લેક્ટોઝ ઇન્ટોલરન્સ:શું તમે દૂધ અને દૂધની પ્રોડક્ટ્સ પચાવી નથી શકતા? તો આ ફૂડ્સથી કેલ્શિયમની ઊણપ દૂર કરો

2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • દૂધ ન પચાવી શકવાની સ્થિતિને લેક્ટોઝ ઈન્ટોલરન્સ કહેવાય છે
 • લીલી શાકભાજી, બદામ, ઓટ્સ અને લેક્ટોઝ ફ્રી મિલ્કનું સેવન કરી કેલ્શિયમની ઊણપ દૂર કરી શકાય છે

દૂધમાં અનેક પૌષ્ટિક તત્વો હોવા છતાં ઘણા લોકો તેને પચાવી નથી શકતા. દૂધથી એલર્જી હોવાની સમસ્યા દરેક ઉંમરના લોકોને હોઈ શકે છે. આ સમસ્યા લેક્ટોઝ અર્થાત ડેરી પ્રોડક્ટ્સનાં સેવનથી થાય છે. આશરે 65% લોકોને બાળપણથી જ લેક્ટોઝ પચાવવાની ક્ષમતા ઓછી થઈ જાય છે. અર્થાત દૂધથી એલર્જી થઈ જાચ છે. દૂધ કે અન્ય ડેરી પ્રોડક્ટસનું સેવન કરવા પર આવા લોકોને પેટમાં દુખાવો, પેટ ફૂલી જવું અથવા ઝાડા-ઊલટીની સમસ્યા થઈ શકે છે.

જયપુરની ફોર્ટિસ એસ્કોર્ટ્સ હોસ્પિટલમાં સીનિયર કન્સલ્ટન્ટ પીડિયાટ્રિક્સ ડૉ. સંજય ચૌધરી જણાવે છે કે લેક્ટોઝ દૂધ અને દૂધથી બનેલી વસ્તુઓમાં રહેલી નેચરલ શુગર છે. દૂધ ન પચાવી શકવાની સ્થિતિને લેક્ટોઝ ઈન્ટોલરન્સની સમસ્યા કહેવાય છે. તેમાં એલર્જી સિવાય ડાયજેશનની પણ સમસ્યા થાય છે. દેશમાં લેક્ટોઝ ઈન્ટોલરન્સને લીધે 3થી 4% લોકો પીડિત છે. તેમાં વયસ્કો સાથે બાળકો પણ સામેલ છે.

લેક્ટોઝ ઈન્ટોલરન્સ
આ સમસ્યા લેક્ટેઝ એન્ઝાયમ્સની ઊણપને કારણે થાય છે. નાનાં આંતરડાંમાં દૂધનું લેક્ટોઝ પહોંચે છે તો સિક્રિટેડ (સ્ત્રાવિત) લેક્ટેઝ એન્ઝાયમ્સથી ગ્લુકોઝ અને ગેલેક્ટોઝ તૂટી જાય છે. તેથી દૂધ સરળતાથી પચી જાય છે, પરંતુ આ એન્ઝાયમ્સની ઊણપ વર્તાય ત્યારે લેક્ટોઝ તૂટતા નથી. આવી સ્થિતિમાં દૂધ પચાવી શકાતું નથી તેને લેક્ટોઝ ઈન્ટોલરન્સ કહેવાય છે. માતાનું દૂધ પચાવા માટે લેક્ટેઝ ખુબ જરૂરી છે. મોટા ભાગના બાળકોમાં શરીરમાં જન્મ સાથે તેની માત્રા વધારે હોય છે. આ એન્ઝાયમ્સની સંખ્યા ઓછી થવા લાગે ત્યારે બાળકો માટે દૂધ પચાવવું એક સમસ્યા બની જાય છે.

લેક્ટોઝ ઈન્ટોલરન્સનાં લક્ષણો

 • પેટમાં દુખાવો
 • થાક
 • ઊલટી
 • મોઢાંમાં ચાંદાં પડી જવાં
 • માથાનો દુખાવો
 • ઓછી એકાગ્રતા
 • ગેસ
 • સ્નાયુ અને સાંધાનો દુખાવો
 • યુરિનની સમસ્યા
 • ઝાડા
 • કબજિયાત

દૂધ અને ડેરી પ્રોડક્ટ્સ સિવાય આ પ્રોડક્ટમાં લેક્ટોઝની હાજરી

 • કુકીઝ અને કેક
 • બ્રેડ અને બેક્ડફૂડ
 • સ્વીટ કેન્ડી
 • સૂપ
 • બિસ્કિટ

ડેરી પ્રોડક્ટ્સને બદલે આ વસ્તુ વાપરો

 • ફિટ અને હેલ્ધી રહેવા માટે કેલ્શિયમની પૂર્તિ થાય તે જરૂરી છે. ડેરી પ્રોડક્ટ્સને બદલે આ વસ્તુઓનું સેવન કરી શકાય છે.
 • સોયાબીન પ્રોડક્ટ
 • લીલી શાકભાજી
 • બદામ
 • ઓટ્સ
 • લેક્ટોઝન ફ્રી મિલ્ક
 • ચિયાના બી
 • સૂરજમુખીના બી
 • બીન્સ