ફેશિયર હેર:રુંવાટીથી છૂટકારો મેળવવા મહિલાઓમાં લેસર ટ્રીટમેન્ટનો ક્રેઝ વધ્યો, તે કરાવતા પહેલાં ડર્મેટોલોજિસ્ટની આટલી વાતો સાંભળી લો

શ્વેતા કુમારી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આ ટ્રીટમેન્ટની કોઈ સાઈડ ઈફેક્ટ નથી, તેમાં દુખાવો કે પછી બળતરા થતી નથી
  • 6થી 8 સિટિંગ પછી રુંવાટીના મૂળિયાં સાફ થઈ જાય છે

ચહેરા પરની રુંવાટીને લીધે ઘણી મહિલાઓએ સંકોચ અનુભવે છે. રુંવાટી દૂર કરવાના થ્રેડિંગ, વેક્સિંગ જેવા ઓપ્શનની જગ્યા હવે લેસર ટ્રીટમેન્ટે લઇ લીધી છે. આ શું છે, કેવી રીતે કામ કરે છે તેના વિશે જણાવી રહ્યાં છે, ડર્મેટોલોજિસ્ટ ડૉ. ઇપ્શિતા જોહરી.

મહિલાઓના ફેસ પર બે કારણોસર રુંવાટી આવે છે, જેનેટિક અને બીજું હોર્મોનલ ચેન્જ. ડૉ. જોહરીએ કહ્યું કે, ફેસ પરની રુંવાટી પર લોકોનું ધ્યાન સૌથી પહેલાં પડે છે. આથી મહિલાઓ લેસર ટ્રીટમેન્ટ પ્રત્યે વધુ આકર્ષાય છે. લેસરની શરૂઆત 20 વર્ષ પહેલાં થઈ હતી, પરંતુ તેનો ક્રેઝ આઠ વર્ષ પહેલાં વધવાનો શરૂ થયો.

લેસર ટ્રીટમેન્ટનો ક્રેઝ કેમ વધી રહ્યો છે?
સૌથી મોટું કારણ એ છે કે તમે વધારાની રુંવાટીથી છૂટકારો મેળવી શકો છો. જો તમે આની સરખામણી લાઈફટાઈમ હેર રિમૂવલ રીતથી કરશો તો ખબર પડશે કે, આનો ખર્ચ દર મહિનાના તમારા રેઝરથી પણ ઓછો આવે છે. આ ટ્રીટમેન્ટમાં તમે અમુક સિટિંગમાં બધા રૂપિયા ખર્ચી દો છો જયારે થ્રેડિંગ, વેક્સિંગમાં થોડા થોડા રૂપિયા ખર્ચવાના હોય છે. ડૉ. જોહરીએ કહ્યું, આ ટ્રીટમેન્ટની કોઈ સાઈડ ઈફેક્ટ નથી, તેમાં દુખાવો કે પછી બળતરા થતી નથી. આથી જ મહિલાઓ આ વિકલ્પ પસંદ કરી રહી છે. લેસર ટ્રીટમેન્ટ ફાયદાકારક હોવાની સાથે સુવિધાજનક પણ છે.

લેસર ટ્રીટમેન્ટ કેવી રીતે કામ કરે છે?
આ ટ્રીટમેન્ટ રુંવાટીનો મૂળિયાથી નાશ કરે છે. તેને લીધે ગ્રોથ બંધ થઈ જાય છે. લેસર ટ્રીટમેન્ટથી તમારી 85 થી 90% રુવાંટી આવવાની બંધ થઈ જાય છે. આ માટે કેટલાં સિટિંગ લેવાનાં હોય છે તે વિશે ડૉ. જોહરીએ કહ્યું કે, આ વાત ગ્રોથ પર આધાર રાખે છે. જેનો જેટલો હેર ગ્રોથ હોય તેટલાં સિટિંગની જરૂર પડે છે. 6થી 8 સિટિંગ પછી રુવાંટી ઓછી થવા લાગે છે. ઘણાં પાર્લર ચાઈનીઝ મશીનથી આ ટ્રીટમેન્ટ આપે છે, પણ આ તમારા માટે જોખમી બની શકે છે. પાર્લરમાં દરેક સિટિંગનો ચાર્જ ઓછો હોય છે એટલે લોકો ત્યાં જવાનું પસંદ કરે છે. જો તમે ટ્રીટમેન્ટ લેતા હો તો, ડર્મેટોલોજિસ્ટ પાસે જ લેવી જોઈએ. તેઓ તમારી સ્કિન ટાઈપ સમજીને કામ કરશે જેથી આગળ જતા કોઈ તકલીફ નહીં થાય.

ટ્રીટમેન્ટ પછી રુંવાટી કેમ આવે છે?
જો તમે બધાં સિટિંગ કમ્પ્લિટ કર્યાં હશે તો રુંવાટી નહીં આવે, પણ શરીરમાં થતા અમુક હોર્મોનલ ચેન્જ, થાઇરોઇડ, PCOD કે પછી પ્રેગ્નન્ટ હો તો રુવાંટી ફરીથી આવી શકે છે. આ માટે મેન્ટેનન્સ સેશન અટેન્ડ કરી શકાય. તેનાથી બીજીવાર આવેલી રુંવાટીથી તમને છૂટકારો મળશે. તમારું કામ 1-2 સિટિંગમાં થઈ શકે છે કે તેનાથી વધારે સમય પણ લાગી શકે છે.

ઉંમર અને ટ્રીટમેન્ટનું કનેક્શન
લેસર ટ્રીટમેન્ટ લેવાની યોગ્ય ઉંમર 16થી 45 વર્ષની છે. ડૉ. જોહરીએ કહ્યું, આ ટ્રીટમેન્ટ સૌથી વધારે અસરકારક રુંવાટી પર હોય છે. જો તમારા વાળ સફેદ થઈ ગયા છે તો આની કોઈ અસર નહીં થાય. આથી 16થી 45 વર્ષ ઉંમરમાં સારું રિઝલ્ટ જોવા મળશે. આ ટ્રીટમેન્ટ પુરુષ અને મહિલા એ બંને માટે અસરકારક છે. દરેક સિટિંગની કિંમત 5000 રૂપિયા કે તેનાથી વધારે ઓછી હોઈ શકે છે. ટ્રીટમેન્ટ લીધા પછી આકરા તડકાથી બચવું અને વધારે પરસેવો ના થાય તેનું ધ્યાન રાખવું. ટ્રીટમેન્ટ લીધાના ત્રણ દિવસ પહેલાં અને ત્રણ દિવસ પછી કોઈ સલૂનની મુલાકાત ના લેવી જોઈએ.

અન્ય સમાચારો પણ છે...