કિડનીના કેન્સરનું નિદાન થયું હોય તેવા લગભગ 60% દર્દીઓના પેશાબમાં લોહી નીકળતું હોય છે, જે સખત પીડાજનક હોય છે. પરિણામે, હીમેટ્યુરિયા ધરાવતાં લોકોનું મૂલ્યાંકન કરવામાં આવે છે અને તેમને સ્ક્રીનિંગ માટે સલાહ આપવામાં આવે છે, પરંતુ તેમાંના લગભગ 50% લોકો નિદાન થાય તે પહેલા જ મૃત્યુ પામે છે, કારણ કે તેના લક્ષણો ખૂબ જ મોડાં સામે આવે છે. આ કારણોસર જ કિડની કેન્સર તેના લક્ષણો અને તેની સાર-સંભાળ તથા સારવાર માટેના સૌથી મહત્વપૂર્ણ વિકલ્પો વિશે જાગૃતિ લાવવી મહત્વપૂર્ણ બની જાય છે.
કિડની કેન્સરના લક્ષણો વહેલી તકે શોધી શકાય તે અંગેની ટિપ્સ:
HCG માનવતા કેન્સર સેન્ટરના MD અને ચીફ ઓફ સર્જિકલ ઓન્કોલોજી એન્ડ રોબોટિક સર્વિસીસ પ્રોફેસર ડૉ. રાજ નાગરકરે જણાવ્યું હતું કે, ‘યુરિન અને બ્લડ ટેસ્ટના જે નિયમિતપણે રિપોર્ટ કરવામાં આવે છે, તે કિડનીના કેન્સરની તપાસમાં મદદ કરી શકે છે. કોમ્પ્યુટેડ ટોમોગ્રાફી (CT) અને મેગ્નેટિક રેઝોનન્સ ઇમેજિંગ (MRI) સ્કેન અથવા અલ્ટ્રાસાઉન્ડ જેવા વધારાના ખર્ચાળ પરીક્ષણો છે, જે ઓછા ખર્ચાળ છે અને કિડની કેન્સરના શરુઆતના લક્ષણોને શોધી શકે છે. તેથી, એ જરૂરી છે કે, દરેક વ્યક્તિ આ લક્ષણોની તપાસ કરે અને નિષ્ણાત સાથે પરામર્શ કરે, ખાસ કરીને જો તમે આવી જીવલેણ બીમારીથી પીડાતા વયજૂથના હોવ તો પહેલાં આ કામ કરો.’
સરજાપુરની મણિપાલ હોસ્પિટલના મણિપાલ કોમ્પ્રિહેન્સિવ કેન્સર સેન્ટરના સર્જિકલ ઓન્કોલોજીના કન્સલ્ટન્ટ ડૉ. રોહિત કુમારના જણાવ્યા મુજબ યુરિનમાં લોહી અને વજન ઘટવા જેવા લક્ષણો પ્રારંભિક તબક્કાના કેન્સરના સંકેત આપે છે. આજકાલ, કિડની કેન્સરના કેસોની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે, કારણ કે લોકો તેમની નિયમિત તપાસ કરાવી રહ્યા છે જે પ્રારંભિક નિદાનમાં મદદ કરે છે. મોટાભાગના કિસ્સાઓમાં અમે આંશિક નેફરેક્ટોમીઝ (કિડનીની ગાંઠના ભાગને દૂર કરવા માટેની સર્જરી) કરીએ છીએ અને કિડનીને સંપૂર્ણપણે દૂર કરવાનું ટાળીએ છીએ, કારણ કે હવે કેન્સરના લક્ષણો વહેલી તકે શોધી કાઢતાં તેના નિદાન માટે પણ અનેક સરળ રસ્તાઓ મળી રહે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.