• Gujarati News
  • Lifestyle
  • Health
  • Does Your Leg Hurt, Or Is It Because Of The Flat Feet? The Same Thing Happens With Shoes That Have The Wrong Shape

ફ્લેટ ફૂટ:શું તમારા પગમાં પણ દુખાવો રહે છે, શું તે સપાટ પગના કારણે તો નથીને; ખોટા શેપવાળા જૂતા પહેરવાથી પણ આવું થઈ શકે છે

2 વર્ષ પહેલા
  • સપાટ પગના કારણે રમતી વખતે અથવા ચાલતા સમયે ઈજા થવાનું જોખમ વધારે રહે છે
  • જરૂરી નથી કે આ સમસ્યા બાળપણમાં જ હોય, પુખ્ત વયના લોકોમાં પણ સપાટ પગના કેસ સામે આવ્યા છે

કેટલાક લોકોના પગના તળિયા સામાન્ય કરતાં અલગ હોય છે, જેને ફ્લેટ ફૂટ એટલે કે સપાટ પગ કહેવામાં આવે છે. આર્ચ એટલે કે પગનાં તળિયામાં વચ્ચે કમાન કે ખાડા જેવું હોય છે તે સંપૂર્ણ રીતે સમતલ હોવાને કારણે તળિયા સંપૂર્ણ રીતે જમીનને સ્પર્શે છે. તેના કારણે પગ પર વધારે ભાર સહન કરવાની ક્ષમતા ઓછી થઈ જાય છે. જેને સપાટ પગની સમસ્યા હોય છે તેઓ ઝડપી દોડી પણ નથી શકતા.

કેટલીક વખત પગમાં થતો દુખાવો સામાન્ય લાગે છે પરંતુ તે સપાટ પગને કારણે પણ થઈ શકે છે. સપાટ પગમાં રમતા હોઈ અથવા ચાલતી વખતે ઈજા થવાનું જોખમ વધારે રહે છે. આવા લોકોને દુખાવાનો સામનો પણ કરવો પડે છે. મુંબઈના હાડકાના રોગ નિષ્ણાત ડો. પ્રદીન મોનૂટ પાસેથી જાણો તેનાથી કેવી રીતે છૂટકારો મેળવવો...

આ રીતે સપાટ પગ બને છે
જન્મના સમયે બાળકોના પગના તળિયા સપાટ જ હોય છે. બાળકના વિકાસની સાથે તે સારા થઈ જાય છે. પરંતુ ઘણા કિસ્સામાં તે સપાટ જ રહી જાય છે. જ્યારે તળિયાના સ્નાયુઓ નબળા હોય છે, પગના હાડકાની રચનાત્મક સંરચના અસામાન્ય હોય છે ત્યારે આવી સમસ્યા પેદા થાય છે. જ્યારે તળિયાના સાંધા યોગ્ય રીતે વિકસિત થતા નથી, ત્યારે તેને ટોર્સલ કોએલિશન કહેવામાં આવે છે, જે સપાટ પગ હોવાના કારણોમાંથી એક છે.

જો માતા-પિતા અથવા પરિવારમાં આ સમસ્યા છે તો આગામી પેઢીમાં આ સમસ્યા જોવા મળી શકે છે. તે ઉપરાંત ન્યૂરોલોજિકલ અથવા મસ્કુલગ રોગ જે સ્નાયુઓ અથવા ચેતાને લગતા રોગો છે, તે પણ તેનું કારણ હોઈ શકે છે. કેટલાક કિસ્સામાં ખોટા શેપવાળા જૂતા અને ચંપલનો ઉપયોગ કરવાથી અથવા ખુલ્લા પગે ન ચાલવું પણ મુખ્ય કારણ છે.

