મહિલાઓને પ્રેગ્નન્સી દરમિયાન જે સમસ્યા આવે છે તેમાં એક સામાન્ય સમસ્યા છે ઊંઘની સમસ્યા. બેડ પર સૂવા છતાં પણ પડખુ ફરવામાં કે આરામદાયક ઊંઘ લેવામાં ખૂબ જ તકલીફ પડે છે. આ સમય દરમિયાન પ્રેગ્નન્સી પિલો ડોક, ખભાના ભાગને અને કમરને આરામ આપે છે. તે શરીરમાં એસિડ રિફ્લેક્સને ઓછું કરે છે અને તમને ઊંઘ ખૂબ જ સારી આવે છે. આ સાથે જ એ વાતનો પણ ખ્યાલ રાખવામાં આવે છે કે, ગર્ભમાં રહેલા શિશુને કોઈ નુકશાન ન પહોંચે.
પ્રેગ્નનન્સી દરમિયાન મહિલાઓનાં શરીરથી લઈને સ્વભાવમાં તમને અનેક પ્રકારનાં પરિવર્તન જોવા મળશે. માતા બનવું જેટલો ખુશીનો અવસર છે તેટલો જ મુશ્કેલ તેની પહેલાંનો સમય છે. જુદી-જુદી પરિસ્થિતિઓમાં તેમની સાથે તાલમેલ બનાવી રાખવા માટે તમારે તેમની વિશેષ સાર-સંભાળ રાખવી પડે છે. પ્રેગ્નન્સી દરમિયાન એક સ્ત્રીએ પોતાની સાથે તેના ગર્ભંમાં રહેલા શિશુની પણ સાર-સંભાળ રાખવી પડે છે.
મેટરનિટી પિલો શું છે?
પ્રેગ્નન્સી પિલો(તકીયો) ને મેટરનિટી પિલો તરીકે પણ ઓળખવામાં આવે છે. તેને વિશેષ રીતે ગર્ભાવસ્થા સમયે મહિલાઓનાં શરીરમાં જે બદલાવ આવે છે તેને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યું છે. આ પિલો સામાન્ય પિલો કરતાં આરામદાયક હોય છે, જે પ્રેગ્નન્સીમાં મહિલાઓને યોગ્ય રીતે ઊંઘવામાં સપોર્ટ કરે છે.
પ્રેગ્નન્સી પિલોનાં ફાયદા :
સારી ઊંઘ-
પ્રેગ્નન્સી દરમિયાન મહિલાઓને યોગ્ય રીતે ઊંઘ ન આવવી એ સામાન્ય વાત છે. જ્યારે આ અંગે એક રિસર્ચ કરવામાં આવી ત્યારે આ સમસ્યાનાં સમાધાન રુપે ‘પ્રેગ્નન્સી પિલો’ સામે આવ્યું. જો ગર્ભવતી મહિલાઓ પોતાની સાથે આ પ્રેગ્નન્સી પિલો લઈને ઊંઘે છે તો તેમને સારી એવી ઊંઘ આવે છે.
શરીરનાં દુખાવામાં રાહત-
પ્રેગ્નન્સી દરમિયાન મહિલાઓને શરીરનાં જુદા-જુદા ભાગમાં દુખાવો ઉપડે છે. જો તમને શરીરનો કોઈપણ ભાગ જેમ કે, કમર, હિપ, બેબી ટમી, ઘૂંટણ દુખતો હોય તો આ પિલોનો સપોર્ટ લઈને તમે આ દુખાવાથી રાહત મેળવી શકો.
સૂવાની પોઝિશનમાં સુધારો લાવો-
પ્રેગ્નન્સી દરમિયાન સૂવાની રીત યોગ્ય ન હોવાના કારણે બાળક સમય પહેલા જ જન્મી શકે માટે આ સમયે સૂવાની પોઝિશનમાં વિશેષ ધ્યાન રાખવું.
