તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
આપણે દિવસમાં લગભગ 25 હજાર વખત શ્વાસ લઈએ છીએ. પરંતુ શરીરની આ પ્રક્રિયાને સુધારવા માટે ઘણા લોકો કશું જ નથી કરતા. બ્રીધઃ ધ ન્યૂ સાયન્સ ઓફ એ લોસ્ટ આર્ટના લેખક જેમ્સ નેસ્ટરના જણાવ્યા પ્રમાણે કોવિડકાળમાં જો કંઈ સારું થયું છે તો તે શ્વાસ સંબંધિત જોડાયેલું છે. લોકો હવે શ્વાસ લેવાની રીત, એક્સર્સાઈઝ પર વાત કરી રહ્યા છે. નેસ્ટરના જણાવ્યા પ્રમાણે, જ્યારે તમે યોગ્ય રીતે શ્વાસ લેવાનું નથી જાણતા ત્યાકે સ્વાભાવિક રીતે તમે સ્વાસ્થ નથી રહી શકતા.
રિસર્ચના જણાવ્યા પ્રમાણે, જો આપણે શ્વાસ લેવાની રીતને સુધારી લઈએ તો મેદસ્વિતા અને તણાવ જેવી બીમારીઓમાં મદદ મળી શકે છે. આવી જ રીતે શરીરનું પરફોર્મન્સ સુધારી શકીએ છીએ. ઘણી એવી બ્રીધિંગ એક્સર્સાઈઝ પણ છે જે તણાવ અને મેદસ્વિતા ઘટાડીને ઈમ્યુનિટીને વધારે છે.
1. પેક્ટોરલ રોલ
દીવાલ તરફ ચહેરો રાખીને ઊભા રહો અને બોલને કોલર-બોન પર મૂકો. દીવાલ તરફ વળો અને બોલને અનેકવાર ક્લેવિકલની નીચે આગળ-પાછળ, જમણી-ડાબી બાજુ ફેરવો. આને છાતીની બીજીબાજુ પણ ફેરવો.
2. ઇન્ટરકોસ્ટલ રોલ
એક બાજુથી દીવાલની સામે ઊભા રહો અને દીવાલ સામે તમારો હાથ ઉઠાવો. બોલને આર્મ-પિટની અંદર રાખો અને પાંસળીઓની ઉપર રાખો દીવાલ પર વજન આપતા બોલને આગળ પાછળ કરો. બોલને એક ઇંચ બોલ નીચે કરતા મસાજ કરો.
3. અપર બેક રોલ
દીવાલ સામે પીઠ દાખવીને ઊભા રહી શકો. ટેનિસ બોલને પીઠની ઉપરની તરફ રાખો. દીવાલની તરફ દબાણ આપતા ખભાની ચારેય તરફ બોલને ફેરવો. ખભાના બ્લેડની રેખાની મહેસૂસ કરો. તેના માટે ઘૂંટણ વાળી શકો છો. આવું જ બીજી તરફ પણ કરો.
4. વાઈડ લેગ્ડ-ફોરવર્ડ ફોલ્ડ
પગ પર ઉભા રહો અને બંનેમાં લગભગ 4 ફૂટનું અંતર રાખો. હવે એડિયોને હળવેથી ઉઠાવતા પંજા પર આવો. હાથને પાછળની તરફ લઈ જઈને આંગળીને એકબીજા સાથે જોડો. લાંબો શ્વાસ લો, છાતી ફૂલાવો, હથેળીઓને નજીક લાવો. હવે શ્વાસ છોડતા આગળની તરફ વળી જાવ અને તમારા હાથને માથા ઉપર લઈ જાઓ. આ અવસ્થામાં 5થી 10 વખત શ્વાસ લો.
5. સુપાઈન સ્પાઈનલ ટ્વિસ્ટ
પીઠના બળે સૂઈ જાઓ, છાતી પર ઘૂંટણ ટેકવો અને થોડા શ્વાસ લો. હવે હાથોને ફેલાવો. શ્વાસ છોડો ત્યારે બંને ખભાના બ્લેડ્સને જમીન પર રાખીને ઘૂંટણને જમણી બાજુથી નીચે કરો. આ દરમિયાન ખભો જમીનથી અડેલો હોવો જોઈએ. માથાને ડાબા હાથની તરફ લઈ જાવ. થોડીવાર શ્વાસ લો. હવે લાંબો શ્વાસ લેતા સામાન્ય અવસ્થામાં આવી જાવ. બીજી તરફથી પણ આવું જ કરવું.
પોઝિટિવઃ- જમીન-જાયદાદનું કોઇ કામ અટવાયેલું છે તો આજે તેના પૂર્ણ થવાની સંભાવના છે. ભવિષ્યને લગતી થોડી યોજનાઓ ઉપર પણ વિચાર થશે. કોઇ અટવાયેલા રૂપિયા આવી જવાથી ચિંતા દૂર થશે. નેગેટિવઃ- તમારા મહત્ત્વપૂર...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.