ફૂટવેર કેવા પસંદ કરવા
કોઈપણ જૂતા પહેરતા પહેલા ડોક્ટરની સલાહ લો. તેમની સલાહથી તમારા જૂતમાં ઓર્થોટિક ડિવાઈસ લગાવીને પહેરો. તેનાથી પગ સરળતાથી જૂતામાં ફિટ થઈ જશે જેનાથી તમને ચાલવા-દોડવામાં કોઈ પ્રકારની સમસ્યા નહીં થાય. તે ઉપરાંત આવા લોકો ક્રોસઓવર સ્ટ્રેપ્સવાળા ચંપલ પહેરી શકે છે. જો કે, સપાટ પગ માટે ગાદીવાળા જૂતા પહેરવા સૌથી વધારે ફાયદાકારક હોય છે.

ક્યારે સારવારની જરૂર છે?
પગ સપાટ છે પરંતુ કોઈ દુખાવો નથી તો પછી સારવારની જરૂર નથી. પરંતુ જેમને અચાનક તકલીફ થવા માંડી છે અથવા જે લોકોના પગ સપાટ હોવાને કારણે પગના તળિયા અથવા ચાલવામાં દુખાવો થતો હોય તો સારવારની જરૂર છે.તકલીફ પડે, આર્ચ માટે ખાસ જૂતાં પહેર્યાં પછી પણ ત્યાં પીડા અથવા તકલીફ થાય તો સારવારની જરૂર પડે છે.

આ 2 કસરતોથી રાહત મળશે

બોલ રોલ - ખુરશી પર બેસો. પગને જમીન પર મજબૂત રીતે મૂકો. હવે પગ નીચે ગોલ્ફ અથવા સ્પન્જ બોલ મૂકો. તે નાનો હોવું જોઈએ. હવે તેને પગની આર્ચ નીચે રાખીને આગળ-પાછળ ફેરવો. આ કસરત આશરે 2-3 મિનિટ માટે કરો. આ કસરત દરરોજ નિયમિત કરો.

હીલ સ્ટ્રેચ- દિવાલ પર અથવા ભારે ટેબલની મદદથી ઊભા રહી જાઓ. હવે પંજા પર ઊભા રહેતા એડીને ઉપરની તરફ ઉઠાવો. જ્યાં સુધી પગ ખેંચાતો હોય એવું ન લાગે ત્યાં સુધી તેને ઉપર ઉઠાવવાની છે. આ સ્થિતિમાં 1-2 સેકંડ માટે રહો.

સારવાર ન મળે તો શું થઈ શકે?
તળિયાનું કદ સામાન્ય ન હોવાને કારણે તકલીફ પડવી સ્વાભાવિક છે. તેના કારણે પગમાં થાક અનુભવાય છે. આવા બાળકો લાંબું ચાલવામાં અસમર્થ હોય છે. તેમના માટે દોડવું, જમ્પિંગ જેવી પ્રવૃત્તિઓ મુશ્કેલ છે. પગમાં હંમેશાં દુખાવો રહે છે. શરૂઆતમાં આ પીડા ફક્ત પગમાં થાય છે, જે ધીમે-ધીમે પગ, ઘૂંટણ, કમર, હિપ્સ સુધી પહોંચી શકે છે.

પુખ્ત વયના લોકોમાં અચાનક થાય છે
ઘણીવાર પુખ્ત વયના લોકોમાં પણ ફ્લેટ ફૂટની સમસ્યાઓ જોવા મળી છે. આ સામાન્ય રીતે એ લોકોમાં વધુ જોવા મળે છે જેમનું વજન વધારે હોય છે અથવા ડાયાબિટીસ હોય છે. ગર્ભાવસ્થામાં પણ આ સમસ્યા થવી સામાન્ય છે. જો કે, વૃદ્ધાવસ્થામાં સમસ્યાઓ વધી શકે છે. આ સિવાય, ઇજા થવાથી અથવા હોર્મોનમાં ફેરફારને કારણે પણ આવું થઈ શકે છે. આવા કેસોમાં ઓર્થોપેડિક સર્જનની સલાહ લેવી યોગ્ય રહેશે.

અન્ય સમાચારો પણ છે...