• Gujarati News
  • Lifestyle
  • Health
  • Dog Bite : Do Not Become A Doctor Yourself, Applying Chili Powder Can Worsen The Situation, The Risk Of A Deadly Disease Like Rabies Increases.

કૂતરાંથી સાવધાન:ઘા પર મરચાંનો પાઉડર ભભરાવવાથી તકલીફ વધી જશે, ટાંકા લેવાથી જીવલેણ વાઇરસ રેબિઝનું જોખમ

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સૌપ્રથમ ઇજા થઇ હોય તે જગ્યા સાબુ અને નવશેકા પાણીથી સારી રીતે ધોઈ લો
  • ઘા સાફ કર્યા પછી તરત જ ડૉક્ટર પાસે જાઓ

થોડા દિવસ પહેલાં દિલ્હીમાં 4-5 રખડતા કૂતરાઓએ એક બાળકીને પીંખી તેને મોતને ઘાટ ઉતારી દીધી. આ હૃદય કંપાવનારી આ ઘટના સામે આવ્યા પછી દરેક પેરેન્ટ્સની ચિંતા વધી ગઈ છે. ઘરની બહાર રમતા બાળકોને પણ હવે રખડતા કૂતરાઓથી બચાવવાની જરૂર છે, પરંતુ જો કૂતરું કરડી જાય એ પછી શું કરવું ? તે જાણવું ઘણી જરૂરી છે. ફિઝિશિયન ડૉ. પ્રત્યુષ મિશ્રાએ આ તકલીફનું સોલ્યુશન જણાવ્યું...

કૂતરું કરડી જાય એ કેટલું જોખમી?
આજની તારીખમાં પણ કૂતરું કરડે તો ચારથી પાંચ ઇન્જેક્શન આપવામાં આવે છે. કૂતરું કરડે ત્યારે તેના દાંત સ્કિનની અંદર ઘૂસે અને લોહી નીકળે ત્યારે શરીરમાં બેક્ટેરિયા ફેલાવાનું જોખમ વધી જાય છે. ડૉ. પ્રત્યુષે જણાવ્યું, ડોગ બાઇટ્સને બે ગ્રેડમાં વહેંચવામાં આવ્યા છે. ગ્રેડ 1માં થોડી ઇજા થાય અને ગ્રેડ 2માં વ્યક્તિને ગંભીર ઇજા થયેલી હોય છે. વધારે ઇજા હોય તો રેબિઝ ઇમ્યુનોગ્લોબિન આપવામાં આવે છે. આ ઇન્જેક્શન ઇજા થઇ હોય તેની આજુબાજુએ આપવામાં આવે છે. જેથી બેક્ટેરિયા કન્ટ્રોલ કરી શકાય. કૂતરું કરડે એ જોખમી છે, કારણકે ભવિષ્યમાં તેને લીધે રેબિઝ જેવી ખતરનાક બીમારીના જોખમની શક્યતા રહે છે.

કઈ સાવધાની રાખવી?

  • સૌપ્રથમ ઇજા થઇ હોય તે જગ્યા સાબુ અને નવશેકા પાણીથી સારી રીતે ધોઈ લો.
  • જો બ્લીડિંગ થઈ રહ્યું હોય તો ત્યાં ચોખ્ખું કપડું કે પછી રૂ રાખો. તેનાથી લોહી નીકળવાનું બંધ થઈ જશે.
  • ઘા સાફ કર્યા પછી તરત જ ડૉક્ટર પાસે જાઓ. મોડું કરશો તેટલી તકલીફ વધશે.
  • જે કૂતરું કરડ્યું હોય તેની પર 10 દિવસ સુધી નજર રાખો કે તે જીવતું છે કે નહીં.

આવી ભૂલ ક્યારેય ના કરતા
ડૉ. પ્રત્યુષે કહ્યું, હજુ પણ ઘણા લોકો ચીલા ચાલુ ડૉક્ટર પાસે જાય છે અને ઘા પર ટાંકા લેવડાવે છે. આમ કરવાથી જોખમ વધી જશે. ઘણા લોકોને ભ્રમ છે કે મરચાનો પાઉડર કે મધ અને ડુંગળીનો રસ લગાવવાથી ઘામાં રૂઝ આવી જશે. આવી મૂર્ખામીમાં પડવા કરતાં સારું રહેશે કે તમે ડૉક્ટરને મળો અને તેની સલાહ પછી જ દવા લો. જો કૂતરાંને એન્ટિ-રેબિઝ વેક્સિન આપેલી હોય તો તમે રાહતનો શ્વાસ લઇ શકો છો, પરંતુ ડૉક્ટરના કોન્ટેક્ટમાં રહો.

રેબિઝના આટલા લક્ષણો જાણી લો

  • ​​​​​​​રેબિઝના લક્ષણ ઘણા લોકોમાં અમુક મહિના પછી તો ઘણા લોકોમાં અમુક વર્ષો પછી જોવા મળે છે.
  • આ બીમારીમાં હાઈડ્રોફોબિયા(પાણીથી ડર) થઈ જાય છે. એક ગ્લાસ પાણીથી પણ દર્દી ડરે છે.
  • ગળામાં કંઈક ખૂંચતું હોય તેવું લાગે. તેનાથી શ્વાસ લેવામાં તકલીફ થાય છે.
  • પ્રકાશમાં જતા ડર લાગે છે. તેમને અંધારામાં રહેવું ગમે છે.
  • નાક અમે મોઢામાંથી સતત લાળ ટપકે છે અને વ્યક્તિ તેને કન્ટ્રોલ ના કરી શકે.
  • સમય સાથે કમર, કરોડરજ્જુ અને પછી આખા શરીરમાં દુખાવો શરૂ થઈ જાય છે.
  • મોટાભાગના લોકો રેબિઝથી સ્વસ્થ નથી થતા અને તેમનું મૃત્યુ થાય છે.
  • ડૉક્ટરની સલાહ માનો, તરત જ સારવાર કરાવો અને ઇન્જેક્શન લેવાથી બચો.