• Gujarati News
  • Lifestyle
  • Health
  • Do You Start Emotional Binge Eating In Extreme Sadness, Anger Or Worry? These 7 Tips Can Help You Get Rid Of This Habit

ઈમોશનલ બિન્જ ઈટિંગ:વધારે દુ:ખ કે ગુસ્સામાં આડેધડ ખોરાક ખાઈ લો છો? આ ટિપ્સ અપનાવી આદતથી બચો

4 મહિનો પહેલા
  • કૉપી લિંક

તમારી ભાવનાઓથી તમારા ડાયટમાં ફેરફાર આવે છે. સુખ, દુ:ખ, ગુસ્સો, ચિંતા, ડર, એન્ઝાયટી, નિરાશા જેવી ભાવનાઓ તમારા ભોજનની આદતો કન્ટ્રોલ કરે છે. વધારે ખુશ હો તો તમે વધારે ભોજન કરી લો છો અને દુ:ખી હોવા પર તમને જંક ફૂડ ખાવાનું મન થાય છે.

ઈમોશનલ બિન્જ ઈટિંગનું કારણ
નકારાત્મક ભાવનાઓ મહેસૂસ થવા પર મોટા ભાગના લોકો ઈમોશનલ બિન્જ ઈટિંગ કરે છે. જ્યારે તમે દુ:ખી કે ચિંતિત હો તો શરીરમાં કાર્ટિસોલ નામનો સ્ટ્રેસ હોર્મોન રિલીઝ થાય છે.

મગજને જ્ઞાન થાય છે કે તમે ચિંતામાં છો ત્યારે તેના પર કાબૂ મેળવવા માટે તે તમારી મનગમતી વાનગી કે કામ કરવા માટે કહે છે. મોટા ભાગના લોકોને હાઈ ફેટ અથવા હાઈ શુગર ખોરાક પસંદ હોય છે. તેથી ચિંતા દૂર કરવા માટે તમે ચિપ્સ, પિત્ઝા, પાસ્તા, બર્ગર જેવાં જંક ફૂડ અને કુકીઝ, કેક અને સોફ્ટ ડ્રિન્ક જેવી વસ્તુનો સહારો લઈ લો છો.

ઈમોશનલ બિન્જ ઈટિંગથી આ રીતે બચો

  • ભાવના સ્વીકારો: તમે જે ફીલિંગનો અનુભવ કરી રહ્યા હો તેનો સ્વીકાર કરો. તેનાથી ભાગો નહિ. એ વાતનો સ્વીકાર કરો કે તમે ખુશ નથી.
  • મેડિટેશન કરો: મેડિટેશનથી તમે શાંત રહી શકો છો. ચિંતા અને એન્ઝાયટી ઓછી થશે અને તમે જંક ફૂડ ખાતા પહેલાં વિચાર કરશો.
  • પ્રકૃતિ સાથે સમય પસાર કરો: મોટા ભાગના લોકો નેગેટિવ ફીલિંગ આવે ત્યારે એક રુમમાં પોતાની જાતને બંધ કરી દે છે. તેના બદલે પ્રકૃતિ સાથે સમય પસાર કરો. તમારો મૂડ સારો રહેશે.
  • સારું ડાયટ લો: ભોજનમાં પ્રોટીન અને ફાઈબરની માત્રા વધારો.
  • એક્સર્સાઈઝ કરો: એક્સર્સાઈઝ કરવાથી શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સારું રહે છે. યોગ, રનિંગ, જૉગિંગ, હળવી એક્સર્સાઈઝ પણ તમારો મૂડ સારો કરે છે.
  • મનગમતી પ્રવૃત્તિ કરો: ગુસ્સો, ચિંતા અથવા દુ:ખમાં સતત ભોજન કરવાને બદલે મનગમતી પ્રવૃત્તિ કરો. પોતાના નજીકના લોકો સાથે વાત કરો અને ફીલિંગ્સ શેર કરો.
  • ડૉક્ટરનો સંપર્ક કરો: તમામ ટિપ્સ ફોલો કર્યા બાદ પણ ઈમોશનલ બિન્જ ઈટિંગથી દૂર ન રહી શકતા હો તો ડૉક્ટરની સલાહ લો.

(નોંધ: આ સમાચાર સામાન્ય માહિતી માટે છે. ઉપાય માટે કોઈ પણ રીત અપનાવતાં પહેલાં ડૉક્ટરની સલાહ જરૂર લો.)