ તાપમાને કેટલા પ્રમાણમાં ભેજનું પ્રમાણ રહે છે તેની નોંધ લેવાઈ હતી. તેમાં જોવા મળ્યું કે કોટન માસ્ક સિવાયના અન્ય ત્રણ માસ્કમાં નીચાં તાપમાને ભેજનું પ્રમાણ વધે છે.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.