પોલ્યુશન ફ્રી ડિસ્પોઝલ:શું તમે યુઝ્ડ સેનિટરી નેપકિન્સ ફેંકવાની સાચી રીત જાણો છો?

શ્વેતા કુમારી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ક્યારેય પૅડ સળગાવવા ના જોઈએ, આમ કરવાથી તેમાં હાજર પ્લાસ્ટિક હવામાં વધારે કાર્બન ફૂટ-પ્રિન્ટ જનરેટ કરે છે

સેમિનાર, વર્કશોપ અને શોર્ટ ફિલ્મ્સને લીધે લોકો સેનિટરી પૅડ્સ અને પીરિયડ્સ વિશે જાહેરમાં વાત કરતા થયા છે. તેમ છતાં આજે પણ ભારતમાં અમુક મહિલાઓ અને ટીનેજર્સ આ ટોપિક પર વાત કરવામાં શરમાય છે. તેની ખરીદીથી લઈને ડિસ્પોઝ પ્રોસેસમાં લોકો ખચકાટ અનુભવી રહ્યા છે.

આ ટોપિક પર વાત કરતી છોકરીઓને બેશરમ અને અશ્લીલની ટેગ આપી દેવામાં આવે છે. જરા વિચારો, મેન્સ્ટ્રુઅલ પ્રોબ્લમ્સ વિશે વાત કરવામાં આટલો ખચકાટ અનુભવે છે તો યુઝ કરેલા ગંદા અને દુર્ગંધયુક્ત નેપકિન્સ ડિસ્પોઝ કરવાની વાત લોકોને કેટલી નકામી લગતી હશે! આ વિષય પર વાત કરવા માટે આજે અમારી સાથે ડૉ. શ્રદ્ધા સુમન જોડાયા છે. સેનિટરી નેપકિન્સ ડિસ્પોઝ કરતી વખતે શું ધ્યાનમાં રાખવું જોઈએ? તેમની પાસેથી જ જાણીએ..

લિમિટેડ મહિલાઓ મેન્સ્ટ્રુઅલ કપ વાપરે છે
રોજ મેન્સ્ટ્રુઅલ કપ્સનું માર્કેટ વધી રહ્યું છે. ઘણી મહિલાઓ હજુ પણ તેના ઉપયોગને લઈને શ્યોર નથી. સેનિટરી પૅડને બદલે કપ્સ યુઝ કરવામાં તેમને ખચકાટ થાય છે. એક બાજુ પ્લાસ્ટિક વેસ્ટ ઓછો કરવાની વાતો કરી રહ્યા છે તો બીજી બાજુ ખોટી રીતે પૅડ્સ ડિસ્પોઝ કરવાને લીધે પ્લાસ્ટિકનો કચરો વધી રહ્યો છે.

હવે પ્રશ્ન એ થાય છે કે, પૅડ્સ ડિસ્પોઝ કરવાની સાચી રીત કઈ છે? કારણ કે આપણામાંથી મોટાભાગની મહિલાઓએ સેનિટરી પૅડ્સનો યુઝ તો શીખી લીધો પણ તેને ડિસ્પોઝ કેમ કેવા તે ખબર નથી.

વાપરેલા સેનિટરી પૅડ્સનું શું થાય છે?
નેપકિન્સનું ઉપરનું લેયર પોલીપ્રોપોલીનનું બનેલું હોય છે. બ્લડ શોષવા માટે વુડ પલ્પને સુપર એબ્સોર્બેન્ટ પોલિમર્સ સાથે મિક્સ કરવામાં આવે છે. તેનાથી પૅડ લીક પ્રૂફ રહે છે. આપણે કચરાના ઢગલામાં પૅડ્સ ડિસ્પોઝ કરીએ છીએ, આ બધાને એક જગ્યાએ ભેગા કરીને બાયોડિગ્રેડેબલ અને નોન બાયોડિગ્રેડેબલ વેસ્ટ તરીકે અલગ કરવામાં આવે છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ કામ કોઈ મશીન નહીં પણ આપણા જેવા માણસો કરે છે. પૅડ્સ અલગ કરવાનું કામ કરતી વખતે ઘણી વાર તેઓ સંક્ર્મણ કે ગંભીર બીમારીઓનો શિકાર થાય છે.

ડૉ. શ્રદ્ધા સુમને કહ્યું કે, ભારત વધારે વસતી ધરાવતો દેશ છે. અહીં કચરો ડિસ્પોઝ કરવાની યોગ્ય રીતથી ઘણા લોકો અજાણ છે. શહેરની બહાર ક્યાંક દૂર લેંન્ડફિલ્સમાં કચરો ડંપ કરવામાં આવે છે. હજુ પણ 20થી 30% લેન્ડફિલ્સનો કચરો આપણા મેન્સ્ટ્રુઅલ પીરિયડ્સમાં ઉપયોગમાં લેવાય છે.

ડિસ્પોઝિંગની આ રીતથી પ્રકૃતિને નુકસાન થાય છે

  • પૅડ સળગાવવા નહીં. તેમાં હાજર પ્લાસ્ટિક હવામાં વધારે કાર્બન ફૂટ-પ્રિન્ટ જનરેટ કરે છે.
  • ઘણા લોકો ન્યૂઝ પેપરમાં લપેટીને ફેંકે છે. પેપરમાં હાજર લીડને લીધે સોઇલ પોલ્યુશન વધે છે.

ડિસ્પોઝિંગ કેવી રીતે કરવું?

  • જો આપણે ઘરમાં જ ભીના કચરાના ડબ્બામાં પૅડ્સ ફેંકીશું તો તે રીસાઇકલ થઈ શકે છે.
  • પૅડ ડિસ્પોઝ કરતી વખતે સફેદ કાગળ કે ટીશ્યુનો ઉપયોગ કરવો. યુઝ કરેલા પૅડને સારી રીતે લપેટીને લાલ પેન કે માર્કરથી ક્રોસનું નિશાન બનાવી દો. તેનાથી ખબર પડશે કે આમાં યુઝ્ડ પૅડ છે.
અન્ય સમાચારો પણ છે...