ડિલીવરી પછી પણ મદદગાર-
આ મેટરનિટી પિલો તમને પ્રેગ્નન્સી દરમિયાન જ નહી, તે પછી પણ ઉપયોગમાં આવી શકે છે. તમે બાળકને બ્રેસ્ટ ફિડિંગ દરમિયાન પણ ટેકા માટે આ પિલોનો ઉપયોગ કરી શકો છો. આ પિલો તમને પ્રેગ્નન્સી દરમિયાન થતાં પેટદર્દમાં પણ રાહત આપે છે અને ગેસની સમસ્યાને પણ દૂર રાખે છે.
પ્રેગ્નન્સી પિલોનો ઉપયોગ ક્યારે કરવો?
પ્રેગનન્સી પિલોનો ઉપયોગ કરવાનો કોઈ નિશ્ચિત સમય હોતો નથી. જ્યારે પણ સૂવામાં તકલીફ પડે અથવા પ્રેગ્નન્સીનાં 20માં અઠવાડિયામાં તમે આ પિલોનો ઉપયોગ કરવાનું શરુ કરી શકો. આ સમયે મહિલાનું પેટ વધવા લાગે છે અને પેટનો વજન વધવાના કારણે લિગામેન્ટ્સ અને શરીરનાં બીજા ભાગોમાં દુખાવો ઉપડે છે માટે આ સમયે પિલોનો ખાસ ઉપયોગ કરવો.
ફીડિંગ પિલો શું છે?
ડિલિવરી પછી બીજો પડાવ બાળકને બ્રેસ્ટ ફિડિંગ કરાવવાને લઈને છે. અમુક કેસમાં એવી સંભાવનાઓ બને છે કે, માતા અને બાળક એકબીજા સાથે તાલમેલ બેસાડી શકતા નથી અને તેના કારણે માતાએ અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આ સમસ્યાને સરળ બનાવવા માટે તમે ફીડિંગ પિલો ઉપયોગમાં લઈ શકો. ફીડિંગ પિલોને ‘નર્સિંગ પિલો’ તરીકે પણ ઓળખવામાં આવે છે. બ્રેસ્ટ ફીડિંગને ધ્યાનમાં લઈને આ પિલોને વિશેષ રીતે ડિઝાઈન કરવામાં આવ્યું છે.
ફીડિંગ પિલોનો ઉપયોગ
ફીડિંગ પિલોને બ્રેસ્ટનાં લેવલ સુધી લઈ જાવ, જેથી બાળકને ફીડિંગ કરવામાં તકલીફ ન પડે. બાળકનાં વજનનાં કારણે ફીડિંગ પિલો નીચેની તરફ થોડું દબાઈ શકે એટલે તમે ફીડિંગ પિલો અને તમારા પગની વચ્ચે એક રેગ્યુલર પિલો પણ રાખી શકો. જેથી, તમને બાળકને બ્રેસ્ટફીડિંગ કરાવવામાં સરળતા રહે.
પિતા પણ આ ફીડિંગ પિલોનો ઉપયોગ કરી શકે
કોણ કહે છે કે, પિતા બાળકોને મોટા કરવામાં કોઈ મદદ કરી શકતા નથી. જે પિતા પોતાના બાળકોને બોટલથી દૂધ પીવડાવવા ઈચ્છે છે, તેમનાં માટે નર્સિંગ પિલો ખૂબ જ મદદગાર છે.
નર્સિંગ પિલોનાં નુકશાન
જો નર્સિંગ પિલોનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં ન આવે તો બાળકને બ્રેસ્ટફીડિંગમાં તકલીફ પડી શકે છે. માતાઓને જ્યારે શિશુ સાથે બહાર જવું પડે છે, તે સમયે સામાન્ય પિલો સાથે લઈ જવામાં મુશ્કેલી પડે છે. જુદા-જુદા પ્રકારની બોડી ટાઈપ ધરાવતી મહિલાઓએ તેમનાં શરીર અને જરૂરિયાતને ધ્યાનમાં રાખીને નર્સિંગ પિલો પસંદ કરવું પડે છે, કારણ કે તેનું કદ પ્રમાણભૂત નથી હોતું. સ્ટાન્ડર્ડ સાઈઝનાં અભાવે માતા માટે યોગ્ય ફિટની પસંદગી કરવી મુશ્કેલ બની જાય છે.
નર્સિંગ પિલો ખરીદવાની ટિપ્સ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.