હેલ્થ:શું તમને જમતી વખતે ખોરાક ગળવામાં તકલીફ પડે છે? કેન્સરના પ્રારંભિક સંકેતો હોઈ શકે

5 મહિનો પહેલા
  • કૉપી લિંક

કેન્સરની બીમારી વર્તમાન સમયમાં એકદમ સામાન્ય બની ગઈ છે. તે એક જીવલેણ બીમારી છે, જેના શરૂઆતમાં કોઈ લક્ષણો જોવા મળતાં નથી. સ્તન કેન્સર, પ્રોસ્ટેટ કેન્સર, ત્વચાનું કેન્સર અને અન્નનળીનું કેન્સર સામેલ છે. અન્નનળી એ એક ફૂડ પાઇપ છે કે, જે આપણા મોં અને પેટને જોડે છે. તેને ‘ગ્રાસનળી’ તરીકે પણ ઓળખવામાં આવે છે. અન્નનળી કેન્સર સાથે સંકળાયેલા ઘણાં લક્ષણો છે, જે એટલાં સામાન્ય છે કે તેમને કેન્સરના લક્ષણો તરીકે ઓળખવા એકદમ મુશ્કેલ હોઈ શકે છે. જો કે, આ લક્ષણોને સમયસર શોધવું ખૂબ જ મહત્વપૂર્ણ છે જેથી તે સમયસર સારવાર શરૂ કરી શકે. અન્નનળીના કેન્સરનું પ્રથમ લક્ષણ એ છે કે ખોરાકને ગળવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.

ભોજનને ગળવામાં મુશ્કેલી પડવી
જો તમને કોઈપણ વસ્તુ ખાતી કે પીતી વખતે ગૂંગળામણ, ઉધરસ અથવા ગળી જવામાં મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય તો તે અન્નનળીના કેન્સરનો સંકેત હોઈ શકે છે. કેટલીકવાર જ્યારે ખોરાક ગળી જવાનો પ્રયત્ન કરવામાં આવે ત્યારે ખોરાક નાક અથવા મોં માં પાછો આવે છે. જ્યારે તમે સૂઈ જાઓ છો ત્યારે ખોરાક અન્નનળીમાં પાછો આવવો એકદમ સરળ બની જાય છે, જેના કારણે તમારું સ્વાસ્થ્ય વધારે બગડી શકે છે.

ઘણી વખત વ્યક્તિ ખોરાકને ચાવ્યા વગર જ ગળી જવાનો પ્રયત્ન કરે છે, જેના કારણે તે ગળામાં ફસાઈ જાય છે ને તેના કારણે ગળામાં અસહ્ય પીડાં પણ થાય છે. જેમ-જેમ આ કેન્સર આગળ વધે છે તેમ-તેમ તે વધુ ખરાબ અને પીડાદાયક બની શકે છે. આ સાથે જ અન્નનળી પણ ધીમે-ધીમે નાની થવા લાગે છે.

અન્નનળી કેન્સરના લક્ષણો
ખોરાક ગળવામાં મુશ્કેલી ઉપરાંત અન્નનળી કેન્સરથી પીડિત લોકોમાં અનેક પ્રકારના લક્ષણો જોવા મળે છે જેમ કે થાક, ઊલ્ટી, એસિડ રિફ્લક્સ, છાતીમાં બળતરા, કફ, ભૂખ ન લાગવી, છાતીમાં દુખાવો અને અવાજમાં ફેરફાર વગેરે.

અન્નનળીના કેન્સરનું જોખમ કેવી રીતે ઘટાડવું?
તમે તમારી ખરાબ જીવનશૈલીમાં ફેરફાર કરીને અન્નનળીના કેન્સરનું જોખમ ઘટાડી શકો છો. આવી સ્થિતિમાં તે મહત્વનું છે કે તમે ધૂમ્રપાન ન કરો, તમાકુ અને આલ્કોહોલનું સેવન બંધ કરો અને તમારા ભોજનમાં ફળો અને શાકભાજી જેવી તંદુરસ્ત વસ્તુઓનો સમાવેશ કરો. આ ફેરફાર કરવાથી તમને ઘણાં બધા ફાયદા થઈ શકે છે.