નવું જોખમ:શ્વાનમાં મળી આવતો કોરોનાવાઈરસ મલેશિયાના ન્યૂમોનિયાથી પીડિત 8 દર્દીઓમાં મળી આવ્યો, જાણો શા માટે તે જોખમકારક છે

8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શ્વાનમાં મળી આવતા કોરોનાવાઈરસને વૈજ્ઞાનિક ભાષામાં કેનાઈન વાઈરસ કહેવાય છે
  • કેનાઈન વાઈરસ હાલ મહામારી ફેલાવી રહેલા વાઈરસ કરતાં અલગ છે

સામાન્ય રીતે શ્વાનમાં મળી આવતો કોરોનાવાઈરસ માણસોમાં મળી આવ્યો છે. મલેશિયાની એક હોસ્પિટલમાં દાખલ ન્યૂમોનિયાના 8 દર્દીઓમાં આ વાઈરસ જોવા મળ્યો છે. વૈજ્ઞાનિક ભાષામાં તેને કેનાઈન વાઈરસ કહેવાય છે. આંતરરાષ્ટ્રીય વૈજ્ઞાનિકોના એક સમૂહે તેની ઓળખ કરી છે.

આ મહામારી ફેલાવી રહેલા વાઈરસ કરતાં અલગ
વૈજ્ઞાનિકોનું કહેવું છે કે કેનાઈન વાઈરસ SARS-CoV-2 વાઈરસ કરતાં અલગ છે. કોરોનાને 4 ભાગમાં વહેંચવામાં આવ્યો છે. તેમાં આલ્ફા, બીટા, ગામા અને ડેલ્ટા સામેલ છે. દુનિયાભરમાં જેનાથી સંક્રમણ ફેલાઈ રહ્યું છે તેના માટે બીટા કોરોનાવાઈરસ સમૂહ જવાબદાર છે. કેનાઈન વાઈરસનું કનેક્શન આલ્ફા ગ્રુપ સાથે છે. આશરે 50 વર્ષોથી વૈજ્ઞાનિકોને કેનાઈન વાઈરસની માહિતી છે.

આ રીતે કેનાઈન વાઈરસની ઓળખ થઈ
રિપોર્ટ પ્રમાણે, વૈજ્ઞાનિક એક ખાસ પ્રકારના ટેસ્ટ ડેવલપ કરી રહ્યા હતા. તેનાથી દરેક કોરોનાવાઈરસની ઓળખ કરી શકાય. ટેસ્ટનું નામ પેન કોવ ટેસ્ટ રાખવામાં આવ્યું. આ પ્રયોગ દરમિયાન 92 સેમ્પલની તપાસમાં 10 સેમ્પલનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો. તેમાંથી 4 લોકોમાં કેનાઈન વાઈરસ મળી આવ્યો. રિસર્ચ દરમિયાન હોસ્પિટલમાં વધુ 4 કેનાઈન વાઈરસના કેસ મળ્યા.

કેનાઈન વાઈરસ માણસ માટે કેટલો જોખમી?
ન્યૂમોનિયાથી પીડિત જે 8 દર્દીઓમાં કેનાઈન વાઈરસ મળ્યો છે તેમાંથી 7 લોકો અન્ય રીતે આ વાઈરસથી સંક્રમિત થયા છે. તેમાં એડિનોવાઈરસ, ઈન્ફ્લુએન્ઝા અને પેરાઈનફ્લુએન્ઝા વાઈરસ સામેલ છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આ તમામ વાઈરસ ન્યૂમોનિયાનું કારણ બને છે. તેથી આ બીમારીનું કારણ કેનાઈન વાઈરસ ગણી શકાય છે.

વૈજ્ઞાનિકોને ડર છે કે આ વાઈરસ મલેરિયાનાં માધ્યમથી અન્ય વ્યક્તિઓમાં ફેલાઈ ન જાય. 2017 અને 2018ના કેસ જણાવે છે કે તેનાથી સંક્રમણ ફેલાવવા અને નવી મહામારી બનવાનું જોખમ ઓછું છે.

અન્ય સમાચારો પણ છે...