તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાવધાન:હેન્ડ સેનિટાઈઝરનો વધારે પડતો ઉપયોગ કરતા હો તો ચેતી જજો, તેનાથી ઝેરી કેમિકલ મેથેનોલ શરીરમાં પહોંચે છે; અંધાપો અને મૃત્યુનું જોખમ

20 દિવસ પહેલા
  • કૉપી લિંક

જો તમે વાઈરસના ડરથી વધારે પડતો હેન્ડ સેનિટાઈઝરનો ઉપયોગ કરી રહ્યા છો તો હવે તમારે ચેતી જવાની જરૂર છે. મેયો ક્લીનિકના એક્સપર્ટ્સે ચેતવણી આપી છે કે સેનિટાઈઝરના અતિ ઉપયોગથી આંખોની રોશની કાયમ માટે ગુમાવવાનો વારો આવી શકે છે સાથે તેનાથી મૃત્યુનું પણ જોખમ રહે છે. તેનાથી સૌથી વધારે જોખમ બાળકોને છે. સેનિટાઈઝરમા રહેલાં ઝેરી કેમિકલ સ્કિનનાં માધ્યમથી બાળકોનાં શરીરમાં પહોંચે છે.

શા માટે સેનિટાઈઝર જીવલેણ સાબિત થઈ શકે છે?

  • હેન્ડ સેનિટાઈઝરમાં 3 પ્રકારના આલ્કોહોલનો ઉપયોગ કરવામાં આવે છે. તેમાંથી એક મેથેનોલ છે. તેનો વધારે પડતો ઉપયોગ કરવાથી હંમેશાં માટે અંધાપો આવી શકે છે અથવા મૃત્યુ પણ થઈ શકે છે.
  • અમેરિકામાં મેથેનોલવાળા હેન્ડ સેનિટાઈઝર પર બૅન છે. મેથેનોલને બદલે એથેનોલ અને આઈસોપ્રોપેનોલને વધારે સુરક્ષિત વિકલ્પ ગણવામાં આવે છે. ઘણા દેશોમાં ઉપયોગમાં લેવાતા સેનિટાઈઝરમાં મેથેનોલ હોય છે.
  • બાળકોમાં ચામડીનાં માધ્યમથી મેથેનોલ શરીરમાં પહોંચે છે. લાંબાગાળે સ્વાસ્થ્ય પર તેની ખરાબ અસર થાય છે. ડૉક્ટર્સનું કહેવું છે કે, હેન્ડ સેનિટાઈઝરનો ઉપયોગ ત્યારે જ કરવો જોઈએ જ્યારે ખરેખર તેની જરૂર હોય.

મેક્સિકો અને એરિજોનામાં ચોંકવનારા કેસ સામે આવ્યા
મેયો ક્લીનિકના સંક્રામક રોગ નિષ્ણાત ડૉ. ગ્રેગોરી પોલેન્ડનું કહેવું છે કે,બાળકો સેનિટાઈઝરનો વધારે પડતો ઉપયોગ કરી રહ્યા હોય તો તેમની ચામડી મેથેનોલ ઓબ્ઝર્વ કરવા લાગે છે. અમેરિકાની સ્વાસ્થ્ય સંસ્થા CDCને ગત વર્ષે મેક્સિકો અને એરિજોનામાં મેથેનોલ પોઈઝનિંગના 15 કેસ મળ્યા હતા. આ તમામ કેસમાં હેન્ડ સેનિટાઈઝરનો વધારે ઉપયોગ જોવા મળ્યો હતો. 15માંથી 4 લોકોનાં મૃત્યુ થયાં હતા. 3 લોકોએ આંખોની રોશની ગુમાવી હતી.

ચામડીનાં માધ્યમથી કેવી રીતે મેથેનોલ શરીરમાં પહોંચે છે
બ્રિઘમ એન્ડ વુમન્સ હોસ્પિટલના ડર્મેટોલોજીસ્ટ ડૉ. અબિગેલ વોલ્ડમેનનું કહેવું છે કે, આપણી ચામડી ઈંટોની દિવાલ જેવી છે. હેન્ડ સેનિટાઈઝર આપણને વાઈરસથી બચાવે છે, પરંતુ ઘણી વખત તે આ જ ઈંટોની દિવાલમાં છિદ્ર કરી નાખે છે. તેમાંથી જ મેથેનોલ શરીરમાં પહોંચે છે. આલ્કોહોલની માત્રા વધારે હોવાને કારણે તેનાથી સ્કિન એલર્જી પણ થાય છે.

એક્સપર્ટના જણાવ્યાનુસાર, સેનિટાઈઝરનો વધારે ઉપયોગ કરવાથી બેક્ટેરિયા રેઝિસ્ટન્સ વિકસિત કરી લે છે. તેને કારણે તે બેઅસર બની જાય છે. જો તમે ઘરે જ હો તો હેન્ડ સેનિટાઈઝરને બદલે સાબુ-પાણીથી હાથ ધુઓ. સાબુ હાથની ચીકાશ દૂર કરે છે તેથી વાઈરસ સ્કિન પર ટકી શકતો નથી.

સેનિટાઈઝરનો બહોળો ઉપયોગ થઈ રહ્યો છે
મહામારીની શરૂઆતથી જ અમેરિકામાં લોકોએ હેન્ડ સેનિટાઈઝરની ખૂબ ખરીદી કરી. બોસ્ટન ગ્લોબના રિપોર્ટ પ્રમાણે, ગત વર્ષે હેન્ડ સેનિટાઈઝરના વેચાણમાં 620%નો વધારો જોવા મળ્યો. અમેરિકામાં હેન્ડ સેનિટાઈઝરની સૌથી મોટી બ્રાન્ડ પ્યૂરેલે તેની માગ પૂરી કરવા માટે પ્રોડક્શન કેપેસિટી વધારી. મહામારી દરમિયાન ઘણી જગ્યાએ સેનિટાઈઝરની અછત વર્તાઈ તો લોકોએ ઓનલાઈન તેની ખરીદી કરી.

અન્ય સમાચારો પણ છે...