• Home
  • Lifestyle
  • Health
  • Don't assume that a fever is the cause of corona, let the doctor decide whether to get tested for the virus or not; In the meantime take every precaution

Q&A / એવું ન વિચારો કે તાવ આવતો હોય એટલે કોરોના થયો છે, ડોક્ટરને નક્કી કરવા દો વાઈરસની તપાસ કરાવવી કે નહીં; આ દરમિયાન બચાવની દરેક સાવધાની રાખવી

Don't assume that a fever is the cause of corona, let the doctor decide whether to get tested for the virus or not; In the meantime take every precaution
X
Don't assume that a fever is the cause of corona, let the doctor decide whether to get tested for the virus or not; In the meantime take every precaution

  • બહારનું ખાવાનું મંગાવતી વખતે સાવધાની રાખવી કેમ કે, તમને નથી ખબર હોતી કે ડિલિવરી કરનાર અથવા ખાવાનું બનાવનાર સંક્રમિત છે કે નહીં
  • ગર્ભવતી મહિલાઓ જ્યારે કોઈની સામે જાય તો માસ્ક પહેરવું કેમ કે, સામેવાળી વ્યક્તિ એસિમ્પ્ટોમેટિક હોઈ શકે છે

દિવ્ય ભાસ્કર

Jun 27, 2020, 02:57 PM IST

બહારથી ખાવાનું મંગાવવું કેટલું યોગ્ય છે, 10 દિવસથી તાવ આવતો હોય તો શું તે કોરોનાનાં લક્ષણ છે અને પરિવારના સભ્યો બહાર આવતા જતા હોય તો ગર્ભવતી મહિલાઓએ શું સાવધાની રાખવી જોઈએ, આવા ઘણા સવાલના જવાબ નવી દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલના નિષ્ણાત ડો. માલા શ્રીવાસ્તવે આકાશવાણીને આપ્યા. નિષ્ણાત પાસેથી જાણો કોરોના સાથે સંબંધિત સવાલના જવાબ...

1) શું કોરોનાનાં દર્દીઓ પર ફેવિપીરાવીર દવાની સારી અસર થઈ રહી છે?
કોરોનાનાં દર્દીઓની સારવારમાં ઘણી દવાઓનો ઉપયોગ કરવામાં આવે છે પરંતુ કયા દર્દીને દવાથી ફાયદો થયો અને કઈ દવાથી ઈમ્યુનિટીમાં સુધારો થયો તે જણાવવું મુશ્કેલ છે. પરંતુ સારવાર બાદ તે જોવામાં આવ્યું છે કે ઘણા દર્દીઓમાં એન્ટિવાઈરલ દવાઓ કામ કરે છે તો ઘણા લોકોમાં પ્લાઝ્માં થેરેપી. આવી રીતે અલગ અલગ દર્દીઓ પર કઈ દવા અસર કરી રહી છે તે કહેવું અત્યારે શક્ય નથી. 

2) ગર્ભવતી મહિલાના પરિવારના સભ્યો બહાર જાય છે, તો શું સાવધાની રાખવી?
ગર્ભવતી હોવાથી ઈમ્યુનિટી ઘટી જાય છે અને બધાને ખબર છે કે કોરોનાવાઈરસની કોઈ ચોક્કસ સારવાર નથી. એટલા માટે ગર્ભવતીને સંક્રમણનું જોખમ વધારે છે. તેથી ઘરમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું ધ્યાન રાખવું. જો પતિ ઓફિસ જાય છે તો ઘરે આવ્યા બાદ તરત તેમના સંપર્કમાં ન આવવું. તેઓ કપડાં બદલે, સ્નાન કરે પછી જ તેમના સંપર્કમાં આવવું. આવી મહિલાઓએ પ્રયાસ કરવો જોઈએ કે, કોઈની સામે જાય તો માસ્ક પહેરીને જાય કેમ કે, સામેવાળી વ્યક્તિ એસિમ્પ્ટોમેટિક હોઈ શકે છે. 

3) જો 10 દિવસ સુધી તાવ આવતો હોય તો શું કરવું જોઈએ?
જો વધારે તાવ છે, શ્વાસ લેવામાં તકલીફ છે અથવા અન્ય કોઈ સમસ્યા છે તો ડોક્ટરને બતાવવું. ડોક્ટર નક્કી કરશે કે કોરોનાની તપાસ કરાવવી કે નહીં. માત્ર તાવ આવવાથી એવું ન વિચારવું કે કોરોનાવાઈરસનો ચેપ લાગ્યો છે. 

4) વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને કહ્યું કે, વસ્તીની દૃષ્ટિએ ભારતમાં કોરોનાનાં કેસ ઓછા છે, તેના પર તમે શું કહેશો?
તેનાથી ખુશ થવાની જરૂર નથી કેમ કે, વાઈરસનો પ્રકોપ સમાપ્ત નથી થયો. હજી પણ બીમારી ફેલાવવાનું જોખમ છે. સંક્રમણ ક્યાં સુધી ફેલાશે તે ખબર નથી. હા, આપણા દેશમાં વસ્તીની દૃષ્ટિએ સંક્રમણ ઓછું છે. આવી સ્થિતિમાં, માત્ર વાઈરસથી બચવા માટે નિયમોનું પાલન કરવું જોઈએ. 

5) ઓનલાઈન ડિલિવરીમાં શું સાવધાની રાખવી?
ડિલિવરી લેતા સમયે વસ્તુને ઘરની બહાર રાખો. વસ્તુને તરત ન ઉઠાવો પરંતુ સેનિટાઈઝ કર્યા બાદ સ્પર્શ કરો. જો ધોવા લાયક હોય તો વસ્તુને પાણીથી ધોઈ લો. જો ધોવા લાયક ન હોય તો ઓછામાં ઓછા 3-4 કલાક તે વસ્તુને સ્પર્શ ન કરો. ત્યારબાદ ઉપયોગ કરતી વખતે સાવધાની રાખવી. 

6) કોરોનાનાં સમયમાં બહારથી ખાવાનું મંગાવવું કેટલું યોગ્ય છે?
તે કહેવું મુશ્કેલ છે કે બહારનું ખાવાનું સુરક્ષિત છે કે નહીં. કેમ કે, ખાવાનું લઈને આવનાર વ્યક્તિ સંક્રમિત છે કે નહીં તે ખબર નથી. જે ખાવાનું બનાવે છે તે એસિમ્પ્ટોમેટિક હોય તો તેને પણ નહીં ખબર હોય કે તે સંક્રમિત છે. એટલા માટે જો બહારથી ખાવાનું મંગાવી રહ્યા હોય તો થોડી સાવધાની રાખવી. જેમ કે, પિત્ઝા મંગાવી રહ્યા છો તો ગ્લવ્ઝ પહેરીને ડબ્બો ખોલવો. ગ્લવ્ઝ હટાવીને હેન્ડવોશ કરીને પિત્ઝા કાઢવા. ખાવાનું ગરમ હોવાથી સંક્રમણનું જોખમ ઓછું રહે છે. પરંતુ તેમ છતાં ખાતા પહેલાં સાવધાનીથી પેકિંગને ખોલવું. 

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી