અનવોન્ટેડ પ્રેગ્નન્સી રોકવા માટે મહિલાઓ કોન્ટ્રાસેપ્ટિવ પિલ્સ અર્થાત ગર્ભનિરોધક ગોળી મનમાં અનેકો શંકા સાથે લે છે. કારણ કે તેમના મનમાં ડર રહે છે કે આ ગોળી લેવાથી તેમનાં સ્વાસ્થ્યને નુક્સાન થશે તો! અપોલો હોસ્પિટિલના ગાયનેકોલોજિસ્ટ ડૉ. સારિકા ગુપ્તા પાસેથી જાણો ગર્ભનિરોધક ગોળી અંગે તમારા મનમાં ઉદભવતા સવાલોના જવાબ....
કોન્ટ્રાસેપ્ટિવ પિલ્સ
અનવોન્ટેડ પ્રેગ્નન્સી રોકવા માટે મહિલાઓ જે દવા લે છે તેને કોન્ટ્રાસેપ્ટિવ પિલ્સ કહેવાય છે. આ દવા એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટ્રોનના કોમ્બિનેશનથી બને છે. તે મહિલાને ગર્ભ ધારણ કરતાં રોકે છે. આ ગોળી ઓવ્યુલેશન પ્રોસેસ રોકે છે. ડૉક્ટર્સ બર્થ કન્ટ્રોલ સિવાય હોર્મોનલ ઈમ્બેલેન્સ, ઈરેગ્યુલર પીરિયડ્સ અને PCOD જેવી સમસ્યામાં પણ ગોળી લેવાની સલાહ આપે છે. જોકે ડૉક્ટરની સલાહ વગર આ દવા ક્યારેય ન લેવી જોઈએ.
ગર્ભનિરોધક ગોળીથી શરીરને કેટલું નુકસાન?
ડૉ. ગુપ્તા જણાવે છે કે આ પિલ્સથી આમ તો કોઈ નુકસાન થતા નથી, પરંતુ લાંબા સમય સુધી પિલ્સ લેવામાં આવે તો 1-2 કિલો વજન વધી શકે છે. જોકે ગોળી લેવાનું બંધ કરવામાં આવે તો વજન ફરી સામાન્ય થઈ શકે છે.
નવી જનરેશનની દવા લૉ ડોઝની હોય છે તેનાથી વજન વધવાનું જોખમ રહેતું નથી સાથે તે ફર્ટિલિટી પર પણ કોઈ અસર કરતી નથી. ડૉ. ગુપ્તા જણાવે છે કે બર્થ કન્ટ્રોલ માટે આ વિકલ્પ સૌથી સારો છે. સતત આ ગોળી લેવાથી ઓવરી કેન્સરનું જોખમ ઘટે છે જોકે બ્રેસ્ટ કેન્સરની આશંકા વધી જાય છે.
ગોળી લેવાની ભૂલી ગયા તો....
જો તમે દરરોજ રાતે ગોળી લેતા હો પરંતુ એક રાતે ભૂલી જાઓ તો યાદ આવે ત્યારે તરત એક ગોળી લઈ લો. ગોળી 24 કલાકની અંદર ન લીધી તો આગલા દિવસે 2 ગોળી લઈ લો. 1થી વધારે દિવસ સુધી ગોળી લેવાનું ભૂલી જાઓ તો તરત ડૉક્ટરની સલાહ લો. રેગ્યુલર ગર્ભનિરોધક લેતા હો તો તેની અસર પીરિયડ્સ સાયકલ પર થતી નથી.
બ્રેસ્ટ ફીડિંગ કરાવતી માતાએ આ ગોળી લેવાય કે નહિ?
ડૉ. ગુપ્તા જણાવે છે બ્રેસ્ટ ફીડિંગ કરાવતી માતા પણ આ દવા લઈ શકે છે. જોકે ડૉક્ટરની સલાહ વગર ક્યારેય દવા ન લેવી જોઈએ. બ્રેસ્ટ ફીડિંગ કરાવતી માતાઓને અલગ પ્રકારની પિલ્સ અપાય છે. કેટલીક મહિલાઓ ગોળી બંધ કર્યાના 1 મહિના પછી જ ગર્ભ ધારણ કરી લે છે. ડૉક્ટર સલાહ આપતા જણાવે છે કે ગોળી બંધ કર્યાના 3થી 4 મહિના પછી ગર્ભ ધારણ કરવું જોઈએ.
આ વાતોનું ધ્યાન રાખો
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.