બ્લોટિંગને કહો 'બાય બાય':પીરિયડ્સ દરમિયાન તમારું પેટ ફૂલી જાય છે? તેનું કારણ અને ઉપાય જાણી લો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પીરિયડ્સ દરમિયાન હળવી એક્સર્સાઈઝ અને યોગા કરવાથી લાભ થાય છે
  • નારિયેળ અને અજમાના પાણીનું સેવન કરવાથી પણ ફાયદો રહે છે

પીરિયડ્સમાં મહિલાઓને ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આ સમયે બ્લોટિંગ અર્થાત પેટ ફૂલી જવાની સમસ્યા રહે છે. કેટલાક લોકોને પીરિયડ્સ આવે તે પહેલાં આ સમસ્યા શરૂ થઈ જાય છે. જો તમે પણ આ સમસ્યાથી કંટાળી ગયા છો તો અમે તમારા માટે કેટલાક ઘરેલુ ઉપાય લઈને આવ્યા છીએ. તેનો અમલ કરી તમે રાહત અનુભવી શકો છો.

પીરિયડ્સ બ્લોટિંગ
નિષ્ણાતોનું માનવું છે કે પીરિયડ્સ બ્લોટિંગ માસિક સ્ત્રાવ દરમિયાન થનારા હોર્મોનલ ચેન્જને કારણે થાય છે. બ્લીડિંગ શરૂ થતાં પહેલાં શરીરમાં એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન હોર્મોન્સનાં લેવલમાં ફેરફાર થાય છે. બ્લીડિંગ આવે તેના 1 વીક પહેલાં જ પ્રોજેસ્ટેરોનનું લેવલ ઓછું થઈ જાય છે. તેને કારણે ગર્ભાશયની દિવાલો ફેલાય છે, જેથી બ્લીડિંગ થઈ શકે.

આ ફેરફારને કારણે પેટના આંતરડાંનું કામ ધીમું પડી જાય છે. તેને કારણે અહીં પાણી અને મીઠું જમા થઈ જાય છે. તેને અંગ્રેજીમાં વૉટર રિટેન્શન કહેવાય છે. પેટ ફૂલવાનું આ જ મુખ્ય કારણ છે. આ સિવાય આંતરડાં સંકોચાઈ જવાથી પણ બ્લોટિંગ થાય છે.

પીરિયડ બ્લોટિંગથી બચવાાના ઉપાય
બ્લીડિંગ પૂરું થાય ત્યાં સુધી પેટ ફૂલવાની સમસ્યા રહે છે, પરંતુ જો તમને વધારે સમસ્યા થાય તો તમે આ ટિપ્સ ફોલો કરી શકો છો.

  • લીંબું પાણી: પીરિયડ્સ દરમિયાન લીંબું પાણી તમને રાહત અપાવી શકે છે. તેમાં સાઈટ્રિક એસિડની વધારે માત્રા હોવાથી તે પેટની સમસ્યા કન્ટ્રોલમાં રાખે છે. નવશેકાં પાણીમાં લીંબુંનો રસ ઉમેરી તેનું સેવન કરો.
  • નારિયેળ પાણી: નારિયેળ પાણી ગેસની સમસ્યા દૂર રાખે છે. સાથે જ તેમાં વિટામિન અને મિનરલ્સ ઘણી માત્રા હોય છે.
  • અજમાનુ પાણી: 1 ગ્લાસ પાણીમાં 1 ચમચી અજમો, ચપટી હિંગ અને મીઠું મિક્સ કરો. તેને ઉકાળ્યા બાદ ગાળી લો. આ પાણીનું સેવન કરો.
  • જીરુ અને સંચળ: સંચળ અને શેકેલા જીરાનો પાઉડર નવશેકાં પાણી સાથે લેવાથી બ્લોટિંગમાં આરામ મળે છે.
  • એલોવેરા જ્યુસ: તે પેટમાં રહેલાં બેક્ટેરિયાથી છુટકારો મેળવવામાં મદદગાર સાબિત થાય છે. તેનાથી બ્લોટિંગ ઓછું થાય છે. તેનો જ્યુસ દિવસમાં 2-3 વખત પી શકાય છે.
  • એક્સર્સાઈઝ: પીરિયડ્સ દરમિયાન હળવી એક્સર્સાઈઝ અને યોગા કરવાથી લાભ થાય છે.
  • આ ડ્રિન્કસથી દૂર રહો: ચા, કોફી, સોડા અને કાર્બોનેટેડ ડ્રિન્ક્સ પીવાથી બચો. તે પેટમાં ગેસ બનાવી શકે છે તેને કારણે પેટ ફૂલી જાય છે.

(નોંધ: આ લેખ માત્ર માહિતી માટે છે. આ પ્રકારના ઉપાય કરતાં પહેલાં ડૉક્ટરની સલાહ જરૂર લો.)

અન્ય સમાચારો પણ છે...