હોળીને હવે ગણતરીની કલાકો જ બાકી છે, તમે પણ મિત્રો અને સંબંધીઓ સાથે ધુળેટીનો રમવાનું પ્લાનિંગ કરી લીધું હશે. આ વચ્ચે સૌથી મોટી ચિંતા એ વાતની હ્યો છે કે, રંગને કારણે સ્કિન તો ખરાબ નહીં થઇ જાય ને. તમે ભલે બજારમાંથી હર્બલ કલર લઈને આવ્યા હોય પરંતુ લોકો તો આર્ટિફિશિયલ કલર તો લોકો લગાવી જડે છે, આ કલરમાં કેમિકલ હોવાથી સ્કિન ખરાબ થવાનું જોખમ અનેકગણું વધી જાય છે. આ વર્ષે હોળીના રંગની ખરાબ અસરથી બચવા માટે ડર્મેટોલોજિસ્ટ ડો. નેહા રાની ટિપ્સ જણાવી રહ્યા છે.
ટોનરનો ઉપયોગ કરી શકાય છે
સામાન્ય રીતે લોકો હોળીના દિવસે રંગથી રમ્યા પહેલાં સ્કિન પર તેલ અથવા મોઇશ્ચરાઇઝર લગાવે છે. પરંતુ આ સાચી રીત નથી રંગ લાગી ગયા બાદ સ્કિન સુરક્ષિત નથી રહી શકતી. આ ઉપાય ત્યારે જ કારગર થાય છે જ્યારે તહેવારના 2-3 દિવસ પહેલાં તપનર અથવા મોઇશ્ચરાઇઝરનો ઉપયોગ શરૂ કરવામાં આવ્યો હોય.
ટોનર લગાવવાથી ત્વચા હાઇડ્રેટ રહે છે. જો ડ્રાય હોય તો તેમાં ભેજ આવે છે.
સવારે પાણીથી ચહેરો ધોયા પછી ટોનર લગાવવું જોઈએ. આ પછી જ મોઈશ્ચરાઈઝર લગાવવું જોઈએ. જેનાથી આ ચહેરાની ત્વચાને ટાઈટ રહે છે અને છિદ્રોને બંધ કરવામાં મદદ કરે છે.
ટોનર ત્વચાના પીએચ લેવલને પણ કંટ્રોલ કરે છે. બજારમાં ઘણા પ્રકારના ટોનર ઉપલબ્ધ છે, જેમાં ગુલાબ, ચા, જામફળ, કાકડીના અર્કને મિક્સ કરવામાં આવે છે.
હર્બલ જેલ ટોનર્સ પણ છે જે ત્વચાને સારી રીતે ભેજવાળી રાખી શકે છે. આ જેલ ટોનર્સમાં કાકડી, એલોવેરા અને મધ મળી આવે છે.તેનાથી ત્વચા ટાઈટ રહે છે.
બદામનું તેલ સ્કિન પર લગાવો
રંગોથી રમ્યા પહેલાં સ્કિન પર બદામનું તેલ અચૂક લગાવવું જોઈએ. બજારમાંથી બદામનું તેલ ખરીદતી વખતે એ વાતને ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ કે, આ તેલ કોલ્ડ પ્રેસ્ડ ટેક્નોલોજીથી બન્યું છે કે નહીં. બદામના તેલમાં એન્ટી ઓક્સીડન્ટ અને એન્ટી બેક્ટેરિયલ ગુણ હોય છે.
જ્યારે આ તેલ ત્વચા પર લગાવવામાં આવે છે, ત્યારે તેની સાથે મોઇશ્ચરાઇઝરનું લેયર જોડાય છે. જેના કારણે ત્વચાના છિદ્રોને ભેજ મળે છે, તેલ તેને લાંબા સમય સુધી જાળવી રાખે છે.
હોઠ પર પેટ્રોલિયમ જેલી લગાવો
હોળીમાં સૌથી વધુ રંગ ચહેરા પર જ લગાવવામાં આવે છે. જેમાં હોઠ પણ બાકાત નથી રહી શક્તા. રંગમાં કેમિકલ્સ હોવાને કારણે હોઠ ફાટી જાય છે. ત્યારે પહેલાં હોઠ પર પેટ્રોલિયમ જેલી લગાડવી બેસ્ટ છે.
ઘણા લોકો પેટ્રોલિયમ જેલીને મોઈશ્ચરાઈઝર માને છે પરંતુ આ મોઈશ્ચરાઈઝર નથી. ત્વચા પેટ્રોલિયમ જેલીને શોષી શકતી નથી, પરંતુ હોઠમાંથી ભેજ દૂર ન થાય તેને ચોક્કસ અટકાવે છે .તેમજ કોઈપણ પ્રકારના કેમિકલને બહારથી આવતા અટકાવે છે. તેથી હોળીમાં હોઠ પર પેટ્રોલિયમ જેલી લગાવો .
નખ પર લગાવો નેલ પોલિશ
ઘણા લોકોના નખમાં પણ રંગ ચઢી જાય છે. તે દેખાવમાં ઘણો ખરાબ લાગે છે અને કલર પણ જલ્દી નથી લાગતો, તેથી હોળી રમતા પહેલાં નખ પર નેલ પોલિશ જરૂર લગાવો.
ચહેરા પર સન સ્ક્રીન પણ અચૂક લગાવો
હોળીના દિવસે જ નહીં પરંતુ સામાન્ય દિવસોમાં પણ સન સન સ્ક્રીન જરૂર લગાવવું જોઈએ, જો તમે રંગથી રમવા જાઓ છો અને તેની 20 મિનિટ પહેલાં સન સ્ક્રીન લગાવી લો છો સ્કિનને સુરક્ષિત રાખી શકાય છે. સનસ્ક્રીન ખરીદતી વખતે ધ્યાન રાખો કે તેનું SPF (સન પ્રોટેક્શન ફેક્ટર) 20 થી વધુ હોવું જોઈએ. તેમાં ઘણા મોઇશ્ચરાઇઝિંગ અર્ક પણ જોવા મળે છે.
આ ઉપાયો પછી જો ચહેરા પર અથવા શરીરના અન્ય ભાગો પર થોડો રંગ રહે છે, તો તેમાંથી પણ છુટકારો મેળવવા માટે વધુ પ્રયત્નો કરવાની જરૂર નથી.ચાલો સાથે આગળ વધતી વખતે આ ગ્રાફિક્સ જોઈએ.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.