હેલ્થ અલર્ટ:શું કોરોનાને કારણે તમને પણ સતત ઉધરસ આવ્યા કરે છે? એક્સપર્ટ પાસેથી જાણો આ સમસ્યાથી બચવાના ઉપાય

અલિશા સિન્હા8 મહિનો પહેલા
  • કૉપી લિંક

કોરોનાની ઝપેટમાં આવ્યા બાદ મોટા ભાગના લોકોમાં ઉધરસની સમસ્યા જોવા મળે છે. રિકવર થયા પછી પણ તેનાથી છૂટકારો મળી રહ્યો નથી. ઘર હોય કે ઓફિસ સમયાંતરે ઉધરસ આવતી હોવાથી કામ પર ફોકસ રહેતું નથી અને બીમાર હોવાની ફીલિંગ આવે છે.

કોરોના બાદ ઉધરસને કારણે થતી આ સમસ્યા એક વેરિઅન્ટમાં નહિ કોરોનાના દરેક વેરિઅન્ટમાં જોવા મળે છે. સંક્રમણથી રિકવર થયા બાદ પણ ઉધરસની સમસ્યા રહે છે. આ ઉધરસથી તમે કેવી રીતે છૂટકારો મેળવી શકો છો? રિકવરી પછી પણ કેમ ઉધરસ આવે છે? આવા સવાલોના જવાબ એક્સપર્ટ પાસેથી જાણો...

કોરોનાના દરેક વેરિઅન્ટમાં ઉધરસની સમસ્યા થાય છે
મહાત્મા ગાંધી મેમોરિયલ મેડિકલ કોલેજ, ઈન્દોરના મેડિસીન HOD ડૉ. વી. પી. પાન્ડેયના જણાવ્યા પ્રમાણે, કોરોનાના લગભગ દરેક વેરિઅન્ટમાં ઉધરસની સમસ્યા રહે છે. નાક અને મોં શરીરના એન્ટ્રી પોઈન્ટ હોય છે. આ એન્ટ્રી પોઈન્ટથી પહેલાં વાઈરસ ગળામાં જાય છે. વાઈરસના સ્પાઈક સરળતાથી ગળાંમાં ચોંટી જાય છે.

ઉધરસ આવવી એ સ્વાસ્થ્ય માટે સારી વાત?
ડૉ. પાન્ડેયના મત પ્રમાણે, ગળામાં થનારાં ઈન્ફેક્શનથી આપણને ભલે ઉધરસ આવે પરંતુ તે શરીર માટે સારી વાત છે. ઉધરસ વાટે શરીરમાંથી વાઈરસ બહાર ફેલાય છે. જો તમે ખુલ્લાં મેદાનમાં હો અને શ્વાસમાં એક નાનું તણખલું જતું રહે તો તરત તમે છીંક કે ઉધરસ ખાઈ તેને હવામાં ફેંકી દેશો. આમ ઉધરસ વાઈરસ શરીરમાંથી બહાર ફેંકવાની એક પ્રોસેસ છે.

નોંધ: તમને બેસેલા હો અને શ્વાસ લેવામાં કોઈ તકલીફ ન થતી હોય તો પણ તમે ઓક્સીજન સેચ્યુરેશન ચેક કરવા માગતા હો તો six minute walking test કરી શકો છો...

કોરોનામાં ઉધરસ થાય તો કઈ દવા લેશો?
કોરોનાને કારણે ઉધરસ આવતી હોય તો એન્ટિબાયોટિક દવા લઈ શકાય છે. જોકે કોઈ પણ દવા લેતાં પહેલાં ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે.

ઓમિક્રોન સંક્રમણમાં કેટલા દિવસ સુધી ઉધરસ આવે છે?
ઓમિક્રોન વેરિઅન્ટમાં મોટા ભાગના લોકોને ગળામાં દુખાવાની સમસ્યા રહે છે. ઓમિક્રોન પોઝિટિવ વ્યક્તિ રિકવર થાય તેના 4-5 દિવસ સુધી ઉધરસ સામાન્ય વાત છે.

રિકવરી પછી પણ ઉધરસ આવે તો શું કરશો?
પોસ્ટ કોવિડ ઈન્ફેક્શનમાં 8-10 દિવસ સુધી ઉધરસ સામાન્ય વાત છે, પંરતુ 10 દિવસ પછી પણ ઉધરસ આવે અને શ્વાસ લેવામાં તકલીફ થતી હોય અને ઉધરસમાં લોહી આવતું હોય તો તમારે તરત ડૉક્ટર પાસે જવું જોઈએ.

આ સિવાય વૃદ્ધો અને ગંભીર બીમારીથી પીડિત લોકોને રિકવરી પછી પણ સતત ઉધરસ આવે તો તેમણે 10 દિવસની રાહ જોયા વગર ડોક્ટરની સલાહ લેવી જોઈએ.

અન્ય સમાચારો પણ છે...