રિસર્ચ / કૂતરા પાળવાથી હાર્ટ અટેકનું જોખમ ઓછું રહે છે

Dog breeding reduces the risk of heart attack

  • કૂતરાનો સાથ તેમને કેટલો આરામ અને રાહત આપે છે
  • ઘરે કૂતરા પાળવાથી હાર્ટ અટેક અને સ્ટ્રોકની સમસ્યાથી પીડિત દર્દીઓ માટે ફાયદાકારક 
  • ડોગ્સની મનુષ્યના શરીર પર હકારાત્મક અસર પડે છે અને તે આપણને શાંત કરે છે 

Divyabhaskar.com

Oct 09, 2019, 05:05 PM IST

હેલ્થ ડેસ્ક. જે લોકોને કૂતરાઓને પ્રેમ કરે છે તેઓ એ વાતને સારી રીતે જાણે છે કે તેમના કૂતરાનો સાથ તેમને કેટલો આરામ અને રાહત આપે છે. પરંતુ કદાચ કૂતરા પ્રેમીઓ પણ એ વાત નહીં જાણતા હોય કે કૂતરા પાળવાનું તેમના હૃદયના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. એક નવા રિસર્ચના જણાવ્યા મુજબ, ઘરે કૂતરા પાળવાથી હાર્ટ અટેક અને સ્ટ્રોકની સમસ્યાથી પીડિત દર્દીઓ માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. એટલું જ નહીં કૂતરા પાળનારા લોકોમાં કાર્ડિયોવાસ્ક્યુલર ડિસીઝ એટલે કે હૃદય સંબંધિત બીમારીનું જોખમ ઓછું થઈ જાય છે.

અત્યાર સુધીમાં ઘણા રિસર્ચમાં એ વાત સામે આવી છે કે એવા લોકો જે કૂતરા પાળે છે તેમનું બ્લડ પ્રેશર, કૂતરા ન પાળનારા લોકોની સરખામણીએ ઓછું હોય છે. તેનું કારણ છે તેમના ડોગ્સની મનુષ્યના શરીર પર હકારાત્મક અસર પડે છે અને તે આપણને શાંત કરે છે સાથે ડોગ્સ પાળનારા ડોગ્સને ફરવા લઈ જવાના કારણે કસરત પણ કરી શકે છે. એટલું જ નહીં પેટ્સ એટલે કે પાળતુ પ્રાણીને સ્પર્શ કરવાથી પણ ખાસ અસર થાય છે જે શરીર પર હકારાત્મક અસર કરે છે. સાથે કૂતરા પાળનારા લોકોમાં કોલેસ્ટેરોલ અને ટ્રાઈગ્લિસરાઈડનું લેવલ પણ ઓછું જોવા મળ્યું હતું.

નવા રિસર્ચમાં જણાવ્યા પ્રમાણે, સામાજિક એકલતા અને શારીરિક પ્રવૃત્તિમાં ઘટાડો હાર્ટ અટેક અથવા સ્ટ્રોકનો ભોગ બનેલા દર્દીના સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર કરે છે. 'અમેરિકન હાર્ટ એસોસિયેશન'ના સંશોધકોએ કૂતરાની માલિકી સ્વાસ્થ્ય પરિણામો પર કેવી અસર કરે છે તેના પર રિસર્ચ કર્યું. સંશોધકોના જણાવ્યા પ્રમાણે, કૂતરા પાળવાથી બીમાર દર્દીઓની સામાજિક એકલતામાં ઘટાડો જોવા મળ્યો હતો. તેમની શારીરિક પ્રક્રિયામાં સુધારો જોવા મળ્યો હતો. એટલે સુધી કે તેમનું બ્લડ પ્રેશર પણ નિયંત્રણમાં રહેતું હતું.

સ્ટ્રેસ ઓછું કરવામાં મદદ કરે છે તમારો ડોગ

કૂતરા પાળનારા લોકોના સ્વાસ્થ્યને તે લોકો સાથે સરખામણી કરવામાં આવી જેમને હાર્ટ અટેક અથવા સ્ટ્રોક નહોતો આવ્યો. રિસર્ચમાં જણાવ્યા પ્રમાણે, પાળતુ કૂતરાની સાથે રહેતા હૃદય દર્દીઓમાં મોતનું જોખમ 33 ટકા ઓછું હતું. એટલું જ નહીં. જો તમે સ્ટ્રેસમાં હોય તો કૂતરાની સાથે સમય પસાર કરવો તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. કૂતરાનો સાથ તમારા માનસિક તણાવને ઓછો કરે છે અને હૃદયની બીમારીનું જોખમ ઓછું કરવામાં મદદ કરે છે.

X
Dog breeding reduces the risk of heart attack

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી