તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દેશમાં કેન્સરના જેટલા પણ કેસ છે, તેમાંથી 8% દર્દી બ્લડ કેન્સરથી ઝઝૂમી રહ્યા છે. ભારતમાં દર વર્ષે બ્લડ ડિસઓર્ડરથી સંબંધિત લગભગ 1 લાખ નવા કેસ સામે આવે છે. તેનાથી એક વાત સ્પષ્ટ છે કે લોહીથી સંબંધિત બીમારીઓના કેસો ઓછા નથી. તેનાથી લડવા માટે બ્લડ સ્ટેમ સેલ ડોનર્સનું હોવું જરૂરી છે.
દેશમાં માત્ર 0.03% લોકો જ બ્લડ સ્ટેમ સેલ ડોનર્સ તરીકે રજિસ્ટર્ડ છે. આ આંકડો અન્ય દેશોની તુલનામાં ઘણો ઓછો છે. રાજીવ ગાંધી કેન્સર ઈન્સ્ટિટ્યૂટ એન્ડ રિસર્ચ સેન્ટરના ઓન્કોલોજિસ્ટ ડૉ. દિનેશ ભૂરાનીના જણાવ્યા પ્રમાણે, થેલેસેમિયા અને એપ્લાસ્ટિક એનિમિયા જેવી બીમારીઓની એક માત્ર સારવાર સ્ટેમ સેલ ટ્રાન્સપ્લાન્ટેશન છે.
એક સ્વસ્થ વ્યક્તિ સ્ટેમ સેલ ડોનેટ કરીને ઘણા દર્દીઓનો જીવ બચાવી શકે છે. જાણો સ્ટેમ સેલ શું છે અને તેને કેવી રીતે ડોનેટ કરીને દર્દીનો જીવ બચાવી શકાય છે...
શું છે બ્લડ સ્ટેમ સેલ ડોનેશન
ડોનેશનથી પહેલા એ જાણો કે બ્લડ સ્ટેમ સેલ શું હોય છે. સ્ટેમ સેલ શરીરના બોન મેરોમાં જોવા મળે છે. તેનું કામ બ્લડ બનાવવાનું છે. સ્ટેમ સેલ બ્લડમાં જોવા મળે છે. સ્ટેમ સેલ ડોનેટ કરવાની પ્રક્રિયા બ્લડ ડોનેશનની જેમ જ હોય છે.
ડૉ. દિનેશના જણાવ્યા પ્રમાણે, મોટાભાગના લોકોને ભ્રમ છે કે સ્ટેમ સેલ્સ ડોનેટ કરવા પર શરીરમાં તે ફરીથી નહીં બને, પરંતુ એવું નથી. તેને ડોનેટ કરતી વખતે કોઈ નબળાઈ મહેસૂસ નથી થતી અને ન તો કોઈ પ્રકારનું નુકસાન થાય છે.
ડોનેશન પહેલા દર્દીને જી-સીએસએફ ઈન્જેક્શન આપવામાં આવે છે. પછી સ્ટેમ સેલ ડોનેશનની પ્રક્રિયા શરૂ કરવામાં આવે છે. સંપૂર્ણ પ્રક્રિયામાં 4થી 6 કલાકનો સમય લાગે છે.
આ રીતે ડોનર બનો
નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે, 18થી 50 વર્ષની ઉંમરની એક સ્વસ્થ વ્યક્તિ બ્લડ સ્ટેમ ડોનેશન માટે રજિસ્ટ્રેશન કરાવી શકે છે. ડીકેએમએસ બીએમએસટી ફાઉન્ડેશન ઈન્ડિયાની વેબસાઈટ https://www.dkms-bmst.org/en પરથી પણ રજિસ્ટ્રેશન કરાવી શકાય છે.
ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવ્યા બાદ તમને એક સ્વેબ કીટ મળશે. આ કીટની મદદથી મોઢાનું સેમ્પલ લેવાનું રહેશે. આ સેમ્પલને કીટમાં આપવામાં આવેલા સરનામાં પર મોકલવા પડશે.
સેમ્પલનુ ટેસ્ટિંગ કર્યા બાદ જો તમારું બ્લડ ગ્રુપ દર્દીના બ્લડ ગ્રુપની સાથે મેચ કરે છે તો ડીકેએમએસ બીએમએસટી ફાઉન્ડેશન ઈન્ડિયાના કોર્ડિનેટર તમારો સંપર્ક કરશે. તેઓ તમને સ્ટેમ સેલ ડોનેટ કરવામાં મદદ કરશે.
પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.