ઓરલ હેલ્થ:દાંત ચમકદાર બનાવવા માટે તમે દાંતણ કરો છો કે બ્રશ? કયો ઓપ્શન વધારે ફાયદાકારક છે એક્સપર્ટ પાસેથી જાણો

7 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લીમડો, બાવળ અને ખેરના દાતણથી દાંત સાફ કરવાથી કફ, મોંની દુર્ગંધ જેવી સમસ્યામાંથી રાહત મળે છે

તમારા ઘરના વડીલને તમે દાતણથી દાંત સાફ કરતા જોયા હશે પરંતુ હવે મોટા ભાગના લોકો ટૂથબ્રશનો ઉપયોગ કરતા થયા છે. દાંત સાફ કરવા માટે યોગ્ય રીત કઈ છે? તે જાણવા માટે દિવ્ય ભાસ્કરે મુંબઈની વેદા હેલ્થબ્લિસના આયુર્વેદાચાર્ય ડૉ. રાહુલ મારવાહનો સંપર્ક કર્યો. એક્સપર્ટ પાસેથી જ જાણીએ દાંત સાફ કરવાની સારી રીત કઈ છે?

દાંત સાફ કરવા જરૂરી છે
ડૉ. રાહુલ જણાવે છે કે, જે લોકો નિયમિત રીતે દાંત સાફ નથી કરતા તેમને કેવિટી, પેઢાંમાં સોજો, પાયેરિયા સહિતની સમસ્યા થઈ શકે છે. જે બાળકો બ્રશ નથી કરતાં તેઓ ફ્રેશ ફીલ કરતાં નથી. તેમની મેન્ટલ હેલ્થ સારી રહેતી નથી. શાસ્ત્રોમાં શરીરના દરેક ભાગની સફાઈ કરવાની વાત કહેવામાં આવી છે, જેથી આપણે હંમેશાં સ્વસ્થ અને ઊર્જાવાન રહીએ.

દાતણ સૌથી બેસ્ટ
ડૉ. રાહુલના મત પ્રમાણે, દાંત સાફ કરવા માટે દાતણ સૌથી સારી રીત છે. ત્યારબાદ આંગળીથી સફાઈ. સૌથી લાસ્ટ ઓપ્શન બ્રશ પસંદ કરી શકાય છે. લીમડો, બાવળ અને ખેરના દાતણથી દાંત સાફ કરવાથી કફ, મોંની દુર્ગંધ જેવી સમસ્યામાંથી રાહત મળે છે. મોટાભાગના ટૂથપેસ્ટમાં મિઠાસ હોય છે. બ્રશ કર્યા પછી આ મિઠાસ મોઢાંમાં રહી જાય છે. તેથી કેવિટી અને ડેન્ટલ સમસ્યાની સંભાવના વધી જાય છે.

ટૂથપેસ્ટમાં ઘણા કેમિકલ્સ પણ વપરાય છે.

આંગળીથી દાંત સાફ કરવાની યોગ્ય રીત
માર્કેટમાં ઘણા દંતમંજન અવેલેબલ છે જે દાતણની ખાસિયતો ધરાવે છે. આંગળીથી મંજર કરવાથી દરેક ખૂણે સફાઈ થાય છે. પેઢાંને પણ મસાજ થાય છે. બ્રશની લિમિટેશન હોય છે તે દાતણની જેમ કામ કરતું નથી. તેથી ટૂથબ્રશ મેકિંગ કંપની દાવો કરે છે કે તેમનું બ્રશ દાંતના દરેક ખૂણે સફાઈ કરવાનો દાવો કરે છે.

કોગળો કરવો જરૂરી
ડૉ. મારવાહ જણાવે છે કે, દાંત સાફ કર્યા પછી ફ્રેશનેશ ફીલ થવી જોઈએ તે ટૂથપેસ્ટથી થતું નથી. સવારે ઉઠ્યા પછી અને રાતે સૂતા પહેલાં 2 વખત દાંત સાફ કરવા જરૂરી છે. શાસ્ત્રોમાં દિવસમાં 14 વખત કોગળા માટેની સલાહ અપાઈ છે. કોઈ પણ વસ્તુનું સેવન કર્યા પછી કોગળા કરવા જરૂરી છે.